Page #1
--------------------------------------------------------------------------
________________
माणं मद्दवया जिणे ।
- ભગવાન મહાવીર (માનને મૃદુતાથી જીતવું) ભગવાન મહાવીરે દસવૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે :
उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे ।
माया मज्जवभावेण, लोभं संतोसओ जिणे ।। અર્થાત્ ઉપશમથી (ક્ષમાથી) ક્રોધનો નાશ કરવો, માનને મૃદુતાથી જીતવું, માયાને સરળતાના ભાવથી દૂર કરવી અને લોભને સંતોષથી જીતવો.
ભગવાન મહાવીર સ્વામીના આ વચનમાં જેમ સાંસારિક જીવન સારી રીતે જીવવાની ચાવી રહેલી છે તેમ અધ્યાત્મમાર્ગનું ઊંડું રહસ્ય રહેલું છે. જીવ મુક્તિપથગામી કેવી રીતે બની શકે તેનું દિશાસૂચન એમાં રહેલું છે.
ભગવાનની વાણી કેટલી બધી સરળ અને હૃદયસોંસરવી ઊતરી જાય એવી છે ! કેટલા ઓછા શબ્દોમાં માર્મિક વાત એમણે કરી છે !
આ ચાર વાક્યોને જ માણસ રોજ નજર સમક્ષ રાખે તો પણ એને વર્તમાન જીવનમાં અને મોક્ષમાર્ગમાં કેટલો બધો લાભ થાય !
ભગવાને આ ગાથામાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મોટા શત્રુઓને જીતવાની વાત કરી છે. એમાંથી અહીં આપણે ફક્ત “માન' વિશે વિચારણા કરીશું.
ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયના પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એમ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે અને તેની છણાવટ શાસ્ત્રગ્રંથોમાં વિગતે થયેલી છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
माणं मद्दवया जिणे ।
૩૦૯ ભગવાન મહાવીરે કહ્યું કે મૃદુતાથી માનને જીતો. હવે, તત્ત્વજ્ઞાનથી અનભિજ્ઞ, અધ્યાત્મમાં રૂચિ ન ધરાવનાર પુદગલાનંદી, ભવાભિનંદી સાંસારિક જીવ પ્રશ્ન કરશે કે માનને જીતવાની જરૂરી શી ? માન તો જીવનમાં જોઈએ. સ્વમાન વગર જિવાય કેમ ? સ્વમાન વગરનું જીવન એ તો ગુલામીનું બંધન. વળી માનપ્રશંસા વગેરેથી તો બીજાની કદર થાય છે અને કદર કરવી એ તો સમાજનું કર્તવ્ય છે. માણસને પોતાની સિદ્ધિઓ માટે ગૌરવ થાય એ તો સ્વાભાવિક વૃત્તિ છે. નાના બાળકને પણ પહેલો નંબર આવે તે ગમે છે. માણસને પોતપોતાનાં ક્ષેત્રમાં “ટૉપ ટેનમાં પોતાનું નામ આવે તો પ્રિય લાગે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એવી સિદ્ધિની કદર થાય છે. જો આવી કદર કરવામાં ન આવે તો સમાજ બુઠ્ઠો ન થઈ જાય ? અને માણસ આળસુ, ઉદ્યમરહિત, પ્રમાદી ન બની જાય ? એટલે પહેલી વાત તો એ કે માનને જીતવાની જરૂર શી ? અને બીજી વાત એ કે માનને જીતવા માટે મૃદુતાની જરૂર શી? બીજા કશાથી માનને ન જીતી શકાય ?
સામાન્ય માનવીને આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. જેમની માને નવા નિને ' દૃષ્ટિ ફક્ત સામાજિક અને સાંસારિક સ્તરે જ રહેલી છે અને જેઓ મુખ્યત્વે વર્તમાનને આધારે જ જીવન જીવે અને વર્તમાનને આધારે જ જીવન જીવે અને વર્તમાનથી પ્રભાવિત થાય છે તેઓને ભગવાનનું વચન જલદી નહીં સમજાય.
