Book Title: Manam Maddavaya Jine Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ माणं मद्दवया जिणे । ૩૦૯ ભગવાન મહાવીરે કહ્યું કે મૃદુતાથી માનને જીતો. હવે, તત્ત્વજ્ઞાનથી અનભિજ્ઞ, અધ્યાત્મમાં રૂચિ ન ધરાવનાર પુદગલાનંદી, ભવાભિનંદી સાંસારિક જીવ પ્રશ્ન કરશે કે માનને જીતવાની જરૂરી શી ? માન તો જીવનમાં જોઈએ. સ્વમાન વગર જિવાય કેમ ? સ્વમાન વગરનું જીવન એ તો ગુલામીનું બંધન. વળી માનપ્રશંસા વગેરેથી તો બીજાની કદર થાય છે અને કદર કરવી એ તો સમાજનું કર્તવ્ય છે. માણસને પોતાની સિદ્ધિઓ માટે ગૌરવ થાય એ તો સ્વાભાવિક વૃત્તિ છે. નાના બાળકને પણ પહેલો નંબર આવે તે ગમે છે. માણસને પોતપોતાનાં ક્ષેત્રમાં “ટૉપ ટેનમાં પોતાનું નામ આવે તો પ્રિય લાગે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એવી સિદ્ધિની કદર થાય છે. જો આવી કદર કરવામાં ન આવે તો સમાજ બુઠ્ઠો ન થઈ જાય ? અને માણસ આળસુ, ઉદ્યમરહિત, પ્રમાદી ન બની જાય ? એટલે પહેલી વાત તો એ કે માનને જીતવાની જરૂર શી ? અને બીજી વાત એ કે માનને જીતવા માટે મૃદુતાની જરૂર શી? બીજા કશાથી માનને ન જીતી શકાય ? સામાન્ય માનવીને આવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. જેમની માને નવા નિને ' દૃષ્ટિ ફક્ત સામાજિક અને સાંસારિક સ્તરે જ રહેલી છે અને જેઓ મુખ્યત્વે વર્તમાનને આધારે જ જીવન જીવે અને વર્તમાનને આધારે જ જીવન જીવે અને વર્તમાનથી પ્રભાવિત થાય છે તેઓને ભગવાનનું વચન જલદી નહીં સમજાય. જેઓ ભૂત અને ભવિષ્યનો થોડો વધુ વિચાર કરે છે, જેઓ “હું કોણ છું ?' જીવન પૂરું થતાં મારું શું થશે ? જે જીવો મારી નજર સમક્ષ ચાલ્યા ગયા તે જીવો હાલ ક્યાં હશે ? તેઓને મળેલાં માનપત્રોનું હવે શું કરીશું ? એ કેટલો વખત ટકશે ? આ સંસારમાં જન્મમરણની ભરતીઓટ કેમ ચાલ્યા કરે છે ? દેહથી ભિન્ન આત્મતત્ત્વ જેવું કંઈ છે ? હોય તો એનું સ્વરૂપ કેવું ? એનું લક્ષ્યસ્થાન ક્યું ? એ કેવી રીતે પમાય ?' -- ઇત્યાદિ વિશે વિચાર કરે છે અને તત્ત્વગવેષણા કરવા લાગે છે તેને સમજાય છે કે કંઈક એવું તત્ત્વ છે કે જીવને જન્મમરણના ચક્રમાં પકડી રાખે છે અને કંઈક એવું તત્તવ છે કે જે જીવને મુક્ત બનાવે છે. સંસારચક્રમાં જકડી રાખનારાં તત્ત્વોમાં રાગ અને દ્વેષ મુખ્ય છે. એનો વિગતે વિચાર કરીએ તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય મુખ્ય છે. જે જીવ અધ્યાત્મમાર્ગ ઉપર ચડતો ચડતો છેવટે કષાયોમાંથી મુક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8