Page #1
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર [ એમના જીવનને સ્પર્શતી વિવિધ ભૂમિકાઓ ]
[૪] લગભગ બધા જ જેને ભગવાન મહાવીરની જીવનકથાથી ઓછેવત્તે અંશે પરિચિત હોય જ છે. પજુસણના દિવસમાં આપણે એ કથા વાંચતાસાંભળતા આવ્યા છીએ, અને ધારીએ ત્યારે એ વિષયને લગતું સાહિત્ય મેળવી તે જીવનWાને વાંચી પણ શકીએ છીએ. તેથી હું આજના સાંવત્સરિક ધર્મપર્વને દિવસે ભગવાનના જીવનની સળંગ કથા અગર તેમની અમુક ઘટનાઓ સંભળાવવાની પુનક્તિ નથી કરતે. તેમ છતાં હું એવું કાંઈક કહેવા માગું છું કે જેનાથી ભગવાનના વાસ્તવિક જીવનને પરિચય લાધવાની દિશામાં જ આપણે આગળ વધી શકીએ; અને એકસરખી રીતે મહાવીરના જ અનુયાયી ગણાતા વર્ગમાં તેમના જીવન વિશે જે જે પરસ્પર વિરુદ્ધ એવી અનેક કલ્પનાઓ પ્રવર્તે છે તેમ જ ઘણીવાર એ કપનાઓ અથડામણુનું રૂપ ધારણ કરી સમ્પ્રદાયભેદમાં પરિણામ પામે છે, તેનું અસલી કારણ સમજી શકીએ ને ગેરસમજ દૂર થવાથી ભગવાનના જીવનનું ઊંડું રહસ્ય પણ પામી શકીએ. હું જે કહેવા માગું છું તે સ્વાનુભવને આધારે જ, બીજા ભાઈઓ અને બહેને એમાં પિતાનો અનુભવ મેળવી મારા કથન ઉપર વિચાર કરશે તે એકંદરે ભગવાનના જીવન વિશેની સમજણમાં વધારે જ થશે.
કોઈ એક વ્યક્તિ દૂરથી અમુક ચિત્રને જુએ ત્યારે તેને તે ચિત્રને ભાસ અમુક પ્રકારે થાય છે. તે જ જેનાર વ્યક્તિ વધારે નજીક જઈ તે ચિત્રને જુએ ત્યારે તેની દષ્ટિમર્યાદામાં ચિત્રને ભાસ વધારે સ્પષ્ટતાથી ઊઠે છે, પણ જે તે જ વ્યક્તિ વધારે એકાગ્ર બની તે ચિત્રને હાથમાં લઈ વિશેષ બારીકાઈથી નિહાળે તે તેને એની ખૂબીઓનું ઓર વધારે પ્રમાણમાં ભાન થાય છે. જેમ ચિત્ર વિશે તેમ મૂર્તિ વિશે પણ છે. કેઈ ભવ્ય મંદિરમાં ભગવાન મહાવીર જેવા ધર્મપુરુષની સુખ અને શાન્ત મૂર્તિ હોય. તેને જોનાર એક વ્યક્તિ મંદિરના ગાનનાં ઊભી હોય, બીજી રંગમંડપમાં ઊભી રહી મૂર્તિ નિહાળતી હોય અને ત્રીજી વ્યક્તિ ગર્ભગૃહમાં જઈ મૂર્તિને નિહાળતી હોય, તે બધાંની એકાગ્રતા અને શ્રદ્ધા સમાન હોવા છતાં તેમની દષ્ટિમર્યાદામાં મૂર્તિને પ્રતિભાસ ઓછેવત્તે અંશે ભિન્નભિન્ન પ્રકારને જ હોવાને.
