Book Title: Mannaha Jinan Aanam Swadhyay
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 466
________________ परिशिष्टः-६ શ્રાવક કરણીની સઝાય શ્રાવક તું ઉઠે પરભાત, ચાર ઘડી રહે પાછલી રાત, મનમાં સમરે શ્રી નવકાર; જિમ પામે ભવસાગર પાર. ૧ કવણ દેવ કવણ ગુરુ ધર્મ, ક્વણ અમારે છે કુળ કર્મ; ક્વણ અમારે છે વ્યવસાય, એમ ચિંતવજે મન માંહી. ૨ સામાયિક લેજે મન શુદ્ધ, ધર્મ તણી હૈયે ધરી બુદ્ધ, પ્રતિક્રમણ કરી રજની તણું, પાતક આલોયે આપણું. ૩ કાયા શક્તિ કરે પચ્ચMાણ, શુદ્ધિ પાળે જિનવર આણ, ભણજે સુણજે સ્તવન સજઝાય, જેથી તવ વિસ્તારો થાય. ૪ ચિત્તમાં રાખ રોજ ચોદે નિયમ, પાળ દયા જીવોની સીમ, દેહરે જઈ જૂહારે દેવ, દ્રવ્યત ભાવત કરજે સેવ. ૫ પૌષધ શાળે જઈ ગુરુ વંદ, સુણજે વ્યાખ્યાન સદા ચિત્ત લાઈ, નિરદૂષણ સૂઝતો આહાર, સાધુને દેજે - સુવિચાર. ૬ સ્વામી વાત્સલ્ય કરજે ઘણા, સગપણ મોટા સ્વામી તણા, દુખિયા હીણા દીણા દેખી, કરજે તાસ દયા સુવિવેક. ૭ ઘર અનુસારે દેજે દાન, મોટા પણ ન કરે અભિમાન, ગુરુ મુખ લેજે આખડી (બધા), ધર્મ ન મેલીશ એકે ઘડી. ૮ તું તો શુદ્ધ કરે વ્યાપાર, ઓછા અધિકનો પરિહાર - (ત્યાગ), ન ભરીશ કોઈની કૂડી સાક્ષી, કૂડા - સાથ કથન મત ભાખ. ૯ અનંતકાય કહ્યા બત્રીસ, અભક્ષ બાવીસે બાવીસ, તે ભક્ષણ નવિ કીજે કિમે, કાચાં કુણા ફળ મત જમે. ૧૦ રાત્રી ભોજનના બહુ દોષ, જાણીને કરજે સંતોષ. સાજી સાબુ લોહ ને ગુલી, મધુ ડાહડિયા મત વેચીશ વળી. ૧૧ વલી ન કરાવે રંગણ પાસ, દોષ ઘણા કહ્યા છે તાસ, પાણી ગળજે બે બે વાર, અણગણ પીધે દોષ અપાર. ૧૨ જીવાણીનાં કરજે જતન, પાતક છંડી કરજે પુણ્ય, છાણાં ઇંધણ ચૂલે જોઈ, વાવરજે જિમ પાપ ન હોઈ. ૧૩

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468