________________
પ્રદૂષિત જળ
આપણા પર્યાવરણનું એક મહત્ત્વપૂર્ણ કારક છે પાણી. તે પણ દૂષિત થઈ રહ્યું છે. પીવાલાયક પાણી પણ ઓછું થઈ રહ્યું છે. ઉદ્યોગોના ઝેરીલા રાસાયણિક પદાર્થો, શહેરોની ગટર લાઈનો સીધી નદીઓ સાથે જોડી દેવામાં આવી છે. સમુદ્રી માર્ગથી જઈ રહેલા જહાજોમાંથી કરોડો ટન તેલ ફેલાઈ રહ્યું છે. તે તેલનો પ્રવાહ સમુદ્રનાં પાણીને દૂષિત બનાવે છે. પરિણામે સમુદ્રી જંતુઓનો સંહાર થાય છે. હવાનું પ્રદૂષણ
હવા પણ એટલી દૂષિત થઈ ગઈ છે કે શ્વાસોચ્છવાસની ક્રિયા દ્વારા આપણા શરીરમાં ઝેર પહોંચાડી રહી છે. જે લોકો દિલ્હીના અંદરના ભાગમાં રહે છે, આઈ.ટી.ઓ.ની આજુબાજુ રહે છે, તેઓ બતાવે છે - આ પ્રદૂષણ આંખમાં બળતરા, નાકમાં બળતરા અને આખા શરીરમાં બળતરા ઊભી કરે છે. દિલ્હીમાં લાખો વાહનો દિવસ-રાત દોડી રહ્યાં છે. તેમનાં સાઈલેંસરમાંથી નીકળતો ધૂમાડો, જેમાં કાચની માત્રા અન્ય ધાતુઓની માત્રા કરતા ખૂબ જ વધારે છે– ફેફસાંમાં પહોંચીને માણસના સમગ્ર શરીરને નુકસાન પહોંચાડી રહી છે.
જીવનનાં મુખ્ય ત્રણ સાધન છે – જમીન, જળ અને હવા. આ ત્રણે પ્રદૂષિત થઈ રહ્યાં છે. આ પ્રદૂષણ તરફ ધ્યાન ગયું છે, તેનાથી પણ આગળ ધ્યાન ગયું છે કે ઓઝોનની છત્રીમાં છિદ્ર થઈ રહ્યું છે. તેનાથી ગરમી વધશે, સમુદ્રનું જળસ્તર પણ વધશે, પૃથ્વી ઉપર એટલો બધો ભય વધી જશે કે તેના ઉપર રહેવાનું જ મુશ્કેલ બની જશે. છઠ્ઠો કાળખંડ
જૈન આગમોમાં છઠ્ઠા આરાનું વર્ણન મળે છે. આ એક કાળખંડ છે. અત્યારે પાંચમો કાળખંડ ચાલી રહ્યો છે. છઠ્ઠો આરો પ્રલયકાળ હશે. તે સમયે ઓઝોનની છત્રી છિદ્રોવાળી જ નહિ, પૂરી ધ્વસ્ત બની જશે અને પરાબેંગની કિરણો સીધાં પૃથ્વી પર આવશે. પૃથ્વી એટલી ગરમ થઈ જશે કે તેના ઉપર કોઈ પ્રાણીનું જીવિત રહેવું સંભવ નહિ રહે. પ્રાણી જ નહિ, વનસ્પતિ પણ બળીને ખાખ થઈ જશે. હિમાલયની ગુફામાં રહેનાર કેટલાક લોકો કદાચ બચી જાય અને પાણીમાં કેટલીક માછલીઓ. દિવસ દરમિયાન આગ વરસશે અને રાત્રે તાપમાન શૂન્ય કરતાં પણ ઘણું નીચું થઈ જશે. છઠ્ઠા કાળખંડનું જે ભયજનક વર્ણન મળે છે અને વૈજ્ઞાનિકો
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
s
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૫૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org