જેઓ ભૂત અને ભવિષ્યનો થોડો વધુ વિચાર કરે છે, જેઓ “હું કોણ છું ?' જીવન પૂરું થતાં મારું શું થશે ? જે જીવો મારી નજર સમક્ષ ચાલ્યા ગયા તે જીવો હાલ ક્યાં હશે ? તેઓને મળેલાં માનપત્રોનું હવે શું કરીશું ? એ કેટલો વખત ટકશે ? આ સંસારમાં જન્મમરણની ભરતીઓટ કેમ ચાલ્યા કરે છે ? દેહથી ભિન્ન આત્મતત્ત્વ જેવું કંઈ છે ? હોય તો એનું સ્વરૂપ કેવું ? એનું લક્ષ્યસ્થાન ક્યું ? એ કેવી રીતે પમાય ?' -- ઇત્યાદિ વિશે વિચાર કરે છે અને તત્ત્વગવેષણા કરવા લાગે છે તેને સમજાય છે કે કંઈક એવું તત્ત્વ છે કે જીવને જન્મમરણના ચક્રમાં પકડી રાખે છે અને કંઈક એવું તત્તવ છે કે જે જીવને મુક્ત બનાવે છે. સંસારચક્રમાં જકડી રાખનારાં તત્ત્વોમાં રાગ અને દ્વેષ મુખ્ય છે. એનો વિગતે વિચાર કરીએ તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય મુખ્ય છે. જે જીવ અધ્યાત્મમાર્ગ ઉપર ચડતો ચડતો છેવટે કષાયોમાંથી મુક્તિ
Page #3
--------------------------------------------------------------------------
________________
જિનતત્વ
૩૧૦ મેળવે છે તે જ મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. એટલે જ કહેવાયું છે કે, પાય: किल मुक्तिरेव ।
- હવે બીજો પ્રશ્ન સામાન્ય માણસને એ થાય કે મૃદુતાથી માનને કેવી રીતે જિતાય ? પણ એ માટે માનનું અને મૃદુતાનું સ્વરૂપ સમજવું જોઈશે.
મૃદુતાની વ્યાખ્યા આ રીતે અપાય છે : મૃત: માર્જિવમ્ | મૃદુતાનો ભાવ એનું નામ માર્દવ. મૃદુતા અથવા કોમળતા એ આત્માનો સ્વભાવ છે. પરંતુ જ્યારે આત્મસ્વભાવમાં રહેલી મૃદુતા આવરાઈ જાય છે ત્યારે કર્કશતા, કઠોરતા, અક્કડપણું, અભિમાન પ્રગટે છે. એ માનકષાયનું જ બીજું નામ અથવા સ્વરૂપ છે. શાસ્ત્રકારે કહ્યું છે,
. जात्यादिमदावेशादभिमानाभावो मार्दवं मानतिर्हरणम् ।
[ જાતિ આદિ મદોથી આવેશમય થયેલા અભિમાનનો અભાવ કરવો તે માર્દવ છે. માર્દવ એટલે માનનો નાશ. ]
ધર્મનાં જે દસ લક્ષણ ગણાવવામાં આવે છે તે આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (પ) સત્ય, () સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચન્ય, (૧૦) બ્રહ્મચર્ય. આ દરેક ઉત્તમ કોટિનાં હોવાં જોઈએ. વસ્તુત: આ બધા આત્માના જ ગુણો છે, પરંતુ તે ઢંકાયેલા કે આવરાયેલા છે. પુરુષાર્થથી એ વિશુદ્ધ અને પ્રકાશિત કરી શકાય છે. એમાં સર્વ પ્રથમ ક્ષમા છે.
જ્યાં સુધી જીવનમાં ક્ષમા ન આવે ત્યાં સુધી માર્દવ ન આવે અને જ્યાં સુધી માર્દવ ન આવે ત્યાં સુધી આર્જવ ન આવે. આ રીતે આત્મવિકાસમાં માર્દવનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. જ્યાં સુધી મદ છે, અભિમાન છે ત્યાં સુધી માર્દવ ન આવે. મદ મુખ્યત્વે આઠ પ્રકારના બતાવાય છે.
