Book Title: Mahavirnu Arthashastra Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 5
________________ જ માય પ્રામા જે મનુષ્ય અપ્રામાણિક માર્ગે ધન કમાય છે તે વેરભાવ સાથે જોડાણ કરી લે છે. ધનમાં મૂચ્છિત માનવીને ધન સંતોષ નથી આપી શકતું. ધન પાછળ અંધ બનેલ માનવી ભાવસાગર પાર લઈ જનાર માર્ગને જોયા છતાં અણદેખ્યો કરી નાંખે છે. મહાવીરનાં આ સૂત્રો સ્પષ્ટ સંકેત આપે છે. મહાવીર અર્થશાસ્ત્રી નથી, અધ્યાત્મપુરુષ છે. આત્માના અસ્તિત્વને તેમણે પોતાનો આધાર માન્યો છે. અર્થશાસ્ત્રના અભ્યાસનો મુખ્ય વિષય છે : “વસ્તુ'. અધ્યાત્મશાસ્ત્રનો મુખ્ય વિષય છે : “આત્મા.' આત્માનો સંબંધ અપરિગ્રહ સાથે છે. મહાવીર અપરિગ્રહના મહાન વ્યાખ્યાતા છે. અપરિગ્રહની સ્થાપના કરીને તેઓ આકિંચ નું જીવન જીવ્યા. ગૃહસ્થ માનવી અપરિગ્રહી ન બની શકે. જીવન જીવવા માટે ભિક્ષા માંગીને ન ચલાવી શકે. એના માટે મહાવીરે ‘ઇચ્છાપરિમાણ’ - પરિગ્રહના સીમાકરણનું વિધાન રજૂ કર્યું. સીમાકરણથી અર્થશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતો ફળીભૂત થાય છે. આકાંક્ષા અને ઉત્પાદનના અસીમ સંવર્ધનનો સિદ્ધાંત આમ ખૂબ ગમે તેવો - આકર્ષક છે, પરંતુ સ્વાભાવિક નથી અને તેનાં પરિણામો પણ માનવીના હિતમાં નથી. અર્થશાસ્ત્ર આર્થિક સમૃદ્ધિનું શાસ્ત્ર છે અને તેના સીમાકરણનું શાસ્ત્ર એટલે - શાંતિનું શાસ્ત્ર. અસીમ આકાંક્ષા અને શાંતિ વચ્ચે મેળ ન હોઈ શકે. માનવી માટે અર્થોપાર્જન પણ જરૂરી છે. શાંતિના આધારે કદાચ જો આર્થિક વિકાસ સધાય, તો પરિણામસ્વરૂપ, અશાંત મનુષ્ય આર્થિક સમૃદ્ધિથી સુખની અનુભૂતિ નથી પામી શકતો. વર્તમાનની અપેક્ષા છે. આર્થિક જરૂરિયાતોની સંપતિ અને શાંતિ. આ બંનેનો સમન્વય કરવામાં આવે તો જ કંઈક ફળે. બાકી એ કાન્તિક દૃષ્ટિકોણ વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સક્ષમ નથી, તેથી જ સાપેક્ષ દષ્ટિકોણને આધારે આવશ્યકતાની સંપૂતિનું અર્થશાસ્ત્ર અને શાંતિનું અર્થશાસ્ત્ર - બંનેને એકબીજાનાં પૂરક બનાવવાં પડે. સંયમ, ત્યાગ, વિસર્જન, સીમાકરણ જેવા શબ્દો આર્થિક સંપન્નતાનાં સ્વપ્નો જોનારા માનવીને માન્ય નથી. ભોગ, વિલાસ, સુવિધા, આ શબ્દોમાં સંમોહનશક્તિ છે. જે પ્રિય નથી લાગતા, તે જ માનવીના ભવિષ્ય માટે અત્યંત અનિવાર્ય છે. આ અનિવાર્યતાનું જ્ઞાન જ મહાવીર અને તેમના સીમાકરણના સિદ્ધાંતને અર્થશાસ્ત્રના સંદર્ભમાં સમજવાની પ્રેરણા આપે છે. - પૂજ્ય ગુરુદેવે કલ્પના કરી, પ્રકલ્પ અને સંકલ્પ કર્યો. મહાવીરનું અર્થશાસ્ત્રનાં કેટલાંક સૂત્રો પર ચર્ચા થાય, જે માનસિક તનાવ અને પર્યાવરણની સમસ્યા વચ્ચે ઘેરાયેલા માનવીને સાંત્વન આપી શકે, સમસ્યાનું સમાધાન આપી શકે. મહાપુરુષનો સંકલ્પ કોઈપણ જાતની આશા વગરનો, સૌના હિત માટેનો હોવાથી ચરિતાર્થ થઈ ગયો. ચાર સપ્તાહ (તારીખ ૬ ઓગષ્ટથી ૨૮ ઓગષ્ટ- ૧૯૯૪) સુધી દરેક શનિ-રવિ - બે દિવસ ચાલનારો આ ઉપક્રમ વધતી જિજ્ઞાસા અને ઉત્સાહ સાથે સંપન્ન થયો. વાચક માટે ઉપલબ્ધ છે - “મહાવીરનું અર્થશાસ્ત્ર'. મુનિશ્રી ધનંજયકુમારે આ માટે સતત પરિશ્રમ કર્યો છે. મુનિશ્રી મહેન્દ્રકુમારે ખૂબ તત્પરતાથી એક પરિશિષ્ટ તૈયાર કર્યું જેમાં કેટલાક આધુનિક વિચારોનાં વિચારબિન્દુઓનું સંકલન છે. આમાં માનવતાના ભવિષ્યનું પ્રતિબિમ્બ છે, જે કદાચ આકૃતિ પોતાની પ્રતિકૃતિને ઓળખી શકે તો. તા. ૧૧-૯-૧૯૯૪. આચાર્ય મહાપ્રજ્ઞ આધ્યાત્મ સાધના કેન્દ્ર, નવી દિલ્હી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 162