Book Title: Manam Maddavaya Jine
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ જિનતત્વ ૩૧૦ મેળવે છે તે જ મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. એટલે જ કહેવાયું છે કે, પાય: किल मुक्तिरेव । - હવે બીજો પ્રશ્ન સામાન્ય માણસને એ થાય કે મૃદુતાથી માનને કેવી રીતે જિતાય ? પણ એ માટે માનનું અને મૃદુતાનું સ્વરૂપ સમજવું જોઈશે. મૃદુતાની વ્યાખ્યા આ રીતે અપાય છે : મૃત: માર્જિવમ્ | મૃદુતાનો ભાવ એનું નામ માર્દવ. મૃદુતા અથવા કોમળતા એ આત્માનો સ્વભાવ છે. પરંતુ જ્યારે આત્મસ્વભાવમાં રહેલી મૃદુતા આવરાઈ જાય છે ત્યારે કર્કશતા, કઠોરતા, અક્કડપણું, અભિમાન પ્રગટે છે. એ માનકષાયનું જ બીજું નામ અથવા સ્વરૂપ છે. શાસ્ત્રકારે કહ્યું છે, . जात्यादिमदावेशादभिमानाभावो मार्दवं मानतिर्हरणम् । [ જાતિ આદિ મદોથી આવેશમય થયેલા અભિમાનનો અભાવ કરવો તે માર્દવ છે. માર્દવ એટલે માનનો નાશ. ] ધર્મનાં જે દસ લક્ષણ ગણાવવામાં આવે છે તે આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (પ) સત્ય, () સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચન્ય, (૧૦) બ્રહ્મચર્ય. આ દરેક ઉત્તમ કોટિનાં હોવાં જોઈએ. વસ્તુત: આ બધા આત્માના જ ગુણો છે, પરંતુ તે ઢંકાયેલા કે આવરાયેલા છે. પુરુષાર્થથી એ વિશુદ્ધ અને પ્રકાશિત કરી શકાય છે. એમાં સર્વ પ્રથમ ક્ષમા છે. જ્યાં સુધી જીવનમાં ક્ષમા ન આવે ત્યાં સુધી માર્દવ ન આવે અને જ્યાં સુધી માર્દવ ન આવે ત્યાં સુધી આર્જવ ન આવે. આ રીતે આત્મવિકાસમાં માર્દવનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. જ્યાં સુધી મદ છે, અભિમાન છે ત્યાં સુધી માર્દવ ન આવે. મદ મુખ્યત્વે આઠ પ્રકારના બતાવાય છે. સ્થાનાગસૂત્રમાં કહ્યું છે : अट्ठ मयट्ठाणे पण्णते, तं जहा-जातिमए, कुलमए, बलमए रुवमए, तवमए, सुयमए, लाभमए, इस्सरियमए । [ આઠ મદસ્થાન કહ્યાં છે, જેમ કે – (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) બલમદ, (૪) રૂપમદ, (પ) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને (૮) ઐશ્વર્યમદ. ] આ આઠ પ્રકારનાં મદસ્થાન તે મોટાં અને મુખ્ય મુખ્ય છે. ક્યારેક એનાં નામ અને ક્રમમાં ફરક હોય છે.) તદુપરાંત પણ બીજા નાના પ્રકારો હોઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8