Page #2
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર
[ ર૦૫ ' 'ચિત્ર અને મૂર્તિના દાખલાને આપણે જીવનકથામાં લાગુ પાડી વિષે પણ કરીએ તે મારે મૂળ મુ રૂપષ્ટ થશે. જેમાં ભગવાન મહાવીર જેવા ધર્મપુરુષનું જીવન વર્ણવાયેલું હોય તેવા કેઈ પણ એક કે વધારે પુસ્તકને વાંચી-સાંભળીને આપણે તેમના જીવનને પરિચય સાધીએ ત્યારે મન ઉપર જીવનની છાપ એક પ્રકારની ઊઠે છે. બીજી વાર એ જ વાંચેલ જીવનના વિવિધ પ્રસંગે વિશે વધારે મનન કરીએ અને તે વિશે ઊઠતા એકેએક પ્રશ્નને તર્ક. બુદ્ધિથી તપાસીએ ત્યારે પ્રથમ માત્ર વાચન અને શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલ જીવનપરિચય ઘણી બાબતમાં નવું રૂપ ધારણ કરે છે. તે પરિચય પ્રથમના પરિચય કરતાં વધારે ઊંડો અને સટ બને છે. મનનની આ બીજી ભૂમિકા શ્રવણની પ્રથમ ભૂમિકામાં પડેલ અને પિષાયેલ શ્રદ્ધા સંસ્કાર સામે કેટલીક આબમાં બંડ કરવાની પ્રેરણા પણ આપે છે. શ્રદ્ધા અને બુદ્ધિની અથડાંમણેના આવા ને પરિણામે જિજ્ઞાસુ એ દૂધમાંથી મુક્ત થવા વધારે પ્રયત્ન કરે છે. તેને પરિણામે જિજ્ઞાસુ હવે તથ્યની શેધમાં ઊંડે ઊતરે છે. પ્રથમ તેણે એકાદ જે સર્વમાન્ય કે બહુમાન્ય જીવનકથા વાંચી–સાંભળીને શ્રદ્ધા પિપી કે તેવા એકાદ જીવનકથાના પુસ્તક ઉપરથી અનેકવિધ તર્ક વિત કર્યા હોય, તે પુસ્તકનું મૂળ જાણવા જ હવે તે પ્રેરાય છે. તેને એમ થાય છે કે જે પુસ્તકને આધારે હું જીવન વિશે વિચારું છું તે પુરતમાં વર્ણવેલ પ્રસંગે અને બીનાઓના મૂળ આધારે શા શા છે ? કયા અસલી આધારે ઉપરથી એ જીવનકથા આલેખાઈ છે? આવી જિજ્ઞાસા તેને જીવનકથ ની અસલી સામગ્રી શોધવા અને પ્રાપ્ત થતી સામગ્રીનું પરીક્ષણ કરવા પ્રેરે છે. આવા પરીક્ષણુને પરિણામે જે જીવનકથા લાધે છે, જે ઇષ્ટ પુરુષના જીવનને પરિચય પ્રાપ્ત થાય છે તે પહેલી શ્રવણ અને બીજી મનન કે તર્કની ભૂમિકા વખતે પ્રાપ્ત થયેલ પરિચય કરતાં અનેકગણું વધારે વિશદ, સટ અને પ્રમાણ હોય છે. સંશોધન કે નિદિધ્યાસનની આ ત્રીજી ભૂમિકા એ કાંઈ જીવનનું પૂરેપૂરું રહસ્ય પામવાની છેલ્લી ભૂમિકા નથી. એવી ભૂમિકા તે જુદી જ છે, જેને વિશે આપણે આગળ વિચારીશું.
