Book Title: Mannaha Jinan Aanam Swadhyay
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 467
________________ ૪૦૮~~~~~~~~ ~~~~~~~~~‘મૈન્નઇ નિબાળ આાં સ્વાધ્યાયઃ' બ્રહ્મવ્રત સુધા પાળજે, ઘીની પેઠે વાપરજે નીર, અણુ-ગળ નીર ન ધોતા ચીર, અતિચાર સઘળાં ટાળજે. ૧૪ કહ્યા છે પંદર કર્માદાન, પાપ તણી પરહરજે ખાણ, શીશ ન લેઈશ અનર્થ દંડ, મિથ્યા મેલ ન ભરજે પીંડ ૧૫ સમકિત શુદ્ધ હૈયે રાખજે, વાણી વિચારીને ભાખજે, ઉત્તમ ધામે ખરચે વિત્ત (ધન), પર-ઉપકાર કરે શુભ ચિત્ત ૧૭ - તેલ તક્ર ધૃત દૂધ ને દૂહીં, ઉઘાડા મત મેલે સહી, પાંચ તિથિ ન કરીશ આરંભ, પાળે શીયળ તજે મન દંભ. ૧૭ દિવસ ચરિમ કરજે ચોવિહાર, ચારે આહાર તણો પરિહાર, દિવસ તણાં આલોએ પાપ, જિમ ભાંગે સઘળા સંતાપ. ૧૮ સંધ્યા આવશ્યક સાચવે, જિનવર-ચરણ શરણ ભવ ભવે, ચારે શરણ કરી દઢ હોએ, સાગારી અણસણલે સૌએ. ૧૯ કરજે ‘મનોરથ' મન એહવા, તીર્થ શત્રુજે જાય, અથવા, સમ્મેતશીખરે આબુ ગિરનાર, ભેટી સહુ ધન ધન અવતાર. ૨૦ શ્રાવકની કરણી છે એહ, જેહથી થાયે ભવનો છેદ, આઠે કર્મ પડે પાતળા, પાપ તણા છૂટે આમળા. ૨૧ પછી લહિએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર સ્થાન. કહે જિન હર્ષ ઘણે સસસ્નેહ, કરણી દુ:ખ હરણી છે એહ. ૨૨ ‘મન્નહ જિણાણ આણં' સજ્ઝાયમાં બતાવેલા છત્રીસ કર્તવ્યોમાં આ બધા જ કર્તવ્યોનો સમાવેશ થઈ જ જાય છે, પણ અહીં જુદી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 465 466 467 468