Book Title: Moksh Marg Prakash
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 5
________________ ti/ બે બોલ ભગવાન મહાવીરના શાસનમાં બતાવેલ મોક્ષમાર્ગમાં છેલ્લા ૨૫00 વર્ષમાં કેટલાય આવરણ આવી ગયા. તેમના બોધેલા આગમના કેટલાક ભાગો ઉપલબ્ધ નથી અને છેલ્લા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પછી કોઈ પ્રબળ શક્તિશાળી આચાર્ય થયા નહિ. જો કે ૧૯મા સૈકા સુધી પૂ. શ્રી આનંદઘનજી મહારાજ સાહેબ, પૂ. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી, પૂ. શ્રી દેવચંદ્રજી મ. સા. આદિ થયા, તો પણ પંચમકાળના હિસાબે અને બળવાન ક્ષયોપશમથી પુરુષના અભાવે દિગંબર, સ્થાનકવાસી, શ્વેતાંબર, તેરાપંથી આદિ મતમતાંતરથી જુદા પંથોની ઉપસ્થિતિ થઈ અને મૂળ મહાવીર ભગવાનના શાસનના મોક્ષમાર્ગમાં જાળાં બાઝી ગયા. એમાં વવાણીયા મુકામે મહાન પુણ્યશાળી આરાધક મહાત્મા શ્રીમદ્ રાજચંદ્રજી થયા, (વિ. સં. ૧૯૨૪ થી ૧૯૫૭) જેઓને ૩૬ વર્ષની ઉંમર પછી સર્વસંગ પરિત્યાગ કરી માર્ગ પ્રકાશવાની ભાવના હતી. તેમાં અકાળે ૩૩મું વર્ષ પૂરું થયા બાદ છ માસમાં તેમનો દેહ વિલય થતાં, તે માર્ગ તેઓશ્રી ધારતા હતા તેવી રીતે પ્રકાશી શક્યા નહીં. છતાં અત્યારે જે “શ્રીમદ્ રાજચંદ્ર” નામનું પુસ્તક છે તેના વચનામૃતમાં કેવળબીજસંપન્ન શ્રી સોભાગભાઈ તથા પૂ લલ્લુજી મહારાજ સાહેબના પત્ર-વ્યવહારમાં ગુજરાતી ભાષામાં તે માર્ગ પ્રકાશતા ગયા છે, અને તેનું સાહિત્ય પ્રસિદ્ધ થયું છે અને થતું આવે છે, છતાં સૌરાષ્ટ્રમાં આવેલ ભગતનું ગામ શ્રી સાયલાના શ્રી સોભાગભાઈના વેલાના ભક્તોને વારસામાં જે ચાલ્યું આવે છે તે પ્રત્યે ઉપરના સાહિત્યમાં જોઈએ તેટલું લક્ષ દોરાયું હોય તેમ લાગતું નથી તેથી “શ્રી રાજ- સોભાગ સ્મારક ગ્રંથમાળા” શરૂ કરી તે પ્રત્યે મુમુક્ષુઓ, સાધકો તથા આરાધકોનું લક્ષ ખેંચવા અમોએ નમ્ર પ્રયત્ન કરેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 448