Book Title: Mahavir Foundation 1997 11 London 10th Anniversary
Author(s): Mahavir Foundation
Publisher: Mahavir Foundation

View full book text
Previous | Next

Page 15
________________ મહાવીર ફાઉન્ડેશનનો સંક્ષિપ્ત ઇતિહાસ મહાવીર ફાઉન્ડેશનની શુભ સ્થાપના દશ વર્ષ પહેલાં થઈ હતી. આ સ્થાપના પાછળનો ટૂંક ઈતિહાસ આ પ્રમાણે છે. અમે થોડા મિત્રો શ્રી હસમુખભાઈ ગાર્ડીને ત્યાં એનપોરમાં નિયમિત મળતાં હતાં અને ખાસ તો પર્યુષણ પ્રસંગે સાથે મળીને પ્રતિક્રમણ કરતાં હતાં. આમ બે ત્રણ વર્ષ ચાલ્યું અને અમે સહુ એકબીજાની વધારે નજીક આવ્યાં હતાં. આમાંના મુખ્ય નામો આ પ્રમાણે છે- શ્રી હસમુખભાઈ ગાર્ડ, શ્રી ચીફ મંડારી, શ્રી મનસુખભાઈ શાહ, શ્રી પ્રવિણભાઈ શાહ, અને શ્રી વિનોદ કપાસી તથા શ્રી નરોત્તમ શાહ, શ્રી પ્રકાશભાઈ શાહ, મિલનભાઈ વિરાણી વગેરે હતાં. આમાં શ્રી વનમાળીભાઈ મહેતા, સુરેશભાઈ કોઠારી, પરેશભાઈ મહેતા, ઉદય શાહ પણ સામેલ થયાં હતાં. આ બધા સભ્યો સાથે તેમના કુટુંબીજનો પણ સક્રિય ભાગ લેતાં હતાં. આ રીતે શુભ પ્રસંગોની ઉજવણી થતી હતી. આ બાદ અમને લાગ્યું કે પર્યુષણ દરમ્યાન જે કંઈ નાનકડી રકમ ભેગી થતી હતી તે માટે બેંકમાં ખાતુ ખોલાવવાની જરૂર છે. આથી અમે જિનાલય સમિતિના નામથી ખાતુ ખોલાવ્યું હતું. પ્રવૃત્તિઓ વધવા લાગી એટલે શ્રી વિનોદ કપાસીના નિવાસ સ્થાને મળેલી મિર્ટીગમાં સંસ્થા સ્થાપીને તેનું ચેરીટી રજીસ્ટ્રેશન કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, સંસ્થા માટે બે નામ સૂચવવામાં આવ્યાં (૧) મહાવીર ફાઉન્ડેશન અને (૨) અહિંસા ફાઉન્ડેશન, થોડી ચર્ચા બાદ મહાવીર ફાઉન્ડેશન નામ સ્વીકારવામાં આવ્યું. આ મીટીંગમાં વિનોદ કપાસીએ ભાર પૂર્વક કહ્યું કે આ દેશમા જૈન શિક્ષણ મળે તે હેતુથી આ સંસ્થાએ કામ કરવું જોઈએ વળી આપણે એક દેરાસર બાંધીએ તે માટે પ્રયત્નો કરવા જોઈએ. આ બે મુખ્ય મુદ્દાઓને અનુલક્ષીને સંસ્થા સ્થાપવી તેમ નક્કી થયું. જો કે સંસ્થાનું બંધારણ એવી રીતે કરવું કે બીજી પ્રવૃત્તિઓ પણ જરૂર પડયે થઈ શકે. મનસુખભાઈ શાહે તથા હસમુખભાઈ ગાર્ડીએ બંધારણ ઘડવામાં ઉપયોગી ભાગ ભજવ્યો અને તેમણે સંસ્થાને ચેરીટી સંસ્થા જ નહીં પણ લીમીટેડ કંપનીનું સ્વરૂપ આપ્યું. આમ ૧૯૮૭માં મહાવીર ફાઉન્ડેશનને રજીસ્ટ્રેશન મળ્યું અને વિધિવત સ્થાપના થઈ. આ બાદ પણ પર્યુષણની ઉજવણી તો પહેલાની જેમ જ બલ્ક બમણા ઉત્સાહથી ચાલુ રહી. વધારે પ્રમાણમાં લોકો આવવા લાગ્યા. વળી અમારા સદભાગ્યે મોટરોઝ કેસર, ઈલીંગ રોડ પર એક દુકાનની ઉપર અમને જગ્યા વાપરવા માટે મળી તેમાં અમે ઘર દેરાસર બનાવરાવ્યું અને ભકિત કરવાં લાગ્યાં. ઘર દેરાસર માટે મહાવીર સ્વામીની મૂર્તિ શ્રી ચીફ ભંડારીજીએ ખાસ મંગાવી આપી અને તેની ત્યાં સદગત ચંચળબેન મહેતા તરફથી સ્થાપના કરવામાં આવી આ દેરાસરમાં અમે સહુ દર રવિવારે મળતાં હતાં અને ભકિત કરતાં હતાં. દર રવિવારે વિનોદ કપાસી બાળકોને થોડું શિક્ષણ પણ આપતાં હતાં, બે વર્ષ બાદ આ જગ્યા ડીમોલીશ કરવા માટે અને ત્યાં ફલેટસ બાંધવા માટે કોઈ ડેવલપરે નક્કી કર્યું એટલે અમારે તે ખાલી કરવી પડી. આ પછી એક વર્ષ બાદ ઈગ રોડ પર વેણીસન્સના સાડીના સ્ટોર પર અમને કામચલાઉ ધોરણે જગ્યા મળી હતી અને ત્યાં પણ છ મહિના માટે દેરાસર કર્યું હતું. સંસ્થાના બીજા ભાઈ બહેનોનો સહકાર પણ મળવા લાગ્યો. શ્રી ઈન્દુભાઈ દોશી, ચંદ્રકળાબેન પટવા, દક્ષાબેન દોશી, જયેશભાઈ શાહ, ધીરૂભાઈ ખોના તથા પ્રફુલભાઈ વોરા, ડી.આર. શાહ જોડાયા હતાં. આ બાદ એક વાર શ્રી ભરત મહેતા પણ સેક્રેટરી તરીકે જોડાયા હતાં પણ તેમનું નાની વયમાં જ કરૂણ મૃત્યુ થયું હતું. બે વર્ષ માટે શ્રી 13 Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68