Book Title: Mahavir Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ ૧૮૦ ] દર્શન અને ચિંતન જ મહાસત્યની સાધના પૂરી કરવી એ એમના અનેકાન્તની ખાસિયત છે. મારા મન ઉપર નિદિધ્યાસનની ત્રીજી ભૂમિકાને પરિણામે મહાવીરનું જે ચિત્ર અંકિત થયું છે કે જે મૂર્તિ ઘડાઈ છે તેની ભિત્તિ શ્રદ્દા અને બુદ્ધિના સમન્વય માત્ર છે. આ શ્રાના ચોકાની સંકીણ તા સાધનને પરિણામે ભૂંસાઈ ગઈ. એનું વર્તુળ એટલું અધુ વિસ્તર્યું છે કે હવે તેમાં જન્મગત સંસ્કાર પ્રમાણે માત્ર મહાવીરને જ સ્થાન નથી રહ્યું, પણ તેમાં મહાવીર ઉપરાંત તેમના પ્રતિસ્પર્ધી ગણાયેલ કે નહિ ગણાયેલ એવા દરેક ધ પુરુષ સ્થાન પામ્યા છે. આજે મારી શ્રદ્દા કાઈ પણ ધમ પુરુષતા બહિષ્કાર કરવા જેવી સંકીણું નથી રહી, અને બુદ્ધિ પણ કાઈ એક જ ધર્મપુરુષના જીવનની જિજ્ઞાસાથી કૃતાતા નથી અનુભવતી, જે કારણે શ્રદ્ધા અને મુદ્દે મહાવીરની આસપાસ ગતિશીલ હતાં, તે જ કારણે તે બન્ને મુદ્દે, કૃષ્ણ, ક્રાઇસ્ટ વગેરે અનેક અતીત સતાની આસપાસ ગતિશીલ રહે છે. સાધન અને નિદિધ્યાસનની ભૂમિકાએ જ મારા મન ઉપર ગાંધીજીની વ્યાપક અહિંસા અને અનેકાન્તદૃષ્ટિની પ્રતિષ્ઠાને પૂરા અવકાશ આપ્યો છે. મને ગમે ત્યાંથી સદ્ગુણુ જાણવા અને પામવાની પ્રેરણા મૂળે તા મહાવીરના જીવને જ અર્પી છે. આ ઉપરથી હું કહેવા એ ઇચ્છું છું કે કોઈ પણ મહાપુરુષના જીવનને માત્ર ઉપર ઉપરથી સાંભળી, તે ઉપર શ્રદ્ધા પાષવી અગર માત્ર તર્કબળથી તેની સમીક્ષા કરવી એ જીવનવિકાસ માટે પૂરતું નથી. એ દિશામાં પ્રગતિ કરવા ઈચ્છનારે શ્રવણ-મનન ઉપરાન્ત નિદ્રિધ્યાસન પણ કરવું આવશ્યક છે. મારે કબૂલ કરવું જોઈએ કે સંશોધનકામાં ગમે તેટલો શ્રમ કર્યો છતાં હજી મારી એ ભૂમિકા સાવ અધૂરી જ છે. એના પ્રદેશ વિસ્તૃત છે. એ અતિશ્રમ, અતિસમય, અતિએકાગ્રતા અને અતિતટસ્થતાની અપેક્ષા રાખે છે, મારા મન ઉપર ઊઠેલી મહાવીરની ખી ગમે તેવી હોય, તાપણુ તે છેવટે પરાક્ષ જ છે. જ્યાં લગી મહાવીરનું વન જિવાય નહિ, એમની આધ્યાત્મિક સાધના સધાય નહિ ત્યાં લગી એમના આધ્યાત્મિક જીવનને સાક્ષાત્કાર, હાર પ્રયત્ન કર્યાં છતાં પણુ, સંશોધનની ભૂમિકા કદી કરાવી શકે નહિ. આ સત્ય હું જાણું છું અને તેથી જ નમ્ર અનુ છેં. પ્રથમ આપેલ ચિત્ર કે મૂર્તિના દાખલાના આશ્રય લઈ સ્પષ્ટતા કરવી હોય તે એમ કહી શકાય કે ગમે તેટલો નજીક જઈ ચિત્ર કે મૂર્તિ જોનાર પણ છેવટે તો ચિત્રની રેખાકૃતિ અને રંગની ખૂખીએ કે મૂર્તિગત શિપવિધાતની ખૂબીઓ જ વધારે સારી રીતે સમજી શકે અને બહુ તો એ ખૂબીઓ દ્વારા વ્યક્ત થતા ભાવાનું સવેદન કરી શકે, પણ તે દ્રષ્ટા જેનું મૂતિ કે ચિત્ર હોય તેના જીવનને સાક્ષાત્ અનુભવ તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8