મેં ભગવાન મહાવીરના જીવન વિશે કલ્પસૂત્ર જેવાં પુસ્તકો વાંચી તેમ જ સાંભળીને જન્મપ્રાપ્ત શ્રદ્ધા-સંસ્કારે પિધેલાં. મારી એ શ્રદ્ધામાં ભગવાન સિવાય બીજા કોઈ પણ ધર્મપુરૂષનું સ્થાન ન હતું. શ્રદ્ધાને એ કાળ જેટલા - નામ અને સાંકડો તેટલે જે તેમાં વિચારને પ્રકાશ પણ શેડો હતો, પણ ધીરે ધીરે શ્રદ્ધાની એ ભૂમિકામાં પ્રશ્નો અને તર્કવિતર્કો રૂપે બુદ્ધિના ફણગા
Page #3
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિ'તન ફૂટવા પ્રશ્ન થયે કે શું એક માતાના ગર્ભમાંથી ખોળ માતાના ગર્ભમાં ભગવાનનું સંક્રમણુ થયાની વાત સંભવત હાઈ શકે ? આવી પ્રશ્નાર્નાલ જેમ જેમ માટી થતી ગઈ તેમ તેમ તેની સામે શ્રદ્ધાએ પણ ખંડ ઉઠાવ્યું, પરંતુ વિચાર અને તર્કના પ્રકાશે તેને લેશ પણ નમતું ન આપ્યું. આ ઉત્થાન પતનના તુમુલ દન્દ્રનું પરિણામ શુભ જ આવ્યું, હું હવે યુદ્ધ, રામ, કૃષ્ણ, ક્રાઇસ્ટ અને જરથ્રુસ્ત જેવા ધર્મપુરુષો અને અન્ય સતાનાં જીવને પણ વાંચવાસમજવા લાગ્યા. જોઉં છું તો એ બધાં જીવતામાં ચમત્કારીના અલંકારતી કાઈ, મર્યાદા ન જ હતી. દરેકના જીવનમાં એકબીજાને આંટે એવા અને ઘણે અંશે મળતા ચમત્કાર દેખાયા. હવે મનમાં થયું જીવનકથાનાં મૂળ જ તપાસવાં. ભગવાનના સાક્ષાત્ જીવન ઉપર અઢી હાર વર્ષના દુર્ભેદ્ય પડદો પડેલા જ છે. તો શું જે જીવન વર્ણવાયેલું મળે છે, તે પ્રમાણે પાતે, કાઈ તે કહેલું કે ખીજા નિકટવર્તી અ ંતેવાસીઓએ તેને નોંધી કે લખી રાખેલુ અગર યથાવત્ સ્મૃતિમાં રાખેલું ? આવા આવા પ્રશ્નોએ ભગવાનના જીવનની યથાથ ઝાંખી કરાવે એવા અનેક જૂના કહી શકાય તેવા ગ્રંથાના અધ્યયન તરફ્ મતે વાળ્યો. એ જ રીતે યુદ્ધ અને રામ, કૃષ્ણ આદિ ધ પુરુષોનાં વનમૂળ જાણવા તરફ પણ વાળ્યો. પ્રાથમિક શ્રદ્ધા મને પોતાની પકડમાંથી છાતી નહિ અને વિચારપ્રકાશ તેમ જ તટસ્થ નવું નવું અવલોકન એ પણ પોતાના પજો ચલાવ્યે જ જતાં હતાં. આ ખેંચાખેંચે છેવટે તટસ્થતા અપ
જેને જૈન લેાકા સામાયિક કહે છે તેવું સામયિક-સમત મથનકાળ દરમિયાન ઉથમાં આવતું ગયું, અને એ સમત્વે એકાંગી શ્રદ્દા અને એકાંગી બુદ્ધિને ન્યાય આપ્યા——કાબૂમાં આણ્યા. એ સમત્વે મને સૂઝાડ્યું કે અપુરુષના વનમાં જે જીવતોજાગતા ધમ દેહ હાય છે તેને ચમત્કાર, અલકારાનાં આવરણા સાથે લેવાદેવા શી? એ ધમ દેહ તો ચમત્કારનાં આવરણો વિનાનો જ સ્વયંપ્રકાશ દિગમ્બર દેહ છે. પછી જોઉં છું તો બધા જ મહાપુ ષોના જીવનમાં દેખાતી અસંગતિ આપમેળે સરી જતી ભાસી. જોકે આ નિદિધ્યાસનની ત્રીજી ભૂમિકા હજી પૂરી થઈ નથી, તેમ છતાં એ ભૂમિકાએ અત્યાર લગીમાં અનેક પ્રકારનું સાહિત્યમથન કરાવ્યું, અનેક જીવતા ધ પુરુષોના સમાગમ કરાવ્યો અને ભારપૂર્વક કોઈકે કહી શકાય એવી મનઃસ્થિતિ પણ તૈયાર કરી. શ્રદ્દા અને તર્કનાં એકાંગી વલણા બધ પરચાં, ત્ય જાણવા અને પામવાની વૃત્તિ વધારે તીવ્ર મની.
