Book Title: Mahavir Foundation 1997 11 London 10th Anniversary
Author(s): Mahavir Foundation
Publisher: Mahavir Foundation

View full book text
Previous | Next

Page 45
________________ ADOPT THE DERASAR' SCHEME Our derasar was opened two years ago and nearly 350 to 400 people do darshana here each week Our annual running expenditure is approximately £10,000. Mahavir Foundation has devised a scheme for the maintenance of the property. We are looking for families who can “Adopt” the Derasar for one day (any date you choose) in a year. You can choose a date, it could be the date which you remember in your life (eg. it could be the date which carries memories of your nearest and dearest ones) You give this date to us and on this fixed date every year... the Derasar is like your property. You come with your family and friends, worship here, do Aarti and Mangal divo, Chaitya Vandan, pooja, bhakti and generally look after it like your own place. We will display your name on the board together with the date you give us. This way we hope to have 365 days alloocated to various persons. We ask £501. for this KAYAMI TITHI . Your name is to be permanently displayed even if we move in a larger premises. Those not wishing to take up the KAYAMI TITHI, can adopt the Derasar for one day in a particular year for just £51 (subject to availibility) Please come forward and ADOPT THE DERASAR for atleast one day in a year. લંડનમાં દીક્ષાર્થી બહેનોનું ભવ્ય સન્માન મહાવીર ફાઉન્ડેશન, લંડનના ખાસ આમંત્રણને માન આપી, લીંબડી અજરામર સંપ્રદાયના પૂજય ઉજ્જવળકુમારીબાઈ શ્રી મહાસતીજી પાસે દીક્ષાભ્યાસ કરતાં નીચેના ત્રણ દીક્ષાર્થી બહેનો ભારતથી ૧૯૭ના વર્ષના પર્યુષણ પ્રસંગે લંડન આવ્યાં હતાં. જસવંતીબેન નરશી છાડવા (૨૪ વર્ષ), યામીનીબેન પ્રેમજી ગાલા, (૨૫ વર્ષ) , નીતાબેન પ્રેમજી ગાલા (૩૨ વર્ષ) આ ત્રણેય બહેનોનું લંડનમાં વરઘોડો કાઢીને ખાસ સન્માન કરવામાં આવેલ હતું અને ૩૧મી ઓગસ્ટ ૧૯૭ રવિવારે કડવા પાટીદાર હોલ કેરેન ખાતે બધી સંસ્થાઓના પ્રેસીડેન્ટસ તરફથી સ્ટેજ પર અભિવાદન કરીને ત્રણેય બહેનોને સંઘનું માનપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી વિનોદભાઈ કપાસીએ જણાવ્યું હતું કે દીક્ષાર્થી બહેનોનું સન્માન એટલે જૈન પરંપરાનું સન્માન આ બહેનોનું સન્માન કરીને અમે અહીંના જૈનોને દીક્ષાના કઠિન માર્ગ વિષે સમજાવ્યું છે અને સંયમના માર્ગે યથાશક્તિ પ્રયાણ કરવાની પ્રેરણા આપી છે. મહાવીર ફાઉન્ડેશને એ બતાવી આપ્યું છે કે અહીં દેરાવાસી કે સ્થાનકવાસીના ભેદ નથી પરંતુ ભગવાન મહાવીરના જૈન શાસનમાં સહુ તેમના અનુયાયીઓ છે અને એક ધ્વજ નીચે સંગઠિત છે. સહુ પોતાની રીતે ધર્મધ્યાન કરીને ઐક્ય અને ભાઈચારાનું સુંદર દ્રષ્ટાંત પૂરું પાડે છે. બહેનોએ સન્માનના જવાબમાં ભાવવાહી ભાષામાં તેમને નાની ઉંમરમાં વૈરાગ્યની ભાવના કઈ રીતે ઉત્પન્ન થઈ તે વિષે તથા કૌટુંબિક સંબંધોની અસારતા વિષે સમજાવ્યું હતું અને ભગવાન મહાવીરના ઉપદેશ વિષે મનનીય વાત કરી હતી. દીક્ષાર્થી બહેનોના અહીંના નિવાસ દરમ્યાન તેઓ અનેક ભાઈ બહેનોના આમંત્રણનો સ્વીકાર કરીને તેમના ઘરે ગયાં હતાં અને અન્ય સ્થળોએ પ્રવચનો પણ આપ્યાં હતા. મહાવીર ફાઉન્ડેશન તરફથી તેમને જયારે વિદાયમાન આપવામાં આવ્યું ત્યારે શ્રી લબડી અજરામર સંપ્રદાય દ્વારા સંચાલિત સુરેન્દ્રનગરના કેળવણીના કાર્ય માટે અને સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ માટે રૂપિયા ૧૫૦, ૦૦૦ (દોઢ લાખ)નો ચેક તેમને અર્પણ કરવામાં આવ્યો હતો. Jain Education International 2010_03 43 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68