Book Title: Mannaha Jinan Aanam Swadhyay
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 465
________________ ~~~~~~~~‘મનદ નિVTVT Avi સ્વાધ્યાયઃ' કમનિયસિદ્ધિ, ૨૭. ચતુર્વર્ગચિંતામણિ, ૨૮. પંચજ્ઞાનસ્વરૂપવેદન, ૨૯. પંચદર્શન સ્વરૂપ રહસ્ય, ૩૦. પંચચારિત્ર સ્વરૂપ રહસ્ય, ૩૧. નિગમાગમ વાક્યવિવરણ, ૩૨. વ્યવહારસાધ્યાપવર્ગ અને ૩૩. નિશ્ચયેકસાધ્યાપવર્ગ, ૩૪. પ્રાયશ્ચિતૈકસાધ્યાપવર્ગ, ૩૫. દર્શનૈકસાધ્યાપવર્ગ અને ૩૬. વિરતાવિરત સમાનાપવર્ગ. (પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૨, પુરવણી પૃ. ૨૪૪) ૬૧. આઈ હંસવિમલસૂરિ - તેમના ઉપદેશથી અમદાવાદના સં. ગંગરાજ પોરવાડના પુત્ર સંવ મૂલચંદે સં. ૧૯૨૧ મહા વદ ૧૦ શુક્રવારે આબૂ તીર્થનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢઢ્યો. ૫૯. પં. સિદ્ધાંતસાગરગણિ - તે આ૦ ધર્મહંસના ત્રીજા શિષ્ય હતા. તે તપાગચ્છીય આ૦ સૌમજયસૂરિના (મુખ્ય) શિષ્ય આ ઈન્દ્રનંદિસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય તથા વિદ્યાશિષ્ય પણ હતા. તે મોટા વિદ્વાન હતા. તેમનું સંસ્કૃત ભાષા ઉપર “માતૃભાષા જેવું પ્રભુત્વ હતું. તે જિનાગમના પણ “સર્વતોમુખી અભ્યાસી” હતા. તેમણે સં. ૧૫૭૦માં XXX ગામમાં કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરીશ્વરના ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર'ના આધારે ગદ્ય સંસ્કૃતમાં ‘દર્શનરત્નાકર ગ્રંથની રચના કરી. જેનાં બીજાં નામો અનુગમ તથા ચરિતાપનિષદ પણ છે, એટલે તે અહીં આગમ અને નિગમની જેમ આ બીજું “અગમ' નામ પણ બતાવે છે. આ ગ્રંથના મુખ્ય ભાગોના નામ ‘લહરી' અને તેના નાના વિભાગોનાં નામ ‘તરંગ” રાખ્યાં છે. પ્રત્યેક વિભાગમાં બે-ત્રણ તરંગો ગોઠવ્યા છે, તેનું અંતરંગ આ પ્રમાણે છે - બીજી લહરીના પહેલા તરંગમાં ૬૪ ઈન્દ્રોની નામાવલીમાં યક્ષજાતિના ઇન્દ્ર તરીકે પૂર્ણભદ્રવીર અને માણિભદ્રવીરને બતાવ્યા છે. ત્રીજી લહરીના પહેલા તરંગમાં જ્ઞાનસાર, નવતત્ત્વ, નવ નિધવ, ૬૭ સમતિ ભેદો તથા ૭૧ મિથ્યાત્વ ભેદોનું તથા બીજા તરંગમાં દર્શનાચાર, ત્રીજામાં ચારિત્રાચાર અને ચોથા તરંગમાં સર્વવિરતિધર્મ (૩૩ આશાતના વર્જન સુધી)ના વિવિધ ભેદોનું વિશદ વિવરણ કર્યું છે. એની ભાષા પ્રૌઢ છે. કાદંબરી'ની શૈલીમાં વસ્તુ નિરૂપણ છે. ગ્રંથ ઉત્તમ કોટિનો છે. આ ગ્રંથ મહો માનવિજયજીગણિના “ધર્મસંગ્રહ'ની જેમ જૈન સમાજમાં પ્રતિષ્ઠા પામે એવો છે. પરંતુ ગ્રંથકાર એક નવીન પક્ષના પ્રભાવક છે, તેથી આ ગ્રંથ જૈન સંઘમાં આદર પામ્યો નથી. ગ્રંથકારે દરેક તરંગની અંતે આ પ્રકારે લઘુ પ્રશસ્તિ આપી છે - इति श्रीमत्तपागच्छालंकारहारभट्टारकचयकोटी कोटी श्रीसोमजयसूरीश्वरजीशिष्यशिरोमणि श्रीइन्द्रनन्दिसूरिराजविनेयाणुना सिद्धान्तसार संकलितं श्रीदर्शनरत्नरत्नाकरग्रन्थे, श्रीमदनुगमापरपर्याये कुलकरकुलोत्पत्तिप्रभृतिपञ्चमावबोधप्राप्त्यन्त-श्रीऋषभजिनत्रयोदश-भवचरितोपनिषदाख्यायां द्वितीयलहरों छाद्मस्थ्यकेवलोत्पत्तिवर्णननामा संपूर्णस्तृतीयस्तरङ्गस्तत्समाप्तौ च समाप्तेयं द्वितीयलहरी कुलकरकुलोत्पत्तिप्रभृति-पंचमावबोधप्राप्त्यन्तश्रीऋषभजिनत्रयोदशभवचरितोपनिषदाख्या (पूर्तिमगात् तरङ्गत्रयात्मिकेयं द्वितीयलहरी इति प्रथमो भागः । (જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ-૩માંથી સાભાર) O દર્શનરત્નાકર ભા. ૧, ૨. પ્રકાશક : જૈન સાહિત્યવર્ધકસભા, અમદાવાદ, પ્રાપ્તિસ્થાન : મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર, ગોપીપુરા, સુરત : સંપાદકો : મુનિ શ્રી નિપુણમુનિ અને મુનિ શ્રી ભક્તિમુનિ (ભા. ૧, સં. ૨૦૧૦, કિંમત : ૮-૦૦, ભા. ૨, સં. ૨૦૧૩, કિંમત : ૮-૦૦)

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468