સ્થાનાગસૂત્રમાં કહ્યું છે :
अट्ठ मयट्ठाणे पण्णते, तं जहा-जातिमए, कुलमए, बलमए रुवमए, तवमए, सुयमए, लाभमए, इस्सरियमए ।
[ આઠ મદસ્થાન કહ્યાં છે, જેમ કે – (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) બલમદ, (૪) રૂપમદ, (પ) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને (૮) ઐશ્વર્યમદ. ]
આ આઠ પ્રકારનાં મદસ્થાન તે મોટાં અને મુખ્ય મુખ્ય છે. ક્યારેક એનાં નામ અને ક્રમમાં ફરક હોય છે.) તદુપરાંત પણ બીજા નાના પ્રકારો હોઈ શકે.
Page #4
--------------------------------------------------------------------------
________________
माणं मद्दवया जिणे ।
૩૧૧
સ્થાનાંગસૂત્રમાં જ કહ્યું છે કે, ‘મારી પાસે નાગદેવતા, ગરુડદેવતા આવે છે.’ અથવા ‘મારું અવિધજ્ઞાન ઉત્કૃષ્ટ પ્રકારનું છે’ – એવો મદ પણ માણસને થઈ શકે છે.
‘રત્નકદંડક શ્રાવકાચાર'માં શ્રી સમંતભદ્રાચાર્યે કહ્યું છે :
ज्ञानं पूजां कुलं जातिं बलमृद्धिं तपो वपुः । अष्टावाश्रित्यमानित्वं स्मयमाहु गतस्मयाः ।।
[ જેમનું માન (સ્મય) ચાલ્યું ગયું છે એવા ભગવાન (ગતસ્મય) જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર અને આઠના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને ‘માન’ કહે છે. ]
એટલે જ શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે :
જાતિ, કુળ, ધન, રૂપ વગેરે ગર્વનાં કારણ બને છે. એવું નથી કે ગર્વને માટે માત્ર એક જ વસ્તુ કારણરૂપ હોય. ક્યારેક જાતિ અને ધન એમ બે મળીને માણસને ગર્વિષ્ઠ બનાવે, તો ક્યારેક ધન અને રૂપ ભેગાં મળીને અભિમાન છલકાવી દે. ક્યારેક એક કે બેથી વધુ કારણો માણસને અહંકારી બનાવી દે છે. એમ કહેવાય છે કે માણસ જ્યાં સુધી પહેલો પુરુષ એક વચન ‘હું’ બોલે છે ત્યાં સુધી સ્વાભાવિક લાગે છે, પરંતુ એ જ્યારે એક વચનના શબ્દને બેવડાવીને કે ત્રેવડાવીને ‘હું-હું’, ‘હું – હું – હું' કરે છે. ત્યારે એમાં અહંકારની ગર્જના સંભળાય છે.
કુળ, ધન, રૂપ, જ્ઞાન ઇત્યાદિનો મદ માણસ કરે છે, પણ ક્યારેક તે ન હોવા માટે માણસ અભિમાન કરે છે. નિર્ધનને ધનવાનની, કદરૂપાને રૂપવાનની કે અજ્ઞાનીને જ્ઞાનીની ઈર્ષ્યા થાય એ એક વાત છે, પણ માણસ પોતાના અજ્ઞાન માટે પણ અભિમાનપૂર્વક વાત કરે અને ભણેલા ભીખ માગે છે એવાં વાક્યો ઉચ્ચારે અથવા કોઈ નિર્ધન માણસ પોતાની નિર્ધનતા માટે ગૌરવ લે અને પૈસાને કૂતરાં પણ સૂંધતાં નથી એવાં એવાં વાક્યો બોલે એવું પણ બનતું જોવા મળે છે. એમાં બે૫૨વાઈનો ભાવ પણ હોય છે. વસ્તુત: ધન વગેરે હોય તો એના હોવાપણાનો અને ન હોય એના ન હોવાનો ગર્વ માણસે ન રાખવો જોઈએ.
