Book Title: Mahavir Foundation 1997 11 London 10th Anniversary Author(s): Mahavir Foundation Publisher: Mahavir FoundationPage 20
________________ રવ. શ્રીમતી ચંચળબેન શાંતિલાલ મહેતા: ' (મહાવીર ફાઉન્ડેશનના એક અનન્ય શુભેચ્છક ચંચળબેનનું તાજેતરમાં અવસાન થયું છે. તેમની જીવન ઝરમર સદગત ચંચળબેનનો જન્મ સૌરાષ્ટ્રના જોડીયા ગામે ૧૯૧૭ની સાલમાં થયો હતો. પિતા અમૃતલાલ માવજી મહેતા, માતા મણીબેન નથુભાઈ ગાંધી.. તેમના લગ્ન સદગત શ્રી શાંતિલાલ મનસુખલાલ મહેતા (પાળીયા મીયાણા) સાથે ૧૯૩૨માં થયા હતા. શ્રી શાંતિલાલભાઈ કંપાલા, યુગાન્ડામાં જમાલ વાલજીને ત્યાં નોકરીમાં જોડાયા હતા અને સ્વતંત્ર કાપડની દુકાન ચલાવતાં હતાં. શ્રી શાંતિલાલભાઈ ધર્મપ્રેમી, વિનયી અને ન્યાય નીતિવાળા, આનંદી સ્વભાવના સદગૃહસ્થ હતાં, સદગત ચંચળબેન પણ સંસ્કારી, ઘર્મરૂચિવાળા અને સરળ સ્વભાવના ગૃહિણી હતાં, ત્યારના સંજોગો પ્રમાણે તેઓ સાત્વિક, કરકસર યુકત જીવન જીવતાં હતા. પતિ પત્ની બંને અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં હતા. પૂ શ્રી શાંતિભાઈ ઘરે પ્રતિક્રમણ પણ ભણાવતાં હતા. સદગત ચંચળબેન ખુબજ ધર્મનિષ્ઠ હતા અને જૈનધર્મના આચાર પ્રમાણે અનેક તપશ્ચર્યા પણ કરતાં હતા. તેમણે ખીર સમુદ્ર પણ કરેલ, તેમને શિક્ષણની પ્રવૃત્તિમાં પણ ખુબજ રસ હતો અને ધાર્મિક પુસ્તકો છપાવવામાં રસ લેતાં હતાં સાંસારિક ક્ષેત્રે તેમણે પોતાના પુત્રોના ઉછેરમાં તથા વ્યવહારમાં પોતાના કર્તવ્યનું સુંદર રીતે પાલન કર્યું. તેમણે પોતાના ચારેય પુત્રોને મમતાથી ઉછેરી, તેમનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું. ૧૯૫૧માં શાંતિલાલભાઈએ ભાગીદારીમાં કાપડનો વેપાર શરૂ કર્યો. ૧૯૫૫માં મોટા પુત્રો હરસુખભાઈ અને પ્રવીણભાઈને અભ્યાસ અર્થે ઈન્ગલેન્ડ મોકલ્યાં. એ વખતની આર્થિક સ્થિતિ જોતા આ મોટું સાહસ હતું.. માતા પિતાના આશીર્વાદથી તેમના ચારેય પુત્રો લંડન યુનીવર્સીટીની ડીગ્રી પ્રાપ્ત કરી શક્યા. ૧૯૫ત્ના મે માસમાં શ્રી શાંતિલાલભાઈ ટૂંકી બિમારીમાં હાર્ટએટેકથી અવસાન પામ્યાં. એ સમયે હરસુખભાઈ અને પ્રવીણભાઈને ડીગ્રી કોર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં હતાં, પૂ. ચંચળબેન માટે આ કારમો આઘાત હતો. પરંતુ સમતા રાખી, હિંમત રાખી તેમણે કર્તવ્યની મશાલને જલતી રાખી. તેમણે પોતાના જીવનમાં આધ્યાત્મિક પ્રકારની ઝાંખી કરી અને સહદયતા, સરળતા અને સંયમને અપનાવીને પ્રભુમય જીવન શરૂ કર્યું. શાંતિભાઈના અવસાન બાદ જયસુખભાઈએ ભણતા ભણતા બઘો ભાર ઉપાડી લીધો. એ બાદ એક વર્ષ પછી સદગત હરસુખભાઈએ પૂરો ભાર ઉપાડી લીધો.. પૂ. ચંચળબેને પોતાના ચારેય પુત્રોને પરણાવ્યા અને એક વિશાળ વટવૃક્ષને પોતાના ગ્રેહથી સિંચન કરતા રહ્યા. પૂ. પુષ્પાબેન તથા શ્રીમતી કોકિલાબેન, શ્રીમતી ઈલાબેન તથા શ્રીમતી સુધાબેન એમ ચારેય પુત્રવધુઓ માટે તેઓ સાસુ નહીં પરંતુ માતુશ્રી બનીને રહ્યા.દરેક વહુને પોતાની દીકરી તરીકે અપનાવી અને તેના પ્રતિભાવમાં દરેકે ચંચળબેનને પોતાના સાચા બાથીયે વિશેષ બા બનાવ્યા. તેમના પુત્રો સદગત હરસુખભાઈ, તથા સર્વશ્રી પ્રવીણભાઈ જયસુખભાઈ અને કુમુદભાઈ તથા પુત્રી સમાન ચારેય પુત્રવધુઓ પ્રત્યે તેમણે અનન્ય એહ દાખવીને માતૃપ્રેમ આપ્યો. એમના આર્શીવાદથી એમના કુટુંબે સામાજિક, ધાર્મિક ક્ષેત્રે ખુબજ પ્રગતિ કરી છે. પૂ. ચંચળબેને છેલ્લા સાત વર્ષથી સંસારના રાગદ્વેષનો ત્યાગ કરી, પૂ. કૃપાળુ દેવ કથિત માર્ગ પર, પૂ. બાપુજીના આશીર્વાદથી આધ્યાત્મિક માર્ગે ખુબજ ઉન્નતિ કરી. તેમણે બ્રિટનમાં અનેક સંસ્થાઓને પોતાના શુભ આર્શીવાદથી સહકાર અને પ્રેરણા આપ્યાં. હવે ૮૧ વર્ષની વયે અચાનક તા ૧૭-૧૦-૯૭ના રોજ ટૂંકી બિમારી ભોગવી આપણી વચ્ચેથી તેમણે વિદાય લીધી છે. પ્રભુનો જાપ કરતાં, ગુરુને હાથ જોડી, તેમણે નશ્વરદેહનો ત્યાગ કર્યો છે. દેહ છોડયો છે. પ. પૂપરમાત્મા આ ઉચ્ચકક્ષાના જીવને શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના. # શાંતિ: શાંતિ: શાંતિ: Jain Education Intemational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68