આ ભૂમિકામાં હવે મને સમજાઈ ગયું કે એક જ મહાપુરુષના જીવન, જીવનના અમુક પ્રસંગે અને અમુક ધટનાઓ પરત્વે શા કારણથી જિજ્ઞાસ
Page #4
--------------------------------------------------------------------------
________________
જીગવાન મહાવીર
મહ૭
આમાં ભતબ્યભેદ જન્મે છે અને શાને લીધે તે એકમત થઈ શકતા નથી: જે જિજ્ઞાસુવ શ્રવણુવાચનની પ્રાથમિક શ્રદ્ધા-ભૂમિકામાં હોય છે તે દૂરથી ચિત્ર કે મૂર્તિ જોનાર જેવા શબ્દસ્પ શ્રદ્ધાળુ હોય છે. તેને અન પ્રત્યેક શબ્દ યથાર્થ હકીકતના મેધક હાય છે. તે શબ્દના વાચ્યાથની આંગળ જઈ તેની સંગતિ અસંગતિ વિશે વિચાર કરતો નથી, અને એ શાસ્ત્ર મિથ્યા કુર એવા મિથ્યા શ્રમથી શ્રદ્ધાને ખળે વિચારપ્રકાશને વિરોધ કરે છે, તેવુ કાર જ બંધ કરવા મથે છે.
બીજો તર્કવાદી જિજ્ઞાસુવ મુખ્યપણે શબ્દના વાચ્યાર્થીની અસંગતિ ઉપરજ ધ્યાન આપે છે, અને એ દેખાતી અસંગતિની પાછળ રહેલ સંગતિઓની સાવ અવગણના કરી જીવનકથાને જ કષિત માની બેસે છે. આમ અપરિમાર્જિત શ્રદ્ધા અને ઉપરણ્ણા તર્ક એ એજ અથડામણાનાં કારણો છે. સ ંશાધન અને નિદિધ્યાસનની ભૂમિકામાં આ કારણે નથી રહેતાં, તેથી મન સ્વસ્થપણે શ્રદ્ધા અને મુદ્ધિ અને પાંખાને આશ્રય લઈ સત્ય ભગી આગળ વધે છે.
ત્રીજી ભૂમિકામાં અત્યાર સુધી જે પ્રગતિ નારા મને સાધી છે, તે જોતાં તેમાં પહેલી અને ખીજી ભૂમિકા અવિાષપણે સમાઈ જાય છે. અત્યારે મારી સામે ભગવાન મહાવીરનું જે ચિત્ર કે જે મૂતિ ઉપસ્થિત છે તેમાં તેમની જીવનકથામાં જન્મથી નિર્વાણ પન્ત ડગલે ને પગલે ઉપસ્થિત થતા કાર્ડો દેવાની દેખીતી અસંગતિ તેમ જ ગર્ભાપહરણ જેવી અસંગતિ ગળી જય છે. મારી સંશાધનોનમિત કલ્પનાના મહાવીર કેવળ માનવાટિના અને તે માનવતાની સામાન્ય ભૂમિકાને પુરુષાર્થ બળ વટાવી ગયા હોઈ મહામાનવરૂપ છે. જેમ દરેક સમ્પ્રદાયના પ્રચારકા પેતાતાના ઇષ્ટદેવને સાધારણ લોકાના ચિત્તમાં પ્રતિષ્ઠિત કરવા માટે તેને સરળતાથી સમજાય એવા દૈવી ચમત્કાર તેના જીવનમાં ગૂંથી કાઢે છે, તેમ જૈન સમ્પ્રદાયના આચાર્યોં પુછ્યુ કરે, તે એ માત્ર ચાલુ પ્રથાનું પ્રતિબિંબ ગણાવું જોઈ એ. લલિતવિસ્તર વગેરે ગ્રંથા મુહુના જીવનમાં આવા જ ચમત્કાર વણુ વે છે. હરિવંશ અને ભાગવત પણ કૃષ્ણના જીવનને આ જ રીતે આલેખે છે. બાઈબલ પણ દિવ્ય ચમત્કારાથી મુક્ત નથી. પણ મહાવીરના જીવનમાં દેશની ઉપસ્થિતિના અર્થો બટાવાતા હોય તો તે એક જ રીતે ઘટી શકે કે મહાવીરે પુરુષાથ વડે પોતાના જીવનમાં માનવતાના આધ્યાત્મિક અનેક દિવ્ય સગુણાની વિભૂતિ પ્રાપ્ત કરી હતી. આવી સૂક્ષ્મ મને ગમ્ય વિભૂતિ સાધારણું લોકાના મનમાં હસાવવી હાય તો તે સ્થૂળ રૂપકા દ્વારા જ સાવી સકાય.