માણસને ઉચ્ચ કુળ, ધન, રૂપ, જ્ઞાન, ઐશ્વર્યાદિ મળે છે પૂર્વના શુભકર્મના ઉદયથી, એટલે કે પુણ્યોદયથી એ પ્રાપ્ત થાય છે. પરંતુ એ પ્રાપ્ત થયા પછી એ જ કુળ, જાતિ વગેરે અશુભ ઘાતીકર્મનાં નિમિત્ત ન બને એની સાવધાની જીવે
Page #5
--------------------------------------------------------------------------
________________
૩૧૨
જિનત રાખવાની રહે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે ધન કે માન મેળવવાં એટલાં અઘરાં નથી, પણ મળ્યા પછી એને પચાવવાં ઘણાં જ દુષ્કર છે. મોટા મોટા મહાત્માઓ ક્રોધ વગેરે ઉપર વિજય મેળવે છે. ધન, સ્ત્રી, પુત્રપરિવાર, ઘર ઇત્યાદિનો ત્યાગ એમણે કર્યો હોય છે, પણ એમના ચિત્તમાં લોકેષણા ચોંટેલી રહે છે. પોતે, પોતાનો સમુદાય, પોતાના ધર્મકાર્યો બીજા કરતાં ચડિયાતો રહે તો ગમે, ચડિયાતાં બને એ માટે સરખામણી એમના દિલમાં થતી રહે અને બીજા પાછળ પડી જાય તો અંદરથી રાજી થવાય આવી વૃત્તિ તેઓને રહે છે. વ્યવહહારથી કેટલું કદાચ ઇષ્ટ ગણાતું હોવા છતાં અધ્યાત્મમાર્ગમાં તેવો સૂક્ષ્મ મનકષાય બાધક નીવડે છે.
જીવ ગમે તેટલો શ્રદ્ધાભક્તિવાળો હોય તો પણ અધ્યાત્માથી એને પાછો પાડનાર, સંસારમાં રખડાવનાર કોઈ હોય તો તે આ મુખ્ય ચાર કષાયો છે. કેટલાયે જીવો તત્ત્વની શ્રદ્ધા, દેવગુરુની ભક્તિ, શાસ્ત્રજ્ઞાન ઇત્યાદિ વડે મોક્ષમાર્ગમાં ઘણા આગળ વધે છે, પરંતુ આગળ જતાં કષાયોરૂપી ચાર મોટા અસુરોથી પરાજિત થઈ જાય છે.
ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયો અનુક્રમે ઉત્તરોત્તર વધુ આત્મઘાતક છે. ક્રોધ કરતાં માન-કષાય ભારે છે, પણ તે વધુ સૂક્ષ્મ હોવાથી પોતાને અને બીજાને તેની ખબર જલ્દી પડતી નથી. પોતાના ચહેરા ઉપર માન કરતાં ક્રોધને સંતાડવાનું અઘરું છે. આથી જ માણસ મનમાં અભિમાન કરે અને બહારથી વિનયી હોવાનો દેખાવ કરી શકે છે. સાધકે માનકષાયથી વધુ સાવધ રહેવાની જરૂર છે. વળી સમાજમાં સ્વમાન, સ્વાભિમાન વગેરેની પ્રશંસા થાય છે તથા લોકવ્યવહારમાં માન, સન્માન, અભિવાદન, ખિતાબ, ચંદ્રક વગેરેની પ્રવૃત્તિ ઇષ્ટ મનાય છે. “માન'ની સાથે “પત્ર' શબ્દ જોડાય છે. “માનપત્ર', ‘સન્માનપત્ર જેવા શબ્દો પ્રયોજાય છે. ક્રોધ વગેરેની સાથે પત્ર' શબ્દ જોડાતો નથી. માનવી આગળ “સેતુ” શબ્દ પ્રયોજાય છે. “સન્માન’ શબ્દ, વ્યવહારમાં પ્રશસ્ત ગણાય છે, પણ ક્રોધની આગળ “સ” શબ્દ પ્રયોજાતો નથી. જ્યાં લોકવ્યવહારમાં “માન'ની બોલબાલા હોય ત્યાં સાધક એનાથી પ્રભાવિત થાય એવો સંભવ રહે છે. વસ્તુત: માનસન્માનની પ્રત્યેક પ્રવૃત્તિથી સાધકે વિમુખ રહેવું જોઈએ.
