Book Title: Nadolna Lekho Author(s): Jinvijay Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf View full book textPage 4
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૬) [ નાડોલના લેખો, ન. ૩૭૦. -- -------------~-~~ ~ આ લેખની મિતિ “૧૩૯૪ ચૈત્ર શુદિ ૧૩ શુકવાર” છે. અને તે મહારાજાધિરાજ શ્રીવણવીર દેવના રાજ્ય વખતે લખેલે છે. આગળ જણાવવામાં આવ્યું છે કે આસલપુરમાં આવેલા પાર્શ્વનાથ દેવના મંદિરની ધ્વજા ચઢાવવાના વખતે, રાઉત માલ્હણના વંશમાં ઉત્પન્ન થએલા રાઉત સેમાના પાત્ર અને રાઉત બાંબી અને તેની સ્ત્રી જાખલદેવના પુત્ર રાઉત મૂલરાજે, રાઉત બાલા, રાઉતહાથા તથા કુમર લૂંભા અને નીબાની સમક્ષ, પિતાના માતાપિતાના પુણ્યાર્થે વાડી સહિત એક દ્રિકુઆઉ બક્ષીસ કર્યું. હિકઆઉ અહટ્ટ વાળા કુવાને કહેવામાં આવે છે. કોલંકિઆના એક બીજા લેખમાં પણ આસલપુરનું નામ આપેલું છે તેથી જણાય છે કે તે આ સ્થળનું પુરાતન નામ હશે. (૩૭૦) આ લેખ પણ ઉપર્યુક્ત મંદિરમાંથી જ મળી આવ્યું છે. શ્રી ભાંડારકરે પોતાના હાથની લખેલી જે નકલ મને મેકલી આપી હતી તેના ઉપરથી આ છપાવવામાં આવ્યું છે. લેખકત હકીકત આ પ્રમાણે છે – - સં. ૧૪૭૫ ના આષાઢ સુદિ ૩ અને સેમવારના દિવસે આસલપુર કિલામાંના પાર્શ્વનાથના મંદિરના બાલાણા મંડપને જીર્ણોદ્ધાર, ઉપકેશવંશના લિગાગેત્રવાળા...એ પિતાના આત્માના પુણ્યાર્થે કરાવ્યું. આ કાર્યમાં સકળ સંઘ અને માંડણ ઠાકુર સાક્ષીભૂત છે. આ વખતે રાણું લાષા (ખા) રાજ્ય કરતા હતા અને ઠાકુર માંડણ પ્રધાનપણું કરતો હતો. લેખમાં, ઉદ્ધારકર્તાએ પિતાની વંશાવળી અને કુટુંબના મનુષ્ય નાં નામે આપ્યાં છે પરંતુ કઢંકારક સૂચક વિભક્તિને પ્રત્યય છેવટે ૧ “ બાલાણું” શબ્દ માટે જુઓ પૃષ્ઠ ૧૦૩ માં “ બલાનક શબ્દ ઉપર આપેલી નેંધ. બલાનક એ બાલાણુનું જ સંસ્કૃત રૂપ છે. ૬૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8