Book Title: Mahavirnu Arthashastra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 155
________________ ૧૬. સચિત્ત વિધિ– સજીવ દ્રવ્યોનું પરિમાણ. ૧૭. દ્રવ્ય વિધિ– ખાદ્ય, પીવાલાયક પદાર્થોની સંખ્યાનું પરિમાણ. ભોજન સંબંધી ઉપભોગ-પરિભોગ વ્રતની સુરક્ષા માટે હું આ અતિક્રમણોથી દૂર રહીશ– ૧. સચિત્તાહાર- પ્રત્યાખ્યાન ઉપરાન્ત સચિત્ત વસ્તુનો આહાર કરવો ૨. સચિત્ત પ્રતિબદ્ધાહાર-સચિત્ત સંયુક્ત આહાર કરવો. ૩. અપક્વ ધાન્યનો આહાર કરવો. ૪. અર્ધમાન ધાન્યનો આહાર કરવો. ૫. અસાર ફળ વગેરે ખાવાં. કર્મ (વ્યવસાય)ની દષ્ટિએ પંદર કર્માદાન શ્રમણોપસાક માટે મર્યાદા ઉપરાન્ત અનાચરણીય છે ૧, અંગારકર્મ– અગ્નિકાયના મહારંભવાળું કાર્ય. ૨. વનકર્મ–જંગલને કાપવાનો વ્યવસાય. ૩. શાકટકર્મ– વાહન ચલાવવાનો વ્યવસાય. ૪. ભાટક કર્મ– ભાડાનો વ્યવસાય. ૫. સ્ફોટકર્મ—ખદાન, પથ્થર વગેરે ફોડવાનો વ્યાપાર. ૬. દંતવાણિજ્ય- હાથીદાંત, મોતી, શિંગડાં, ચામડાં, અસ્થિ વગેરેનો વ્યાપાર. ૭. લાલાવાણિજ્ય– લાખ, મીણ વગેરેનો વ્યાપાર. ૮. રસવાણિજ્ય– ઘી, દૂધ, દહીં તથા મધ, માંસ વગેરેનો વ્યાપાર. ૯. વિષવાણિજ્ય- કાચી ધાતુ, સંખિયા, અફીણ વગેરે ઝેરી વસ્તુ તથા અસ્ત્ર-શસ્ત્ર વગેરેનો વ્યાપાર. ૧૦. કેશવાણિજ્ય– ચમચી ગાય, ઘોડા, હાથી તથા ઊન તેમજ રેશમ વગેરેનો વ્યાપાર. ૧૧. યંત્ર પીલનકર્મ– ઈખ, તલ વગેરેને ઘાણીમાં પલવાનો ધંધો. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૫૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162