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૦૮૩
દર્શન અને ચિંતન
જ્યાં સ્વર્ગીય દેવાનું ઉચ્ચસ્થાન જામેલું હોય, ત્યાં તેવા દેવાના રૂપક વડેજ દિવ્ય વિભૂતિ વર્ણવવાના સતાષ ળવી શકાય. ગર્ભાપહરણના કિસ્સામાં પણ આવું જ કાંઈક રૂપક હોવાની કલ્પના થાય છે. કમકાંડની જટિલ અને સ્થિતિચુસ્ત સનાતન પ્રથાના બ્રાહ્મમુલભ સંસ્કારગર્ભમાંથી મહાવીરનુ કર્મ કાંડભેદી ક્રાંતિકારક જ્ઞાન તપોમાના ક્ષત્રિયસુલભ સંસ્કારગર્ભમાં અવતરણ થયું એમ જ અર્થ ઘટાવવા રહ્યો. તે કાળે ગર્ભાપહરણની વાતને લા સહેલાઈથી સમજી લેતા ને ભક્તો શંકા ન ઉઠાવતા, એટલે ગર્ભાપહાર રૂપકના વ્યાજથી સરકારના ગર્ભનું સંક્રમણ વળ્યું છે. એમ માનવું રહ્યું. જન્મ લેતા વેંત અંગુષ્તમાત્રથી મહાવીર સુમેરુ જેવા પર્વતને કપાવે એ વાત કૃષ્ણના ગોવધન-તેાલનની વાતની પેઠે બિલકુલ હસી કાઢવા જેવી ખરી, પણ જો એને રૂપક માની અર્થ ઘટાવવામાં આવે તો એની પાછળનું રહસ્ય જરાય અસંગત નથી લાગતું, આધ્યાત્મિક સાધનાના જન્મમાં પ્રવેશ કરતાં જ પોતાની સામે ઉપસ્થિત ઍવા અને ભવિષ્યમાં ઉપસ્થિત થનાર એવા આંતરબાહ્ય પ્રત્યવાયા અને પરિહાના સુમેસ્ને દૃઢ નિશ્ચયબળના અંગુ’માત્રથી કપાવ્યા, જીત્યા અને જીતવાના નિરધાર કર્યો, એ જ એનું તાત્પ લેવું જોઈએ. આવી બધી અસંગતિથી મુક્ત એવું જે ચિત્ર રજૂ થાય છે તેમાં તો મહાવીર માત્ર કરુણા અને સત્પુરુષાર્થની મૂર્તિરૂપે જ દેખાય છે.
