Book Title: Mahavirnu Arthashastra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 138
________________ દક્ષિણ યાત્રામાં અમે જોયું- સમગ્ર દક્ષિણમાં જૈન ધર્મનો ખૂબ પ્રભાવ છે. ઉત્તર ભારતમાં મહાજને વ્યાપારી જ જૈન છે, જ્યારે દક્ષિણમાં દરેક કોમ જૈન છે. એનું કારણ શું છે? તપાસ કરી તો ખબર પડી ત્યાંના જૈન લોકોએ ખૂબ દુરદષ્ટિથી કામ લીધું. તેમણે એ સંકલ્પ કર્યો જે જૈન હશે, તેને શિક્ષણ, ચિકિત્સા અને રોજગાર બરાબર મળશે. કોઈ ભૂખ્યું નહિ મરે. આનું પરિણામ એ આવ્યું કે સમગ્ર દક્ષિણ જૈન ધર્મ પ્રત્યે આકૃષ્ટ થયું. જૈન લોકો આ દષ્ટિ દરેક જગાએ અપનાવી લે તો ! ઈસાઈ લોકો આવું તો કરે છે. તેઓ અભાવગ્રસ્ત લોકોને પૂરી મદદ કરે છે. પરિણામ સ્વરૂપ તેમણે પોતાની સંખ્યા વધારી લીધી. બીજી બાજુ હિન્દુ એવી આપત્તિ ઊભી કરે છે કે ધર્માન્તરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કેવળ એવું કરવાથી શું થશે? જીવનની પ્રાથમિક આવશ્યકતાઓ પણ જેમની પૂરી નથી થતી, ખોરાક અને કપડાં માટે પણ જે તલસે છે, તેઓ મદદ માટે કોઈ ને કોઈનો તો હાથ પકડશે જ. હમણાં એક ફાઉન્ડેશન બન્યું છે, તેનો ઉદ્દેશ છે- આપણે દરેક માણસને શિક્ષણ, ચિકિત્સા અને આવાસ આપવાનો પ્રયત્ન કરીશું. આ કામ આભાર પ્રાપ્ત કરવાની દષ્ટિથી નહિ, સેવાભાવના અને સાધર્મિક વાત્સલ્યની દષ્ટિથી થશે. જૈન સમાજમાં એક શબ્દ છે સાધર્મિકતા. આ શબ્દને જો આપણે મહત્ત્વ આપીએ તો ઘણું મોટું કામ થઈ શકે છે, બેરોજગારી અને ગરીબી દૂર કરવામાં ઘણી સહાયતા મળી શકે છે. અણુવ્રત ગામ યોજના એક કલ્પના કરવામાં આવી રહી છે અણુવ્રત ગામ યોજનાની. એવાં અણુવ્રત ગામો તૈયાર કરવામાં આવે, જ્યાં કોઈ પણ માણસ બેરોજગાર ન રહે, ભૂખ્યો ન રહે, કોર્ટ-કચેરીમાં ન જાય. બધા જ પ્રામાણિક અને ઈમાનદારીનું જીવન જીવે. આ યોજના થોડી ઘણી પણ સફળ થઈ ગઈ તો આ કેવળ ધર્મની સફળતા નહિ હોય. સમાજની પણ ખૂબ મોટી સફળતા હશે. ધર્મના લોકોએ કહ્યું, ગરીબોને અન્ન ખવડાવો, પુણ્ય મળશે. ગરીબોને ભોજન કરાવીને પુણ્ય કમાવાની આ ઈચ્છા પર આચાર્ય ભિક્ષુએ સખ્ત પ્રહાર કરતાં કહ્યું- કોઈને ભિખારી માનીને તેને અન્ન ખવડાવવું એ પાપ છે. તેને ભાઈ માનીને, કર્તવ્ય માનીને, સહાયતા કરવાની દષ્ટિથી એ કામ કરવામાં આવે અને વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવનાથી કામ કરવામાં આવે તો એના પર નિયંત્રણ લાવી શકાય છે. મહાવીરનું અર્થશાસ્ત્ર : ૧૩૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162