Book Title: Mahavir Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ ભગવાન મહાવીર [ ર૦૫ ' 'ચિત્ર અને મૂર્તિના દાખલાને આપણે જીવનકથામાં લાગુ પાડી વિષે પણ કરીએ તે મારે મૂળ મુ રૂપષ્ટ થશે. જેમાં ભગવાન મહાવીર જેવા ધર્મપુરુષનું જીવન વર્ણવાયેલું હોય તેવા કેઈ પણ એક કે વધારે પુસ્તકને વાંચી-સાંભળીને આપણે તેમના જીવનને પરિચય સાધીએ ત્યારે મન ઉપર જીવનની છાપ એક પ્રકારની ઊઠે છે. બીજી વાર એ જ વાંચેલ જીવનના વિવિધ પ્રસંગે વિશે વધારે મનન કરીએ અને તે વિશે ઊઠતા એકેએક પ્રશ્નને તર્ક. બુદ્ધિથી તપાસીએ ત્યારે પ્રથમ માત્ર વાચન અને શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલ જીવનપરિચય ઘણી બાબતમાં નવું રૂપ ધારણ કરે છે. તે પરિચય પ્રથમના પરિચય કરતાં વધારે ઊંડો અને સટ બને છે. મનનની આ બીજી ભૂમિકા શ્રવણની પ્રથમ ભૂમિકામાં પડેલ અને પિષાયેલ શ્રદ્ધા સંસ્કાર સામે કેટલીક આબમાં બંડ કરવાની પ્રેરણા પણ આપે છે. શ્રદ્ધા અને બુદ્ધિની અથડાંમણેના આવા ને પરિણામે જિજ્ઞાસુ એ દૂધમાંથી મુક્ત થવા વધારે પ્રયત્ન કરે છે. તેને પરિણામે જિજ્ઞાસુ હવે તથ્યની શેધમાં ઊંડે ઊતરે છે. પ્રથમ તેણે એકાદ જે સર્વમાન્ય કે બહુમાન્ય જીવનકથા વાંચી–સાંભળીને શ્રદ્ધા પિપી કે તેવા એકાદ જીવનકથાના પુસ્તક ઉપરથી અનેકવિધ તર્ક વિત કર્યા હોય, તે પુસ્તકનું મૂળ જાણવા જ હવે તે પ્રેરાય છે. તેને એમ થાય છે કે જે પુસ્તકને આધારે હું જીવન વિશે વિચારું છું તે પુરતમાં વર્ણવેલ પ્રસંગે અને બીનાઓના મૂળ આધારે શા શા છે ? કયા અસલી આધારે ઉપરથી એ જીવનકથા આલેખાઈ છે? આવી જિજ્ઞાસા તેને જીવનકથ ની અસલી સામગ્રી શોધવા અને પ્રાપ્ત થતી સામગ્રીનું પરીક્ષણ કરવા પ્રેરે છે. આવા પરીક્ષણુને પરિણામે જે જીવનકથા લાધે છે, જે ઇષ્ટ પુરુષના જીવનને પરિચય પ્રાપ્ત થાય છે તે પહેલી શ્રવણ અને બીજી મનન કે તર્કની ભૂમિકા વખતે પ્રાપ્ત થયેલ પરિચય કરતાં અનેકગણું વધારે વિશદ, સટ અને પ્રમાણ હોય છે. સંશોધન કે નિદિધ્યાસનની આ ત્રીજી ભૂમિકા એ કાંઈ જીવનનું પૂરેપૂરું રહસ્ય પામવાની છેલ્લી ભૂમિકા નથી. એવી ભૂમિકા તે જુદી જ છે, જેને વિશે આપણે આગળ વિચારીશું. મેં ભગવાન મહાવીરના જીવન વિશે કલ્પસૂત્ર જેવાં પુસ્તકો વાંચી તેમ જ સાંભળીને જન્મપ્રાપ્ત શ્રદ્ધા-સંસ્કારે પિધેલાં. મારી એ શ્રદ્ધામાં ભગવાન સિવાય બીજા કોઈ પણ ધર્મપુરૂષનું સ્થાન ન હતું. શ્રદ્ધાને એ કાળ જેટલા - નામ અને સાંકડો તેટલે જે તેમાં વિચારને પ્રકાશ પણ શેડો હતો, પણ ધીરે ધીરે શ્રદ્ધાની એ ભૂમિકામાં પ્રશ્નો અને તર્કવિતર્કો રૂપે બુદ્ધિના ફણગા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8