Book Title: Mahavir Foundation 1997 11 London 10th Anniversary
Author(s): Mahavir Foundation
Publisher: Mahavir Foundation

Previous | Next

Page 28
________________ જન્મ થવાનો હોય છે ત્યારે માતા આ ૧૪ સ્વપ્રોમાંથી કોઇપણ સાત સ્વપ્ન જૂએ છે. જ્યારે બળદેવનો જન્મ થવાનો હોય છે ત્યારે માતા આ ૧૪ સ્વપ્રોમાંથી કોઈપણ ચાર સ્વપૂ જૂએ છે જ્યારે માંડલિકનો જન્મ થવાનો હોય છે ત્યારે માતા આ ૧૪ સ્વપ્રોમાંથી કોઈપણ એક જ સ્વપ્ર જૂએ છે. ત્રિશલા મહારાણીએ તો ચૌદ સ્વપ્રો જોયાં છે. તે ખૂબજ મંગળમય કલ્યાણકારી, ઉમદા, ભાગ્યવંત આરોગ્ય, બુદ્ધિ અને દીર્ધાયુષ્ય બક્ષનાર છે. એનાથી રિદ્ધિ સિદ્ધિ, સુખ સગવડો, મિત્રો અને રાજ્યની વૃદ્ધિ થશે અને નવ માસ સાડાસાત દિવસ અને રાત બાદ તેમની કુક્ષિએ પુત્ર રત્નનો જન્મ થશે. આ પુત્ર કુળ દીપક હશે. યશ, કીર્તિ અને ઘન-ઘાન્યની વૃદ્ધિ કરાવનાર હશે. આનંદ-મંગળની પ્રાપ્તિ કરાવનાર હશે. તે સર્વાગ સંપૂર્ણ અવયવો યુક્ત, સારા લક્ષણો વાળો, ચંદ્ર જેવી શીતળ કાંતિ વાળો, આનંદમય અને સુંદર હશે. યુવાન વયે તે શૂર અને વીર થશે. સર્વ પ્રકારનું જ્ઞાન સંપાદન કરો, અને મહાન લશ્કરવાળો, સર્વ પ્રકારનાં વાહનો અને સાધનો વાળો બની વિશાળ રાજ્યસત્તા ધારણ કરશે. અથવા તો એ આધ્યાત્મિક પ્રગતિના પંથે વિચરી, ત્રિ- જગતનો નાયક થશે, ધર્મપ્રવર્તક કરો, તીર્થંકર થશે, જિન થશે. આ પ્રકારનાં વચનો સાંભળીને સિદ્ધાર્થ રાજા અને ત્રિશલારાણી ખૂબજ પ્રસન્ન થયાં. જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાત્ર- કુળમાં પ્રવેશ્યા ત્યારે જ્ઞાત્ર કુળમાં ઘન ઘાન્ય, સોના ચાંદી અને રાજ્ય તથા સીમાડાઓ, સાધન સગવડો, વાહનો, યશ અને કીર્તિની વૃદ્ધિ થઈ. આ પ્રકારે રિદ્ધિ સિદ્ધિની વૃદ્ધિ થતાં જ શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતાએ નિર્ણય કર્યો કે આ ધ ન ધાન્ય, સુખ-સગવડો, મહેલો, રત્નો અને સોના-ચાંદીની વૃધ્ધિ જેના કારણે થઈ છે તે લક્ષમાં લઈને જન્મનાર બાળકનું નામ વર્ધમાન રાખવું શ્રમણ ભગવાન મહાવીર જ્યારે ત્રિશલા માતાના ગર્ભમાં હતા ત્યારે તેમણે માતૃભક્તિ અને માતૃપ્રેમથી પ્રેરાઈને એમ વિચાર્યું કે જો હું ગર્ભમાં વધુ હલન - ચલન કરીશ તો માતાને દુઃખ થશે અને પીડા થશે એટલે તેમણે સૂક્ષ્મ અને પરમ અહિંસાની ભાવનાથી હલન ચલન સંપૂર્ણ બંધ કરી દીધુ. પરંતુ આમ હલન ચલન બંધ થતાં જ ત્રિશલા માતાને અત્યંત ચિંતા થઈ. ગર્ભમાંના બાળકનું શું થયું હશે ? શા માટે કોઈ પ્રકારનું હલન ચલન થતું નથી ? શું કોઈએ ગર્ભહરણ કર્યું હશે ? આમ વિચાર આવતાં જ ચારે તરફ સહુ ચિંતાનો સાગરમાં ડૂબી ગયા. આનંદ, ઉલ્લાસ, મંગળગીતો અને મંગળ ધ્વનિ ઓ શાંત થઈ ગયો. શ્રમણ ભગવાન મહાવીરને માતાની આ અવસ્થાની જાણ થતાં જ તેમણે પુન: ગર્ભમાં માતાને દુ:ખ ન થાય એમ શાંતિથી થોડું હલન-ચલન કર્યું. આમ હલન ચલન થતાં જ ત્રિશલા રાણીને હૈયે શાંતિ થઈ. તેમને ખાત્રી થઈ કે ગર્ભમાં બાળક સલામત છે અને હવે ચિંતાને માટે કોઈ કારણ નથી. એ જ સમયે શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં ચિંતવન કર્યું કે જયાં સુધી મારા માતા પિતા જીવંત હશે ત્યાં સુધી હું ગૃહ ત્યાગ નહીં કરું. દીક્ષા નહીં લઉં. આ દિવસો પછી ક્ષત્રિયાણી ત્રિશલાએ આનંદમાં દિવસો વીતાવ્યા. દાન અને દયાના કાર્યો કર્યા. સુયોગ્ય અને સુખકર આહાર વિહાર કર્યા. તેણે કાલેણં,તેણે સમએણે ૯ માસ, સાડા સાત દિન અને રાત્રી બાદ ચૈત્ર સુદ ૧૩ ના શુભ દિવસે. ઉત્તરા ફાળુની નક્ષત્રમાં, જ્યારે સર્વત્ર આનંદ મંગળ પ્રવર્તતા હતાં. સહુના દિલમાં હર્ષોલ્લાસ હતાં ત્યારે ત્રિશાલા રાણીની કૂખે શ્રમણ ભગવાન મહાવીરનો સંપૂર્ણ આરોગ્યમય અવસ્થામાં જન્મ થયો સ્વ. શ્રી લાલચંદભાઈ મહેતા. સ્વ. શ્રી લાલચંદભાઈ મહેતા. એક અગ્રણી સમાજ | સેવક અને મહાવીર ફાઉન્ડેશનના શુભેચ્છક હતાં તેમણે અનેક પ્રસંગોમાં મહાવીર ફાઉન્ડેશનના કાર્યોમાં અનન્ય મદદ કરી હતી. આ પ્રસંગે અમે તેમને યાદ કરીને તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરીએ છીએ. સ્વ. શ્રી હસુખભાઈ મહેતા સ્વ. શ્રી હરસુખભાઈ મહેતાએ મહાવીર ફાઉન્ડેશનના કાર્યમાં વિશિષ્ટપણે ફાળો આપીને અમને ઋણી) | બનાવ્યાં છે. આ પ્રસંગે અમે તેમને યાદ કરીને તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરીએ છીએ, 26 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68