Book Title: Nadolna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 5
________________ નાડેલના લેખે. નં. ૩૧ ] (૨૬૧) અવલોકન. માત્ર “સહિત” શબ્દની સાથે જ જેલે હોવાથી આ નામમાંથી ઉદ્ધારકર્તા કેણુ છે તે નિર્ણિત થતું નથી. (૩૧) આ લેખનું વર્ણન શ્રી ભાંડારકર નીચે પ્રમાણે આપે છે – આ લેખ જુના અથવા જુના બાહડમેરમાંથી પ્રાપ્ત થયેલ છે. આ ગામ જોધપુર સ્ટેટના મલાણી પ્રાંતમાં આવેલું છે અને મુખ્ય શહેર બાહડમેરથી વાયવ્ય કેણમાં બાર માઈલ છેટે છે. ત્યાંના એક જૈન મંદિર કે જે હાલમાં જીર્ણ અવસ્થામાં છે તેના દરવાજાના એક સ્તંભ ઉપર આ લેખ કરે છે. તે ૧૦ પંક્તિમાં લખાએલે છે અને ૧૧ પહેળ તથા ૭ લાંબે છે. લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે. અંતમાં આપેલા આશીર્વાદાત્મક પદ્ય સિવાય બાકીને બધે ભાગ ગદ્યમાં આપેલે છે. એમાં ૧ અને ર ને બદલે એકલે ૨ જ વાપરેલે છે. ત્રીજી પંક્તિમાં શ્રી શબ્દની પછી ર (બેને અક) મૂકેલે છે જે માત્ર “શ્રી” શબ્દનું પુનરાવર્તન (બે વાર વાંચવાનું) સૂચવે છે. અજ્ઞાત શબ્દમાં માત્ર બે છે એક “પાઈલા” અને બીજે “ભીમ પ્રિય વિશેષક” (. ૭) પાઈલ” અને “વિ શોપક” આગળ સમજાવેલા છે અને “ભીમપ્રિય” એ એક વિશેપક સિક્કાનું નામ છે. ત્રીજે એક શબ્દ “લાગ” (પં. ૮) છે જેને અર્થ “કરવેરે” થાય છે. આરંભમાં “સંવત્ ૧૪પર વૈશાખ સુદિ ૪” એ પ્રમાણે મિતિ આપી છે. ઉકત દિવસે મહારાજ કુલ શ્રી સામંતસિંહદેવના રાજ્ય કારભારમાં જોડાએલા મંત્રી વીરાસેલ, વેલાઉલ, ભંડારી મિગલ વિગેરેએ મળીને બાહડમેરમાં આવેલા આદિનાથના દેવાલયમાં સ્થિત વિદનમર્દન નામના ક્ષેત્રપાલ તથા ચાઉંડ (ચામુંડ ?) નામના દેવરાજને ભકિત પૂર્વક એક ભેટ કરી. આ ભેટમાં, દસ ઉંટ અને ૨૦ બળદો (માલથી ભરેલા) નું જે ટેનું બહારગામ જાય અથવા ત્યાંથી આવે તેની ૧ એપિઢાઆિ ઇન્ડિકા પુ. ૧૨, પૃ૦ ૫૯. ૬૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8