Book Title: Mahanishith Sutram
Author(s): Padmasenvijay, Kulchandravijay
Publisher: Jain Sangh Pindwada

View full book text
Previous | Next

Page 5
________________ ભાગમાં આવે છે. ઇલાયચીકુમાર દોરડા પર ચાલતો હતો. દોરડાની બેમાંથી એક પણ બાજુ જો વધુ ઝૂકી જાય તો પડવાનું અને મરવાનું થાય. હાથમાં બાંબુ રાખેલો, તેથી સમતુલા જાળવી શક્યા. બસ આ જ રીતે ઉત્સર્ગ-અપવાદ અંગે, નિશ્ચય-વ્યવહાર અંગે સમજવાનું છે. એક પણ બાજુ જો વધુ પડતો ઝોક આવ્યો તો સમજી લેવું કે આત્માનું ગુણસ્થાનકમાંથી પતન નિશ્ચિત છે. અપરિણત જીવો માત્ર ઉત્સર્ગ પર ભાર આપે છે, અને પોતે સેવેલા ઉત્સર્ગમાર્ગના અભિમાનમાં સકારણ અપવાદ સેવનારની નિંદા કરી ચારિત્રધર્મથી પોતે મૃત થાય છે, તો અતિપરિણત જીવો આવશક્યપદે સેવેલા અપવાદને પ્રમાદ પરવશ બની કાયમી બનાવી દેતા હોય છે. ધોરીમાર્ગમાં ક્યાંક રસ્તો તૂટી ગયો હોય, ખાડા પડી ગયા હોય, તો ડાઇવર્ઝનની જરૂર પડે, પણ ડાઇવર્ઝન ખાડા વગેરે પૂરા થાય એટલે તરત ધોરીમાર્ગને મળી જાય છે. માત્ર ઉત્સર્ગને પકડનારા અપરિણતો ધોરીમાર્ગનો એકવાર પકડેલો રસ્તો છોડવા તૈયાર થતાં નથી, પછી ભલેને રસ્તો તૂટી જવાના કારણે-ખાડાઓનાં કારણે પગ ભાંગી જાય, હાડકાં ખોખરાં થઈ જાય, અને પછી એ ખાડામાંથી બહાર આવવાની શક્યતા જ ન રહે. એમ અત્યંત આવશ્યક અવસરે પણ માત્ર ઉત્સર્ગને પકડી રાખવામાં આત્મવિરાધના-શાસનહીલનાના મોટા દોષો ઊભા થઈ જાય અને પરિણામે દુર્ગતિ ઊભી થાય. અપવાદમાર્ગીઓ એકવાર ડાઇવર્ઝનના નામે મૂળમાર્ગથી ફંટાઈ ગયા પછી એ દિશામાં જ ચાલીને ભૂલા પડે છે, દિશા ચૂકી જાય છે. એમ અતિપરિણત જીવો અપવાદના નામે ડાઇવર્ઝન લીધા પછી માત્ર અપવાદના માર્ગે જ ચાલતા રહી આત્મશુદ્ધિ-સંયમસાધનાના માર્ગથી વિમુખ બની સંસાર તરફ લઈ જનારી દિશા તરફ વહી જાય છે. જેઓ પરિણત છે, તેઓ ઇલાયચીકુમાર જેવા છે. ઉત્સર્ગ-અપવાદના બેમાંથી એક પણ તરફ ઝૂકવાના પ્રસંગમાં જિનાગમરૂપી બાંબુને બરાબર ઉપયોગમાં લઈ સમતુલા જાળવી રાખે છે. અને સાધનાના માર્ગ સલામત વિચરી મુકામે પહોંચે છે. એ ડાઇવર્ઝનનો ઉપયોગ પણ ઈજા પામ્યા વગર શીધ્ર મૂળમાર્ગને પકડી આગળ વધવા માટે જ કરે છે. જે આવા પરિણત જીવો છે, તે જ ઉત્સર્ગસ્થાનો, અપવાદસ્થાનો અને પ્રાયશ્ચિત્તસ્થાનોને બતાવનારાં છેદસૂત્રો માટે અધિકારી છે. આવો પરિણત આત્મા જ પાપભીરુ છે, યોગો દ્વાહી છે, ગુરુઆજ્ઞા-નિશ્રામાં રહેલો છે. યોગ્યતા વિકસે ત્યાં સુધી રાહ જોવાની ધીરજવાળો છે, અને જિનવચન પર, સામાચારી પર, ગુરુપરંપરા પર, અને ગુરુવચન પર પૂર્ણ શ્રદ્ધાવાળો છે. જેમ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ટકી શકે, તેમ છેદસૂત્રો યોગ્ય પાત્રમાં જ ટકી શકે. સાઇકલ ચલાવતાં આવડે એટલા માત્રથી એને કાર ચલાવવા ન આપી महानिशीथ सूत्रम्

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 282