Book Title: Manam Maddavaya Jine
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ माणं मद्दवया जिणे । ૩૧૩ મનમાં સમજે છે અને માન મળતાં મનમાં રાજી થાય છે. પોતાનો રાજીપો ક્યારેક તે શબ્દોમાં કે હાવભાવથી વ્યક્ત કરે છે. પ્રશંસા કરનારની અવહેલના કે અવજ્ઞા ન કરાય એવા સામાજિક વ્યવહારને કારણે પોતાની પ્રશંસા થાય ત્યારે માણસ વિવેક ખાતર તે વિશે આભાર પ્રદર્શિત કરે છે. સણોની અનુમોદના કરવી એ આપણું કર્તવ્ય છે. જે માણસ બીજાના ગુણોનો સ્વીકાર કરતો નથી અને એની અનમોદના કરતો નથી તેનામાં ઈર્ષ્યા, અસૂયા, મત્સર ઇત્યાદિ રહેલાં હોવાં જોઈએ. બીજાના ગુણો, અરે વિપરીત વ્યક્તિના ગુણો જોઈને પણ સાચો પ્રમોદભાવ પ્રગટ થવો જોઈએ. એ આપણું સામાજિક કર્તવ્ય છે અને સાધનાનું પગથિયું છે. આપણી પ્રશંસામાં અતિશયોક્તિ ન હોવી જોઈએ. ખુશામતખોરીમાં તે ન પરિણમવી જોઈએ, આપણા સ્વાર્થમાંથી તે પ્રગટ ન થવી જોઈએ. બીજી બાજુ આપણી પોતાની જ્યારે આવી રીતે પ્રશંસા થતી હોય ત્યારે ફલાઈ ન જવું જોઈએ. જો ફુલાય તો તે પ્રશંસા આપણા માનકષાયની નિમિત્ત બની જાય છે. કેટલીક વાર આપણાં સ્વજનો અને મિત્રો જ આવી પ્રશંસા દ્વારા આપણા માનકષાયનાં નિમિત્ત બને છે. એમ બને ત્યારે વ્યાવહારિક દૃષ્ટિએ જે મિત્ર છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ શત્રુ બને છે, અહિતકર બને છે. પણ બીજાને દોષ દેવાથી શું ? અહિત કરવાના આશયથી તેઓ અહિત કરતા નથી. માટે જે જાગ્રત રહેવાનું છે તે તો પોતે જ, અંદરથી સમત્વ હોય તો આવા પ્રશંસાના પ્રસંગે પણ માણસ નિર્લેપ રહી શકે છે. પ્રશમરતિ'માં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે : श्रुतशीलविनयसंदूषणस्य धर्मार्थकामविजस्य । मानस्य कोऽवकाशं मुहूर्तमपि पंडितो दघात् । શ્રત, શીલ અને વિનય માટે દૂષણરૂપ તથા ધર્મ, અર્થ અને કામમાં વિઘ્નરૂપ એવા માનને ક્યો ડાહ્યો માણસ મુહૂર્ત માટે પણ અવકાશ આપશે ? કષાયો જીવને અવશ્ય દુર્ગતિમાં, નીચલી ગતિમાં લઈ જાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : अहे वयन्ति कोहेणं, माणेणं अहमा गइ । माया गइपडिप्वाओ, लोहाओ दुहओ भयं ।। અર્થાત્ ક્રોધ કરવાથી જીવનું પતન થાય છે, માનથી જીવ અધમ ગતિમાં જાય છે. માયાવી માણસની સદ્ગતિ થતી નથી અને લોભ કરનારને આ લોકમાં અને પરલોકમાં ભય ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8