Book Title: Mannaha Jinan Aanam Swadhyay
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
परिशिष्ट :- ५
~~~~~~~~~
૬૦. આ૰ પ્રમોદસુંદરસૂરિ - તે આ૰ સૌભાગ્યનંદિની પાટે થયા. તેમના કારણે તપગચ્છની “કુતુબપરા શાખાની પરંપરા બની રહી.
૬૦. આ હંસસમય(સંયમ)સૂરિ - તેમનાં બીજાં નામ આ વિનયહંસસૂરિ અને આ૦ હર્ષવિનય પણ મળે છે. તેમણે સંસ્કૃતમાં જિનસ્તોત્રકોશ (સ્તોત્ર-૫૮) બનાવ્યો છે.*
-
४०५
તેમણે કુતુબપ૨ા ગચ્છમાં નિગમમતને બળ આપ્યું હતું. આ મતનું બીજું નામ “ભુકટિયા મત” પણ મળે છે. જો કે આ હર્ષવિનયે પછીથી તે મતને છોડી દીધો હતો. પણ બ્રાહ્મણોએ તે મતને રક્ષણ આપ્યું. નિગમમતમાં ‘ઉત્તરારણ્યક' વગેરે ૩૭ ઉપનિષદોની પ્રધાનતા હતી. તે ૩૬ ઉપનિષદોનાં નામ નીચે પ્રમાણે છે
लिङ्गं तु श्राद्धदेवानां रत्नत्रयाङ्कसूत्रकम् । लिङ्गभ्रष्टास्त्रयः साध्वादयो न स्युः स्वनामतः ।। ३७३।। किन्तु श्राद्धजनानां च निजाचारविधावयम् । स्वीकर्तव्यतया लिङ्गं कथितं मुखवस्त्रिका ।।३७४ ।।
आस्याशुकं करे कृत्वा सामायिकं न गृह्यते । । ३८६ ।।
महानिशीथसिद्धान्ते या गिरः स्फुटम् । व्रतोञ्चारकृतः कण्ठेः पुष्पस्रजं सृजेत् ।। ३९१ ।। आगमोक्तं, गम्भीरार्थं निगमेन प्रकाश्यते । । ३९२ ।।
श्राद्धदेवसागारोपरूपाधिकारभाषणात् ।।३९३ ।।
૧. ઉત્તરારણ્યક, ૨. પંચાધ્યાય, ૩. બહુચ, ૪. વિજ્ઞાન ઘનાર્ણવ, ૫. વિજ્ઞાનેશ્વરાષ્ય, ૬. વિજ્ઞાન ગુણાર્ણવ, ૭. નવતત્ત્વ-નિદાનનિર્ણય, ૮. તત્ત્વાર્થનિધિ રત્નાકર, ૯. વિશુદ્ધાત્મગુણગમ્ભીર, ૧૦. અર્ધધર્મીંગમનિર્ણય, ૧૧. ઉત્સર્ગાપવાદ વચનાનૈકતા, ૧૨.અસ્તિનાસ્તિ વિવેક નિગમનિર્ણય, નિજમનોનયનાહ્લાદ, ૧૪. રત્નત્રયનિદાન નિર્ણય, ૧૫. સિદ્ધાગમસંકેતસ્તંભક, ભવ્યજનભયાપહારક, ૧૭. રાગિજન નિર્વેદજનક, ૧૮. સ્ત્રીમુક્તિનિદાન નિર્ણય, ૧૯. કવિજનકલ્પદ્રુમોપમ, ૨૦. સકલપ્રપંચપથનિદાન, ૨૧. શ્રાદ્ધધર્મસાધ્યાપવર્ગ, ૨૨. સપ્તનયનિદાન, ૨૩. બન્ધમોક્ષાપગમ, ૨૪. ઈષ્ટકમનીયસિદ્ધિ, ૨૫. બ્રહ્મકમનિયસિદ્ધિ, ૨૬. નૈષ્કર્મ
૧૩.
૧૬.
* આ. વિનયહંસસૂરિએ સંસ્કૃતપદ્યમાં વિવિધ વૃત્તોમાં, ચતુર્વિંશતિ જિનસ્તોત્રો ૨૪ ‘સ્નાતસ્યા૦’ સમસ્યામય, કૂપષટકં તદુપરિનગર, તત્ર વાર્ષિસ્તતોદ્રિ, સમસ્યામય જટાકૂટ વર્ણનમય, પ્રાતિહાર્યાષ્ટકમય ચતુર્દશ સ્વપ્ન વર્ણનમય તથા તીર્થરાજાધિરાજ પૂજાતિશયમય શ્રી આદિનાથ સ્તોત્રો, અજિતશાંતિ સ્તોત્ર, માંડવગઢ સુપાર્શ્વનાથ સ્તોત્ર, પંચમી તિથિયુક્ત શ્રી નેમિનાથ સ્તોત્ર વગેરે.
‘સંસા૨દાવાનલ૦’ સમસ્યામય, શ્રી પાર્શ્વનાથસ્તોત્ર, સ્તંભન, જીરાવાલા, ચિંતામણિ નારંગાદિ, ગોડી અને વ૨કાણા વગેરે પાર્શ્વનાથનાં સ્તોત્રો.
બ્રાહ્મણવાડા મહાવીરજિન સ્તોત્ર, જિનરાજ ચતુર્વિંશિકા, સીમંધરસ્વામી શાશ્વતાજિન, સાધારણ જિન, પુંડરીકસ્વામી, શ્રી ગૌતમસ્વામી વગેરેના સ્તોત્રો, શત્રુંજય લઘુસ્તોત્ર, શત્રુંજય મહાતીર્થ સ્તોત્ર વગેરે સ્તોત્રો તથા સ્તુતિઓ (થોય) વગેરે આશરે ૫૦૦ શ્લોકો અને તેની શ્લોકબદ્ધ પ્રશસ્તિ બનાવી દાખલ કર્યાં છે.
આo વિજયસેનસૂરિવરે ૫૦ શુભવિજયગણિવરના પ્રશ્નના ઉત્તરમાં “ભૂકટિયા મત”નું નામ આપ્યું છે. (જુઓ, સેનપ્રશ્ન, પ્રશ્ન-૩૭૦, પૃ. ૧૪૨)

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468