માન પ્રશંસાની સાથે જોડાયેલું છે. પ્રશંસા થતાં માણસમાં રહેલી માનની સૂક્ષ્મ એષણા સળવળે છે. કદાચ તે પોતાના ભાવો પ્રગટ ન કરે તો પણ પોતે
Page #6
--------------------------------------------------------------------------
________________
माणं मद्दवया जिणे ।
૩૧૩ મનમાં સમજે છે અને માન મળતાં મનમાં રાજી થાય છે. પોતાનો રાજીપો ક્યારેક તે શબ્દોમાં કે હાવભાવથી વ્યક્ત કરે છે. પ્રશંસા કરનારની અવહેલના કે અવજ્ઞા ન કરાય એવા સામાજિક વ્યવહારને કારણે પોતાની પ્રશંસા થાય ત્યારે માણસ વિવેક ખાતર તે વિશે આભાર પ્રદર્શિત કરે છે. સણોની અનુમોદના કરવી એ આપણું કર્તવ્ય છે. જે માણસ બીજાના ગુણોનો સ્વીકાર કરતો નથી અને એની અનમોદના કરતો નથી તેનામાં ઈર્ષ્યા, અસૂયા, મત્સર ઇત્યાદિ રહેલાં હોવાં જોઈએ. બીજાના ગુણો, અરે વિપરીત વ્યક્તિના ગુણો જોઈને પણ સાચો પ્રમોદભાવ પ્રગટ થવો જોઈએ. એ આપણું સામાજિક કર્તવ્ય છે અને સાધનાનું પગથિયું છે. આપણી પ્રશંસામાં અતિશયોક્તિ ન હોવી જોઈએ. ખુશામતખોરીમાં તે ન પરિણમવી જોઈએ, આપણા સ્વાર્થમાંથી તે પ્રગટ ન થવી જોઈએ. બીજી બાજુ આપણી પોતાની જ્યારે આવી રીતે પ્રશંસા થતી હોય ત્યારે ફલાઈ ન જવું જોઈએ. જો ફુલાય તો તે પ્રશંસા આપણા માનકષાયની નિમિત્ત બની જાય છે. કેટલીક વાર આપણાં સ્વજનો અને મિત્રો જ આવી પ્રશંસા દ્વારા આપણા માનકષાયનાં નિમિત્ત બને છે. એમ બને ત્યારે વ્યાવહારિક દૃષ્ટિએ જે મિત્ર છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ શત્રુ બને છે, અહિતકર બને છે. પણ બીજાને દોષ દેવાથી શું ? અહિત કરવાના આશયથી તેઓ અહિત કરતા નથી. માટે જે જાગ્રત રહેવાનું છે તે તો પોતે જ, અંદરથી સમત્વ હોય તો આવા પ્રશંસાના પ્રસંગે પણ માણસ નિર્લેપ રહી શકે છે. પ્રશમરતિ'માં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે :
श्रुतशीलविनयसंदूषणस्य धर्मार्थकामविजस्य ।
मानस्य कोऽवकाशं मुहूर्तमपि पंडितो दघात् । શ્રત, શીલ અને વિનય માટે દૂષણરૂપ તથા ધર્મ, અર્થ અને કામમાં વિઘ્નરૂપ એવા માનને ક્યો ડાહ્યો માણસ મુહૂર્ત માટે પણ અવકાશ આપશે ?
કષાયો જીવને અવશ્ય દુર્ગતિમાં, નીચલી ગતિમાં લઈ જાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે :
अहे वयन्ति कोहेणं, माणेणं अहमा गइ ।
माया गइपडिप्वाओ, लोहाओ दुहओ भयं ।। અર્થાત્ ક્રોધ કરવાથી જીવનું પતન થાય છે, માનથી જીવ અધમ ગતિમાં જાય છે. માયાવી માણસની સદ્ગતિ થતી નથી અને લોભ કરનારને આ લોકમાં અને પરલોકમાં ભય ઉત્પન્ન થાય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
૩૧૪
જિનતત્ત્વ વાચક ઉમાસ્વાતિએ પણ કહ્યું છે :
जात्यादि मदोन्मत्तः पिशाचवद भवति दुःख्रिश्चेह ।
जात्यादिहीनतां परभवे च नि:संशय लभते । અર્થાતુ જાતિ, કુળ, ધન, રૂપ, ઐશ્વર્ય વગેરેથી મદોન્મત્ત બનેલા માણસો પિશાચની જેમ દુ:ખ પામે છે. વળી પરભવમાં તેઓ હીન ગતિ, નીચી ગતિ મેળવે છે એમાં સંશય નથી.
હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે : પુર્વ મહું પુનસ્તાન, હીનનિ મતે નર: ! અર્થાત્ માણસ જ જાતિ, કુળ, રૂપ ધન વગેરેનું અભિમાન કરે તો તેવાં કર્મના ફળરૂપે માણસને તે તે વિષયમાં આ ભવે કે ભવાત્તરમાં હીનતા સાંપડે છે.
એટલે માર્દવ ગુણની પ્રાપ્તિ માટે જીવે વારંવાર એવી ભાવના ભાવવી જોઈએ કે પોતાને જે ધન મળ્યું છે તે અનિત્ય છે. પોતાનું રૂપ ગમે તેવું ઉત્કૃષ્ટ હોય તો પણ એક દિવસ એ રૂપ કરમાઈ જશે અથવા એક દિવસ પ્રાણ જતાં એ રૂપને લોકો બાળી નાખશે. આ જીવ કેટલીયે વાર નીચ જાતિમાં જન્મ્યો છે અને ભવાન્તરમાં પણ કદાચ નીચ જાતિ મળે. માટે જાતિ, કુળ વગેરે અનિત્ય છે. કોઈના જાતિ, કુળ, ધન વગેરે અનંતકાળ સુધી રહેવાનાં નથી. જો આ બધું જ અનિત્ય છે, તો પછી તેને માટે નિત્ય એવા મારા આત્માને નીચે શા માટે પાડું? આ રીતે અનિત્યભાવના દ્વારા માર્દવની ભાવનાનું સેવન કરવું જોઈએ.
જ્યાં સુધી જીવને પોતાના દેહ સાથે એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી “હુંપણાનો અથવા “મારાપણા'નો ભાવ એને રહેવાનો. દેહ સાથે સંકળાયેલી સર્વ બાબતો એને પોતાની લાગવાની. એ માટે પ્રિય અપ્રિયનો ભાવ થતો રહેવાનો. એટલે દેહલાવણ્ય, ધનવૈભવ, સત્તા, બુદ્ધિચાતુર્ય ઇત્યાદિ પોતાનાં અને સ્વજનોનાં એને ગમવાનાં. એ માટે એ ગૌરવ અનુભવવાનો. મતલબ કે જ્યાં સુધી દેહ સાથેની તાદાભ્ય બુદ્ધિ જીવને રહે અથવા પરદ્રવ્ય માટે આસક્તિ રહે ત્યાં સુધી માનકષાય એનામાંથી જલદી નીકળે નહીં. ત્યાં સુધી મૃદુતારૂપી આત્મગુણ પરિપૂર્ણ સ્વરૂપે ખીલી ન શકે.
જીવ જ્યારે અંતર્મુખ બને, પોતાના ઉપયોગને અંદર વાળે અને અનુભવ કરે કે માર્દવ મારો સ્વભાવ છે, માનકષાય મારો સ્વભાવ નથી, ત્યારે માનકષાય એને નડતો નથી. માન કે અપમાનની કોઈ પ્રતિક્રિયા એનામાં થતી નથી. પરંતુ જીવ જ્યારે પર્યાયમાં ચાલ્યો જાય છે, વિભાવદશામાં આવી જાય
Page #8
--------------------------------------------------------------------------
________________ 315 माणं मद्दवया जिणे / છે ત્યારે માન અને સન્માન એને ગમે છે અને અપમાન એને ગમતું નથી. અપમાનનો તે બચાવ કે પ્રતિકાર કરવા પ્રયાસ કરે છે. એ જ એની પર્યાયબુદ્ધિ છે. કુંદકુંદાચાર્યે “પ્રવચનસારમાં કહ્યું છે કે પન્નામૂઢ પરસમય એટલે કે જે પર્યાયમાં મૂઢ છે, જે પર્યાયમાં મુગ્ધ છે, આસક્ત છે તે પરસમય છે, તે વિભાવદશા છે. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : न वाहिरं परिभवे, अत्ताणं न समुक्कसे / सुअलाभे न मज्जिज्ज / जच्चा तवस्सि बुद्धिए / /