Book Title: Manam Maddavaya Jine Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ ૩૧૨ જિનત રાખવાની રહે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે ધન કે માન મેળવવાં એટલાં અઘરાં નથી, પણ મળ્યા પછી એને પચાવવાં ઘણાં જ દુષ્કર છે. મોટા મોટા મહાત્માઓ ક્રોધ વગેરે ઉપર વિજય મેળવે છે. ધન, સ્ત્રી, પુત્રપરિવાર, ઘર ઇત્યાદિનો ત્યાગ એમણે કર્યો હોય છે, પણ એમના ચિત્તમાં લોકેષણા ચોંટેલી રહે છે. પોતે, પોતાનો સમુદાય, પોતાના ધર્મકાર્યો બીજા કરતાં ચડિયાતો રહે તો ગમે, ચડિયાતાં બને એ માટે સરખામણી એમના દિલમાં થતી રહે અને બીજા પાછળ પડી જાય તો અંદરથી રાજી થવાય આવી વૃત્તિ તેઓને રહે છે. વ્યવહહારથી કેટલું કદાચ ઇષ્ટ ગણાતું હોવા છતાં અધ્યાત્મમાર્ગમાં તેવો સૂક્ષ્મ મનકષાય બાધક નીવડે છે. જીવ ગમે તેટલો શ્રદ્ધાભક્તિવાળો હોય તો પણ અધ્યાત્માથી એને પાછો પાડનાર, સંસારમાં રખડાવનાર કોઈ હોય તો તે આ મુખ્ય ચાર કષાયો છે. કેટલાયે જીવો તત્ત્વની શ્રદ્ધા, દેવગુરુની ભક્તિ, શાસ્ત્રજ્ઞાન ઇત્યાદિ વડે મોક્ષમાર્ગમાં ઘણા આગળ વધે છે, પરંતુ આગળ જતાં કષાયોરૂપી ચાર મોટા અસુરોથી પરાજિત થઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયો અનુક્રમે ઉત્તરોત્તર વધુ આત્મઘાતક છે. ક્રોધ કરતાં માન-કષાય ભારે છે, પણ તે વધુ સૂક્ષ્મ હોવાથી પોતાને અને બીજાને તેની ખબર જલ્દી પડતી નથી. પોતાના ચહેરા ઉપર માન કરતાં ક્રોધને સંતાડવાનું અઘરું છે. આથી જ માણસ મનમાં અભિમાન કરે અને બહારથી વિનયી હોવાનો દેખાવ કરી શકે છે. સાધકે માનકષાયથી વધુ સાવધ રહેવાની જરૂર છે. વળી સમાજમાં સ્વમાન, સ્વાભિમાન વગેરેની પ્રશંસા થાય છે તથા લોકવ્યવહારમાં માન, સન્માન, અભિવાદન, ખિતાબ, ચંદ્રક વગેરેની પ્રવૃત્તિ ઇષ્ટ મનાય છે. “માન'ની સાથે “પત્ર' શબ્દ જોડાય છે. “માનપત્ર', ‘સન્માનપત્ર જેવા શબ્દો પ્રયોજાય છે. ક્રોધ વગેરેની સાથે પત્ર' શબ્દ જોડાતો નથી. માનવી આગળ “સેતુ” શબ્દ પ્રયોજાય છે. “સન્માન’ શબ્દ, વ્યવહારમાં પ્રશસ્ત ગણાય છે, પણ ક્રોધની આગળ “સ” શબ્દ પ્રયોજાતો નથી. જ્યાં લોકવ્યવહારમાં “માન'ની બોલબાલા હોય ત્યાં સાધક એનાથી પ્રભાવિત થાય એવો સંભવ રહે છે. વસ્તુત: માનસન્માનની પ્રત્યેક પ્રવૃત્તિથી સાધકે વિમુખ રહેવું જોઈએ. માન પ્રશંસાની સાથે જોડાયેલું છે. પ્રશંસા થતાં માણસમાં રહેલી માનની સૂક્ષ્મ એષણા સળવળે છે. કદાચ તે પોતાના ભાવો પ્રગટ ન કરે તો પણ પોતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8