પ્રાચીનમાં પ્રાચીન કહી શકાય એવા જે આચારાંગમાં તેમના હંગામ સચવાયા છે અને ભગવતી આદિ ગ્રન્થામાં તેમના જે વિશ્વસનીય સંવાદે મળી આવે તે બધા ઉપરથી મહાવીરનું ટૂંકું જીવન આ પ્રમાણે આલેખી શકાયઃ
તેમને વારસામાં જ ધર્મ સંસ્કાર મળ્યા હતા અને છેક નાની ઉંમરથી જ નિન્થ રરપરાની અહિ'સાવૃત્તિ તેમનામાં વિશેષ રૂપે આવિર્ભાવ પામી હતી. આ વૃત્તિને તેમણે એટલે સુધી વિકસાવી હતી કે તેઓ પોતાને નિમિત્તે કાઈના -સૂક્ષ્મ જંતુ સુધ્ધાંના દુઃખમાં ઉમેરા ન થાય એ રીતે જીવન જીવવા મથ્યા. એ મંથને તેમને એવું અપરિગ્રહ વ્રત કરાવ્યું કે તેમાં કપડાં અગર ઘરન આશ્રય સુધ્ધાં વર્જ્ય ગણાયા. મહાવીર જ્યારે દેખા ત્યારે એક જ વાત સંભળાવતા દેખાય છે કે દુનિયામાત્ર દુઃખી છે. પોતાની સુખસગવડ માટે બીજાનું દુ:ખ ન વધારા. બીજાના સુખમાં ભાગીદાર ન બને, પણ બીજાનું દુઃખ હળવું કરવા કે નિવારવા સતત પ્રયત્નશીલ રહ્યા.' મહાવીર એકની એક એ જ વાત અનેક રૂપે કહે છે. તેઓ પેાતાના સપર્કમાં આવનાર હરકાડ઼તે કહે છે કે મન, વાણી અને દેહની એકતા સાધા. ત્રણેનુ સવાદી સંગીત પેલ
<
Page #6
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર
[ ૨૭૯ કરે. જે વિચારે તે જ બોલે અને તે પ્રમાણે જ વર્તે અને જે વિચારે તે પણ એવું કે તેમાં સુતા કે પામરતા ન હેય. પિતાના અંતરના શત્રુઓને જ શત્રુ લેખે અને તેને જીતવાની જ વીરતા બતાવો.” મહાવીર કહે છે કે જે એ બાબતમાં એક નિમેષમાત્રને પ્રમાદ થશે તો જીવનને મહામૂલે સદંશ -દિવ્ય અંશ એળે જ જશે અને કદી નહિ લાધે.’
મહાવીરે જે તત્ત્વજ્ઞાન વારસામાં મેળવેલું અને જે આચર્યું તે ટૂંકમાં એટલું જ છે કે જડ અને ચેતન બે તો મૂળથી જ જુદાં છે. દરેક બીજા ઉપર પ્રભાવ પાડવા મથે છે; તેને લીધે જ કર્મવાસનાની આસુરી વૃતિઓ અને ચેતના તેમ જ પુરુષાર્થની દૈવી વૃતિઓ વચ્ચે દેવાસુર સંગ્રામ સતત ચાલે છે. પણ છેવટે ચેતનાનું દેખતું મકકમ બળ જ જડ વાસનાના આંધળા બળને જીતી શકે. આ તત્વજ્ઞાનની ઊંડામાં ઊંડી સમજણે તેમનામાં આધ્યાત્મિક સ્પંદન પેદા કર્યું હતું અને તેથી જ તેઓ માત્ર વીર ન રહેતાં મહાવીર બન્યા. એમના સમગ્ર ઉપદેશમાં આ મહાવીરતાની એક જ છાપ દેખાય છે.
એમની જાત કઈ હતી ? એમનું જન્મસ્થાન ક્યાં હતું? માતાપિતા અને બીજા નેહીઓ કોણ અને કેવા હતાં ? ગરીબ કે સમૃદ્ધ ? આવા સ્થળ જીવનને લગતા પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક છે. એમાં અનેક અતિશક્તિઓ હોવાની, રૂપકે આવવાના, પણ જીવનશુદ્ધિમાં અને માનવતાના ઉત્કર્ષમાં ઉપકારક થઈ શકે એવી તેમની જીવનરેખા તે ઉપર મેં જે આછી આછી આલેખી તે જ છે, અને આજે હું મહાવીરના એ જ જીવનભાગ ઉપર ભાર આપવા ઈચ્છું છું, જેમાં આપણુ જેવા અનુયાયી ગણાતા ભક્ત અને જિજ્ઞાસુઓની શ્રદ્ધા તેમ જ બુદ્ધિ બન્નેની કસોટી રહેલી છે. તેમનું આ જીવનદર્શન ત્રણે કાળમાં કદી જૂનું કે વાસી થનાર નથી. જેમ જેમ એને ઉપગ કરતા જઈએ તેમ તેમ એ જીવનના દરેક ક્ષેત્રમાં નિત્યતન અરુણોદયની પેઠે પ્રકાશનું રહેવાનું અને સાચા સાથીનું કામ આપતું રહેવાનું.
