Book Title: Mahavirnu Arthashastra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 128
________________ વાત કેવી રીતે કરશે ? આપણે સિદ્ધ મહાવીરની વાત નથી કરી રહ્યા, સાધક મહાવીરની વાત કરી રહ્યા છીએ. સિદ્ધ મહાવીર અર્થની વાત નહિ કરે. મહાવીર તીર્થકર છે છતાં તે સાધનામાં છે. તે સમયે મહાવીર દરેક વાત કહેવાના અધિકારી છે. આચાર્ય હેમચન્દ્ર લખ્યું છે– एतच्च सर्वं सावद्यमपि लोकानुकम्पया ।। स्वामी प्रवर्तयामास, जानन् कर्तव्यमात्मनः ॥ તીર્થકર ઋષભદેવે યોગાનુકૂલ માર્ગદર્શન આપ્યું– ખેતી કેવી રીતે કરવી જોઈએ, તલવાર હાથમાં કેવી રીતે લેવી જોઈએ, શ્રમ કેવી રીતે કરવો જોઈએ, ઉપાર્જન કેવી રીતે કરવું જોઈએ, વિવાહ કેવી રીતે કરવો જોઈએ- આ બધી બાબતો સમજાવી. તેઓ જાણતા હતા કે આ સાવદ્ય છે, પરંતુ તેમણે આ બધાને સાવદ્ય માનીને પણ પોતાનું કર્તવ્ય સમજીને લોકાનુકમ્પાથી તેનું પ્રતિપાદન કર્યું મહાવીરે પણ આમ જ કર્યું. તેમણે કહ્યું- બધા સાધુ નથી, સાધક નથી, સંસારી છે. તેમનું પથપ્રદર્શન જો આપણે નહીં કરીએ તો કોણ કરશે? મહાવીરે ગૃહસ્થ માટે મહાવ્રતની વાત નથી કહી, અણુવ્રતની વાત કહી છે. ત્યાગની વાત નથી કહી, સીમિત ભોગની વાત કહી છે. આ તેમની અનુકંપા છે. આ દષ્ટિએ મહાવીરનું અર્થશાસ્ત્ર -આ કથનમાં સંગતિ છે. શાશ્વતના પ્રવક્તા વૈજ્ઞાનિક પણ ચિંતક છે અને મહાવીર પણ ચિંતક છે. ક્યારેક ક્યારેક એ જોઈને આશ્ચર્ય થાય છે કે વૈજ્ઞાનિકો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. આશ્ચર્યચકિત કરનારી છે વૈજ્ઞાનિકોની શોધો. અન્તર એક જ છે– વૈજ્ઞાનિકોનું ચિંતન ખૂબ જ ઊંડું હોવા છતાં તાત્કાલિક છે, સૈકાલિક નથી. મહાવીરનું ચિંતન વૈકાલિક છે. વૈજ્ઞાનિકોનું ચિંતન સૈકાલિક હોત તો કિજની વાત ન આવત. જ્યારે ઇચ્છીએ ત્યારે વસ્તુઓને ઠંડી અથવા ગરમ રાખવાનાં મશીનનો આવિષ્કાર ન થયો હોત. આજે તેની વ્યર્થતા સામે આવી ગઈ છે. કારણ કે તે તાત્કાલિક છે, સૈકાલિક નથી. જેટલી પણ વસ્તુઓ વૈજ્ઞાનિકોએ આવિષ્કત કરી છે, મને લાગે છે કે તે તાત્કાલિક છે. થોડાક સમય પછી તેની નિરર્થકતા આપણી સમક્ષ આવી જાય છે. મહાવીરે હજારો વર્ષ પહેલાં જે વાત કહી, તે આજે પણ આપણા માટે ખૂબ કામની છે, આગળ પણ રહેશે. તેમણે યંત્રોના આધારે શોધ નથી કરી, આત્માના - - - - - - - - - - - - - - - - - - - - ''11111111115155 મહાવીરનું અર્થશાસ્ત્ર ઃ ૧૨૭. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162