Book Title: Mahanishith Sutram
Author(s): Padmasenvijay, Kulchandravijay
Publisher: Jain Sangh Pindwada

View full book text
Previous | Next

Page 7
________________ પ્રશંસા અને શલ્યોદ્ધાર નહીં કરનારની અયોગ્યતાનો વિસ્તૃત નિર્દેશ કરી આ અધ્યયન પૂરું કર્યું છે. (B) કર્મવિપાક નામના બીજા અધ્યયનમાં વિવિધ પ્રકારનાં પાપોને આચરી જીવે નાનાવિધ ભવોમાં સહેલાં આકરાં દુઃખોનું માર્મિક વર્ણન છે. વિશેષમાં મૈથુનદોષની સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. ક્યાંક, કેવી રીતે મૈથુનદોષ લાગી શકે ? તેની સાવધાની બતાવી છે. અને મૈથુનદોષથી અનંતકાયમાં વાસની સંભાવના બતાવી છે. (C) કુશીલવર્ણનાત્મક તૃતીય અધ્યયનમાં મુખ્ય ધ્વનિ છે વિવિધ કુશીલોનું વર્ણન કરવાનો. એમાં પઢમં નાણું તઓ દયા... પંક્તિને લઈ પ્રથમ જ્ઞાન કેમ ? એ પ્રશ્ન ઉઠાવી જ્ઞાનથી દયા અને દયાથી ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિનો સુંદર ક્રમ બતાવ્યો છે. અને વજસ્વામીએ ઉદ્ધાર કરેલી ચૂલા (ચાર પદ)થી યુક્ત નમસ્કાર મહામંત્રની ઉપધાનવિધિ બતાવી છે. એનાં જ દ્રવ્યસ્તવ-ભાવસ્તવનું વિવરણ મૂકી ભાવસ્તવની મહત્તા દર્શાવી છે. ભાવસ્તવ છકાયસંયમરૂપ હોવાથી ગૌરવભૂત છે. પંચમંગલ મહાશ્રુતસ્કંધ તરીકે ઓળખાતા આ મહામંત્રના દરેક પદના વિવરણમાં અરિહંતપદનું વિશિષ્ટ વિવરણ ખાસ મનનીય છે. શ્રુતનો જેટલો ભાગ અનુપલબ્ધ હોય, તે માટે પૂર્વશ્રુતધરોને દોષ ન આપવો. પણ ઉધઈ વગેરે નાશક કારણો વિચારવાં અને જેટલું મળ્યું છે તેના પર અને તે આપણા સુધી પહોંચાડનાર શ્રતધરો પર પૂર્ણ બહુમાનભાવ રાખવો. નમસ્કાર મહામંત્ર પછી ઇર્યાવહિયાસૂત્ર અભ્યાસપાત્ર છે. તથા ઇર્યાવહિયાસૂત્ર ક્યાં ક્યાં ઉપયોગી છે ? તેનો ઉલ્લેખ છે. પછી શસ્તવ વગેરે ચૈત્યવંદન સૂત્રો ઉપધાનયોગ્ય બતાવ્યાં. નમસ્કાર મહામંત્રનું મહિમાવર્ણન ધ્યાનાકર્ષક છે. અહીં જ ગોચરીના ૪૨ અને માંડલીના પાંચ દોષ અને આહારનાં ૬ કારણો પણ દર્શાવ્યાં છે. વિવિધ કુશીલોના વર્ણન સાથે આ અધ્યાય સમાપ્ત થાય છે. (D) કુશલસંસર્ગમાં સુમતિનું દૃષ્ટાંત હૃદયસ્પર્શી છે. જલચર મનુષ્યોનું વર્ણન છે. આ અંગેના વિવાદનો ખુલાસો પણ આ જ અધ્યયનના અંતે છે. પરપાખંડ અને નિcવની પ્રશંસા વગેરેમાં દોષો બતાવી પરમાધામી બનવાના કારણ તરીકે એ બતાવ્યું છે. કુશલસંસર્ગી ચોથું અધ્યયન છે. (E) ઉપનીયસાર નામના પાંચમા અધ્યયનમાં ક્યા ગચ્છમાં રહેવું અને કેવા ગચ્છમાં ન રહેવું - એની વાત છે. ગચ્છવાસની મહત્તાનું અને ગચ્છમર્યાદાની મહત્તાનું વૈવિધ્યસભર વર્ણન છે. ગુરુ કેવા હોય ? એનો ખુલાસો છે. શ્રીદુપ્પસહસૂરિ महानिशीथ सूत्रम्

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 282