એ બ્રાહ્મણક્ષત્રિયનો આચાર અહિંસાની પારમાર્થિક ભૂમિ ઉપર કેવી રીતે ઘાયો હતો અને તેમનો વિચાર અનેકાન્તની સત્યદષ્ટિને કેવી રીતે સ્પર્શ કરતો હતો એનું દૂબહૂ ચિત્ર પ્રાચીન આગમોમાં જોઈએ છીએ ત્યારે નતમસ્તક થઈ જવાય છે. મારમાર કરતા કઈ પણ આવે છે તેની સામે મનથી પણ રોષ ન લેવો, તેનું લેશ પણ અહિત ન ચિંતવવું—એ તેમની અહિંસાની ખાસિયત છે. ગમે તેવાં વિરોધી દષ્ટિબિંદુઓ અને અભિપ્રાયોનો પ્રતિવાદ કરવા છતાં પણ તેમાં રહેલા અતિ અલ્પ સત્યની માત્રા જરા પણ ઉપેક્ષા કર્યા વિના
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]
દર્શન અને ચિંતન
જ મહાસત્યની સાધના પૂરી કરવી એ એમના અનેકાન્તની ખાસિયત છે. મારા મન ઉપર નિદિધ્યાસનની ત્રીજી ભૂમિકાને પરિણામે મહાવીરનું જે ચિત્ર અંકિત થયું છે કે જે મૂર્તિ ઘડાઈ છે તેની ભિત્તિ શ્રદ્દા અને બુદ્ધિના સમન્વય માત્ર છે. આ શ્રાના ચોકાની સંકીણ તા સાધનને પરિણામે ભૂંસાઈ ગઈ. એનું વર્તુળ એટલું અધુ વિસ્તર્યું છે કે હવે તેમાં જન્મગત સંસ્કાર પ્રમાણે માત્ર મહાવીરને જ સ્થાન નથી રહ્યું, પણ તેમાં મહાવીર ઉપરાંત તેમના પ્રતિસ્પર્ધી ગણાયેલ કે નહિ ગણાયેલ એવા દરેક ધ પુરુષ સ્થાન પામ્યા છે. આજે મારી શ્રદ્દા કાઈ પણ ધમ પુરુષતા બહિષ્કાર કરવા જેવી સંકીણું નથી રહી, અને બુદ્ધિ પણ કાઈ એક જ ધર્મપુરુષના જીવનની જિજ્ઞાસાથી કૃતાતા નથી અનુભવતી, જે કારણે શ્રદ્ધા અને મુદ્દે મહાવીરની આસપાસ ગતિશીલ હતાં, તે જ કારણે તે બન્ને મુદ્દે, કૃષ્ણ, ક્રાઇસ્ટ વગેરે અનેક અતીત સતાની આસપાસ ગતિશીલ રહે છે. સાધન અને નિદિધ્યાસનની ભૂમિકાએ જ મારા મન ઉપર ગાંધીજીની વ્યાપક અહિંસા અને અનેકાન્તદૃષ્ટિની પ્રતિષ્ઠાને પૂરા અવકાશ આપ્યો છે. મને ગમે ત્યાંથી સદ્ગુણુ જાણવા અને પામવાની પ્રેરણા મૂળે તા મહાવીરના જીવને જ અર્પી છે. આ ઉપરથી હું કહેવા એ ઇચ્છું છું કે કોઈ પણ મહાપુરુષના જીવનને માત્ર ઉપર ઉપરથી સાંભળી, તે ઉપર શ્રદ્ધા પાષવી અગર માત્ર તર્કબળથી તેની સમીક્ષા કરવી એ જીવનવિકાસ માટે પૂરતું નથી. એ દિશામાં પ્રગતિ કરવા ઈચ્છનારે શ્રવણ-મનન ઉપરાન્ત નિદ્રિધ્યાસન પણ કરવું આવશ્યક છે.
