________________
૨૦૮૩
દર્શન અને ચિંતન
જ્યાં સ્વર્ગીય દેવાનું ઉચ્ચસ્થાન જામેલું હોય, ત્યાં તેવા દેવાના રૂપક વડેજ દિવ્ય વિભૂતિ વર્ણવવાના સતાષ ળવી શકાય. ગર્ભાપહરણના કિસ્સામાં પણ આવું જ કાંઈક રૂપક હોવાની કલ્પના થાય છે. કમકાંડની જટિલ અને સ્થિતિચુસ્ત સનાતન પ્રથાના બ્રાહ્મમુલભ સંસ્કારગર્ભમાંથી મહાવીરનુ કર્મ કાંડભેદી ક્રાંતિકારક જ્ઞાન તપોમાના ક્ષત્રિયસુલભ સંસ્કારગર્ભમાં અવતરણ થયું એમ જ અર્થ ઘટાવવા રહ્યો. તે કાળે ગર્ભાપહરણની વાતને લા સહેલાઈથી સમજી લેતા ને ભક્તો શંકા ન ઉઠાવતા, એટલે ગર્ભાપહાર રૂપકના વ્યાજથી સરકારના ગર્ભનું સંક્રમણ વળ્યું છે. એમ માનવું રહ્યું. જન્મ લેતા વેંત અંગુષ્તમાત્રથી મહાવીર સુમેરુ જેવા પર્વતને કપાવે એ વાત કૃષ્ણના ગોવધન-તેાલનની વાતની પેઠે બિલકુલ હસી કાઢવા જેવી ખરી, પણ જો એને રૂપક માની અર્થ ઘટાવવામાં આવે તો એની પાછળનું રહસ્ય જરાય અસંગત નથી લાગતું, આધ્યાત્મિક સાધનાના જન્મમાં પ્રવેશ કરતાં જ પોતાની સામે ઉપસ્થિત ઍવા અને ભવિષ્યમાં ઉપસ્થિત થનાર એવા આંતરબાહ્ય પ્રત્યવાયા અને પરિહાના સુમેસ્ને દૃઢ નિશ્ચયબળના અંગુ’માત્રથી કપાવ્યા, જીત્યા અને જીતવાના નિરધાર કર્યો, એ જ એનું તાત્પ લેવું જોઈએ. આવી બધી અસંગતિથી મુક્ત એવું જે ચિત્ર રજૂ થાય છે તેમાં તો મહાવીર માત્ર કરુણા અને સત્પુરુષાર્થની મૂર્તિરૂપે જ દેખાય છે.
પ્રાચીનમાં પ્રાચીન કહી શકાય એવા જે આચારાંગમાં તેમના હંગામ સચવાયા છે અને ભગવતી આદિ ગ્રન્થામાં તેમના જે વિશ્વસનીય સંવાદે મળી આવે તે બધા ઉપરથી મહાવીરનું ટૂંકું જીવન આ પ્રમાણે આલેખી શકાયઃ
તેમને વારસામાં જ ધર્મ સંસ્કાર મળ્યા હતા અને છેક નાની ઉંમરથી જ નિન્થ રરપરાની અહિ'સાવૃત્તિ તેમનામાં વિશેષ રૂપે આવિર્ભાવ પામી હતી. આ વૃત્તિને તેમણે એટલે સુધી વિકસાવી હતી કે તેઓ પોતાને નિમિત્તે કાઈના -સૂક્ષ્મ જંતુ સુધ્ધાંના દુઃખમાં ઉમેરા ન થાય એ રીતે જીવન જીવવા મથ્યા. એ મંથને તેમને એવું અપરિગ્રહ વ્રત કરાવ્યું કે તેમાં કપડાં અગર ઘરન આશ્રય સુધ્ધાં વર્જ્ય ગણાયા. મહાવીર જ્યારે દેખા ત્યારે એક જ વાત સંભળાવતા દેખાય છે કે દુનિયામાત્ર દુઃખી છે. પોતાની સુખસગવડ માટે બીજાનું દુ:ખ ન વધારા. બીજાના સુખમાં ભાગીદાર ન બને, પણ બીજાનું દુઃખ હળવું કરવા કે નિવારવા સતત પ્રયત્નશીલ રહ્યા.' મહાવીર એકની એક એ જ વાત અનેક રૂપે કહે છે. તેઓ પેાતાના સપર્કમાં આવનાર હરકાડ઼તે કહે છે કે મન, વાણી અને દેહની એકતા સાધા. ત્રણેનુ સવાદી સંગીત પેલ
<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org