________________
૪૦૪૦
-~-~~-~~~-~*મનદ નિVTVT Avi સ્વાધ્યાયઃ'
શુદ્ધ ધર્મ પ્રત્યે દ્વેષ” અને “અશુદ્ધ ધર્મમાં રાગ” હોય ત્યાં સુધી તત્ત્વ મળતું નથી. (૩૪૯) પોતાને માન્ય શાસ્ત્રોનો કે બીજાને માન્ય શાસ્ત્રોનો ખરો અર્થ જાણવો હોય તો, નિગમશાસ્ત્રને જ પ્રમાણ માનવું. (૩૫૦)
લોકોત્તર અને લૌકિક-શાસ્ત્રો ઘણાં છે. તે સૌનો પરમાર્થ મોટે ભાગે નિગમથી જ પ્રકાશવો. (૩૫૧) વેદો લૌકિક શાસ્ત્રો છે. અંગ-ઉપાંગ વગેરે લોકોત્તર શાસ્ત્રો છે. (૩૬૪) લૌકિક શાસ્ત્રોથી વ્યવહારની વિશુદ્ધિ થાય છે અને લોકોત્તર મહાશાસ્ત્રોથી નિશ્ચય નક્કી થાય છે. (૩૬૫) આજ-કાલ વિવાહ વગેરે કાર્યો લૌકિક શાસ્ત્રોથી થાય છે. (૩૯૭) આગમ મહારાજા છે અને નિગમ મહામાત્ય છે. (૩૭૧)
(૧) ઓઘો અને મુહપત્તી એ સાધુનું લિંગ છે, (૨) મુખે કપડું રાખવું એ શ્રાવકલિંગ છે અને (૩) ત્રણ રત્નની સૂચક જનોઈ એ શ્રાદ્ધદેવનું લિંગ છે. (૩૭૨)
તે ત્રણે જણા ઉપર પ્રમાણેના લિંગ વિનાના હોય તો સાધુ, શ્રાવક કે શ્રાદ્ધદેવ કહેવાય નહિ. (૩૭૩) જો કે શ્રાવકો માટે મુખવસ્ત્રનું લિંગ બતાવ્યું છે, તે ફક્ત પોતાની આચારવિધિ માટે જ છે. (૩૭૪)
એટલે “હાથમાં કપડું રાખી (અંચળગચ્છની જેમ) સામાયિક લેવાય તો અવિધિ છે.” તેમ આ સ્પષ્ટ કરે છે. (૩૮૬).
શ્રી મહાનિશીથસૂત્રમાં ઉલ્લેખ છે કે, “ગુરુદેવ વ્રત લેનાર શ્રાવકને ગળામાં માળા પહેરાવે.” (૩૯૧) આવી આગમવાણીના ગંભીર અર્થો નિગમથી જ વ્યવસ્થિત થાય છે. (૩૯૨)
શ્રાદ્ધદેવ તે શ્રાવકરૂપે જ છે. (૩૯૩), (૫. હીરાલાલ હંસરાજે સં. ૧૯૬૯, સને ૧૯૧૩માં જામનગરથી પ્રકાશિત કરેલ “ઉપદેશકલ્પલ્લવી'નું પૃ. ૩૪૦ થી ૩૪૮.)
૫૯. આ સૌભાગ્યનંદિસૂરિ - તે પ૮મા આ૦ ધર્મહંસના બીજા શિષ્ય (પૃ. ૨૪૮) હતા અને આ ઈન્દ્રનંદિસૂરિની પાટે આવ્યા હતા. તેમણે સં. ૧૫૭૬માં “મૌન એકાદશી કથા' અને સં. ૧૫૭૮માં “વિમલનાથ ચરિત્ર' રચ્યાં.
श्रमणाचारकोशोऽयमागमस्त्ववगम्यते । श्रमणोपासकाचारसागरो निगमो मतः ।।३४० ।। आगमार्थश्च वेदार्था निगमेन कृताः कृताः । साधवः श्राद्धदेवाश्च श्रावकाः स्वक्रियारताः ।।३४४।। सम्यगवस्तुनि रागश्चेद्, द्वेषो वितथवस्तुनि। विशुद्धा धर्मसंपत्तिर्जायते निश्चयान्नृणाम् ।।३४८ ।। यावत् शुद्धधर्म द्वेषो, रागश्च वितथे भवेत्। तावत्र तत्त्वरूपस्य, शास्त्रस्य प्राप्तिरुच्यते ।।३४९।। स्वस्वाभिमतशास्त्रार्थ-संवादं यदि वाञ्छसि। तदा निगमशास्त्राणि प्रमाणं कुरु कोविद ! ।।३५०।। लोकोत्तरशास्त्राणि लौकिकानि च । तद्रहस्यं प्रकाश्येत, निगमेत विशेषतः ।।३५१।। यतोऽद्यापि प्रवर्त्तन्ते, विवाहादिमहोत्सवाः ।।३६६ ।। श्रीआगमो महाराजो, निगमो मन्त्रिनायकः ।।३७१।। साधलिङ्गं जिनोपज्ञं, धर्मध्वजाऽऽस्यवाससी । श्रमणोपासकश्राद्धलिङ्गमास्यपट: पुनः ।।३७२।।