મારે કબૂલ કરવું જોઈએ કે સંશોધનકામાં ગમે તેટલો શ્રમ કર્યો છતાં હજી મારી એ ભૂમિકા સાવ અધૂરી જ છે. એના પ્રદેશ વિસ્તૃત છે. એ અતિશ્રમ, અતિસમય, અતિએકાગ્રતા અને અતિતટસ્થતાની અપેક્ષા રાખે છે, મારા મન ઉપર ઊઠેલી મહાવીરની ખી ગમે તેવી હોય, તાપણુ તે છેવટે પરાક્ષ જ છે. જ્યાં લગી મહાવીરનું વન જિવાય નહિ, એમની આધ્યાત્મિક સાધના સધાય નહિ ત્યાં લગી એમના આધ્યાત્મિક જીવનને સાક્ષાત્કાર, હાર પ્રયત્ન કર્યાં છતાં પણુ, સંશોધનની ભૂમિકા કદી કરાવી શકે નહિ. આ સત્ય હું જાણું છું અને તેથી જ નમ્ર અનુ છેં. પ્રથમ આપેલ ચિત્ર કે મૂર્તિના દાખલાના આશ્રય લઈ સ્પષ્ટતા કરવી હોય તે એમ કહી શકાય કે ગમે તેટલો નજીક જઈ ચિત્ર કે મૂર્તિ જોનાર પણ છેવટે તો ચિત્રની રેખાકૃતિ અને રંગની ખૂખીએ કે મૂર્તિગત શિપવિધાતની ખૂબીઓ જ વધારે સારી રીતે સમજી શકે અને બહુ તો એ ખૂબીઓ દ્વારા વ્યક્ત થતા ભાવાનું સવેદન કરી શકે, પણ તે દ્રષ્ટા જેનું મૂતિ કે ચિત્ર હોય તેના જીવનને સાક્ષાત્ અનુભવ તા
Page #8
--------------------------------------------------------------------------
________________ ભગવાન મહાવીર [ 281 -ત્યારે જ કરી શકે જ્યારે તે એવું જીવન જીવે. સારામાં સારા કવિના મહાકાવ્યનું ગમે તેટલું આકલન કર્યા છતાં પણ કાયવર્ણિત જીવન જીવ્યા સિવાય તેને પરિચય પક્ષ કાટિને જ રહે છે. એ જ રીતે ભગવાન મહાવીર સિદ્ધ કરેલ આધ્યાત્મિક સાધનાની દિશામાં ગતિ કર્યા વિનાને મારા જેવો માણસ મહાવીર વિશે જે કાંઈ કહે કે વિચારે તે પરોક્ષકોટિનું જ હોઈ શકે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. મારા આ વક્તવ્યથી આપ બધા સમજી શકશે કે એક જ મહાપુરુષના જીવનને પૂરી પાડનાર સમાન સામગ્રીને ઉપયોગ કરનાર તો અને અનુયાયીઓ સુ ધામાં શા શા કારણે વિધી અભિપ્રાયે બંધાય છે અને એ જ સામગ્રીને અમુક દૃષ્ટિથી ઉપગ કરવા જતાં અભિપ્રાયવિધ કેમ શમી જાય છે, તેમ જ જીવનના મૂળભૂત અને સર્વોત્તમ શ્રદ્ધા-બુદ્ધિના દિવ્ય અંશે કેવી રીતે પિતાની કલા પાંખ વિસ્તારે છે. —-અખંડ આનંદ, જુન 1948.