Book Title: Mahavirnu Arthashastra Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 4
________________ આશીર્વચન ઈ.સ. ૧૯૮૭, અમેરિકાનું હોનોલૂલૂ શહેર. હવાઈ વિશ્વવિદ્યાલય શાંતિસંસ્થાન અને ડે વોન જેવા બૌદ્ધ મંદિરના સંયુક્ત ઉપક્રમે એક સંગોષ્ઠિનું આયોજન. સંગોષ્ઠિનો વિષય હતો, ‘બૌદ્ધ પરિપ્રેક્ષ્યમાં શાંતિ.' પંદર દેશોના પ્રતિનિધિઓની હાજરી. હવાઈ વિશ્વ વિદ્યાલયના પ્રાધ્યાપક શ્રી ડૉ. ગ્લેન ડી. પેજના ખાસ આમંત્રણને માન આપીને અમારા પ્રતિનિધિઓનું એક મંડળ ત્યાં પહોંચ્યું. સંગોષ્ઠિમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે અપરિગ્રહ વિષે ભગવાન બુદ્ધે કંઈ કહ્યું હોય તેવો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. આ સંદર્ભમાં શ્રી મહાવી૨ ભગવંતની શી અવધારણા રહી હશે ? ત્યાં ઉપસ્થિત વિદ્વાનોમાં મોટી સંખ્યામાં બૌદ્ધ વિદ્વાનો હતા. સંભવતઃ મહાવીરના દર્શનથી તે પૂરા પરિચિત નહોતા. આવા સમયે અમારામાંથી એક પ્રતિનિધિ ઊભા થઈને બોલ્યા, “ભગવંત મહાવીરે અપરિગ્રહ વિષે ઘણું બધું કહ્યું છે. તેમનો એક ષ્ટિકોણ આવો રહ્યો છે ઃ અસંવિભાગી ન હુ, તસ મોખ્ખો’– જે માણસ અર્થ (નાણાં)નું વિભાજન નથી કરતો, વિસર્જન નથી કરતો, તે મોક્ષને પ્રાપ્ત નથી કરતો.” ફક્ત આ એક જ સૂત્રથી બૌદ્ધ વિદ્વાનો ખૂબ સંતુષ્ટ થયા. સૌકા વિશ્વવિદ્યાલય, ટોક્યો, જાપાનના જે પ્રતિનિધિ ત્યાં હાજર હતા, તેઓ અમારા પ્રતિનિધિને ખાસ આગ્રહ કરીને તેમની સાથે જાપાન લઇ ગયા અને ત્યાં અનેક ગોષ્ઠિઓમાં મહાવીરના જૈન-દર્શન અંગે તેમના વિચારો સાંભળ્યા. મેં જ્યારે આ વાત સાંભળી ત્યારે મનમાં થયું કે પરિગ્રહ અને અપરિગ્રહ વિષયમાં મહાવીરની માન્યતા ઉપર તુલાનત્મક અધ્યયન થવું જોઇએ. તેથી આ વર્ષે અણુવ્રત, પ્રેક્ષાધ્યાન, અને જીવનવિજ્ઞાન પર એકવીસ દિવસીય પ્રવચનો પૂર્ણ થયા બાદ આચાર્ય મહાપ્રજ્ઞજીને કહ્યું, “મહાવીરના વિચારો પર આધારિત અર્થશાસ્ત્રીય દૃષ્ટિકોણથી એક પ્રવચનમાળાનું આયોજન કરીએ.” સંસારમાં અનેક અર્થશાસ્ત્રીઓ છે. તેઓ પોતાના ષ્ટિકોણથી ધારણાઓ-માન્યતાઓ વેપારીવર્ગ અને ગ્રાહકો સુધી પહોંચાડે છે. અર્થ પ્રત્યે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે. ક્યારેક ક્યારેક તો એમ લાગે છે કે અર્થ માનવીની જિંદગી કરતાં પણ વધારે કીમતી બની ગયું છે. અર્થનું અર્જુન, સંગ્રહ, રક્ષણ અને વ્યય આ ચતુષ્ટયી સંતાપનું કારણ બની રહી છે. આવી પરિસ્થિતિમાં પ્રભુ મહાવીરની વિચારધારા કંઇક અંશે પણ માર્ગદર્શક બનશે, તો એક મોટી સિદ્ધિ ગણાશે, આ દૃષ્ટિએ દરેક સપ્તાહનાં બે-બે મુજબ ચાર સપ્તાહનાં પ્રવચનોની નિષ્પત્તિ છે - મહાવીરનું અર્થશાસ્ત્ર'. ગ્રંથનું નામ કંઈક અટપટું જરૂર છે, પરંતુ આમાં ચર્ચેલા વિષયો અર્થશાસ્ત્રીય અવધારણાઓ (અનુમાનો-મંતવ્યો)માં એક માઈલસ્ટોન માર્ગદર્શક અનુસંધાનો - જરૂરથી બનશે, એવો આત્મવિશ્વાસ છે. અર્થશાસ્ત્રીની જેમ જ, રાજનીતિશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વિગેરે બાબતોમાં પણ ભગવાન મહાવીરની અવધારણાઓનો પ્રકાશ સંસારને મળે તે બાબતે પણ શ્રી મહાપ્રજીએ ધ્યાન આપવાનું જ છે અને પોતાના નવા ચિંતનથી જિજ્ઞાસુ માનવીને લાભાન્વિત કરતા રહેવાના છે. • ગણાધિપતિ તુલસી ૧૩-સપ્ટેમ્બર, ૧૯૯૪. આધ્યાત્મ સાધના કેન્દ્ર, છત્તરપુ૨ોડ, મેહરોલી, નવી દિલ્હી - ૧૧૦૦૩૦. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 162