Book Title: Manam Maddavaya Jine Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ माणं मद्दवया जिणे । - ભગવાન મહાવીર (માનને મૃદુતાથી જીતવું) ભગવાન મહાવીરે દસવૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે : उवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । माया मज्जवभावेण, लोभं संतोसओ जिणे ।। અર્થાત્ ઉપશમથી (ક્ષમાથી) ક્રોધનો નાશ કરવો, માનને મૃદુતાથી જીતવું, માયાને સરળતાના ભાવથી દૂર કરવી અને લોભને સંતોષથી જીતવો. ભગવાન મહાવીર સ્વામીના આ વચનમાં જેમ સાંસારિક જીવન સારી રીતે જીવવાની ચાવી રહેલી છે તેમ અધ્યાત્મમાર્ગનું ઊંડું રહસ્ય રહેલું છે. જીવ મુક્તિપથગામી કેવી રીતે બની શકે તેનું દિશાસૂચન એમાં રહેલું છે. ભગવાનની વાણી કેટલી બધી સરળ અને હૃદયસોંસરવી ઊતરી જાય એવી છે ! કેટલા ઓછા શબ્દોમાં માર્મિક વાત એમણે કરી છે ! આ ચાર વાક્યોને જ માણસ રોજ નજર સમક્ષ રાખે તો પણ એને વર્તમાન જીવનમાં અને મોક્ષમાર્ગમાં કેટલો બધો લાભ થાય ! ભગવાને આ ગાથામાં ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મોટા શત્રુઓને જીતવાની વાત કરી છે. એમાંથી અહીં આપણે ફક્ત “માન' વિશે વિચારણા કરીશું. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયના પ્રત્યેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એમ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે અને તેની છણાવટ શાસ્ત્રગ્રંથોમાં વિગતે થયેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8