________________
ભગવાન મહાવીર [ એમના જીવનને સ્પર્શતી વિવિધ ભૂમિકાઓ ]
[૪] લગભગ બધા જ જેને ભગવાન મહાવીરની જીવનકથાથી ઓછેવત્તે અંશે પરિચિત હોય જ છે. પજુસણના દિવસમાં આપણે એ કથા વાંચતાસાંભળતા આવ્યા છીએ, અને ધારીએ ત્યારે એ વિષયને લગતું સાહિત્ય મેળવી તે જીવનWાને વાંચી પણ શકીએ છીએ. તેથી હું આજના સાંવત્સરિક ધર્મપર્વને દિવસે ભગવાનના જીવનની સળંગ કથા અગર તેમની અમુક ઘટનાઓ સંભળાવવાની પુનક્તિ નથી કરતે. તેમ છતાં હું એવું કાંઈક કહેવા માગું છું કે જેનાથી ભગવાનના વાસ્તવિક જીવનને પરિચય લાધવાની દિશામાં જ આપણે આગળ વધી શકીએ; અને એકસરખી રીતે મહાવીરના જ અનુયાયી ગણાતા વર્ગમાં તેમના જીવન વિશે જે જે પરસ્પર વિરુદ્ધ એવી અનેક કલ્પનાઓ પ્રવર્તે છે તેમ જ ઘણીવાર એ કપનાઓ અથડામણુનું રૂપ ધારણ કરી સમ્પ્રદાયભેદમાં પરિણામ પામે છે, તેનું અસલી કારણ સમજી શકીએ ને ગેરસમજ દૂર થવાથી ભગવાનના જીવનનું ઊંડું રહસ્ય પણ પામી શકીએ. હું જે કહેવા માગું છું તે સ્વાનુભવને આધારે જ, બીજા ભાઈઓ અને બહેને એમાં પિતાનો અનુભવ મેળવી મારા કથન ઉપર વિચાર કરશે તે એકંદરે ભગવાનના જીવન વિશેની સમજણમાં વધારે જ થશે.
કોઈ એક વ્યક્તિ દૂરથી અમુક ચિત્રને જુએ ત્યારે તેને તે ચિત્રને ભાસ અમુક પ્રકારે થાય છે. તે જ જેનાર વ્યક્તિ વધારે નજીક જઈ તે ચિત્રને જુએ ત્યારે તેની દષ્ટિમર્યાદામાં ચિત્રને ભાસ વધારે સ્પષ્ટતાથી ઊઠે છે, પણ જે તે જ વ્યક્તિ વધારે એકાગ્ર બની તે ચિત્રને હાથમાં લઈ વિશેષ બારીકાઈથી નિહાળે તે તેને એની ખૂબીઓનું ઓર વધારે પ્રમાણમાં ભાન થાય છે. જેમ ચિત્ર વિશે તેમ મૂર્તિ વિશે પણ છે. કેઈ ભવ્ય મંદિરમાં ભગવાન મહાવીર જેવા ધર્મપુરુષની સુખ અને શાન્ત મૂર્તિ હોય. તેને જોનાર એક વ્યક્તિ મંદિરના ગાનનાં ઊભી હોય, બીજી રંગમંડપમાં ઊભી રહી મૂર્તિ નિહાળતી હોય અને ત્રીજી વ્યક્તિ ગર્ભગૃહમાં જઈ મૂર્તિને નિહાળતી હોય, તે બધાંની એકાગ્રતા અને શ્રદ્ધા સમાન હોવા છતાં તેમની દષ્ટિમર્યાદામાં મૂર્તિને પ્રતિભાસ ઓછેવત્તે અંશે ભિન્નભિન્ન પ્રકારને જ હોવાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org