Book Title: Mahavir
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ભગવાન મહાવીર [ ૨૭૯ કરે. જે વિચારે તે જ બોલે અને તે પ્રમાણે જ વર્તે અને જે વિચારે તે પણ એવું કે તેમાં સુતા કે પામરતા ન હેય. પિતાના અંતરના શત્રુઓને જ શત્રુ લેખે અને તેને જીતવાની જ વીરતા બતાવો.” મહાવીર કહે છે કે જે એ બાબતમાં એક નિમેષમાત્રને પ્રમાદ થશે તો જીવનને મહામૂલે સદંશ -દિવ્ય અંશ એળે જ જશે અને કદી નહિ લાધે.’ મહાવીરે જે તત્ત્વજ્ઞાન વારસામાં મેળવેલું અને જે આચર્યું તે ટૂંકમાં એટલું જ છે કે જડ અને ચેતન બે તો મૂળથી જ જુદાં છે. દરેક બીજા ઉપર પ્રભાવ પાડવા મથે છે; તેને લીધે જ કર્મવાસનાની આસુરી વૃતિઓ અને ચેતના તેમ જ પુરુષાર્થની દૈવી વૃતિઓ વચ્ચે દેવાસુર સંગ્રામ સતત ચાલે છે. પણ છેવટે ચેતનાનું દેખતું મકકમ બળ જ જડ વાસનાના આંધળા બળને જીતી શકે. આ તત્વજ્ઞાનની ઊંડામાં ઊંડી સમજણે તેમનામાં આધ્યાત્મિક સ્પંદન પેદા કર્યું હતું અને તેથી જ તેઓ માત્ર વીર ન રહેતાં મહાવીર બન્યા. એમના સમગ્ર ઉપદેશમાં આ મહાવીરતાની એક જ છાપ દેખાય છે. એમની જાત કઈ હતી ? એમનું જન્મસ્થાન ક્યાં હતું? માતાપિતા અને બીજા નેહીઓ કોણ અને કેવા હતાં ? ગરીબ કે સમૃદ્ધ ? આવા સ્થળ જીવનને લગતા પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક છે. એમાં અનેક અતિશક્તિઓ હોવાની, રૂપકે આવવાના, પણ જીવનશુદ્ધિમાં અને માનવતાના ઉત્કર્ષમાં ઉપકારક થઈ શકે એવી તેમની જીવનરેખા તે ઉપર મેં જે આછી આછી આલેખી તે જ છે, અને આજે હું મહાવીરના એ જ જીવનભાગ ઉપર ભાર આપવા ઈચ્છું છું, જેમાં આપણુ જેવા અનુયાયી ગણાતા ભક્ત અને જિજ્ઞાસુઓની શ્રદ્ધા તેમ જ બુદ્ધિ બન્નેની કસોટી રહેલી છે. તેમનું આ જીવનદર્શન ત્રણે કાળમાં કદી જૂનું કે વાસી થનાર નથી. જેમ જેમ એને ઉપગ કરતા જઈએ તેમ તેમ એ જીવનના દરેક ક્ષેત્રમાં નિત્યતન અરુણોદયની પેઠે પ્રકાશનું રહેવાનું અને સાચા સાથીનું કામ આપતું રહેવાનું. એ બ્રાહ્મણક્ષત્રિયનો આચાર અહિંસાની પારમાર્થિક ભૂમિ ઉપર કેવી રીતે ઘાયો હતો અને તેમનો વિચાર અનેકાન્તની સત્યદષ્ટિને કેવી રીતે સ્પર્શ કરતો હતો એનું દૂબહૂ ચિત્ર પ્રાચીન આગમોમાં જોઈએ છીએ ત્યારે નતમસ્તક થઈ જવાય છે. મારમાર કરતા કઈ પણ આવે છે તેની સામે મનથી પણ રોષ ન લેવો, તેનું લેશ પણ અહિત ન ચિંતવવું—એ તેમની અહિંસાની ખાસિયત છે. ગમે તેવાં વિરોધી દષ્ટિબિંદુઓ અને અભિપ્રાયોનો પ્રતિવાદ કરવા છતાં પણ તેમાં રહેલા અતિ અલ્પ સત્યની માત્રા જરા પણ ઉપેક્ષા કર્યા વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8