________________
ગુરુવચન-આચારમાં તફાવત જોવા જતાં ઈશ્વર જ્યારે ગોશાળો થતો હોય, અને જિનવચનના પરિણત જ્ઞાન વિના તત્કાલ જોવા-અનુભવવા માત્રથી કાર્ય-કારણભાવ જોડી જિનોક્ત આચારક્રિયામાં દોષ-નુકસાન બતાવનારી અગીતાર્થ રજ્જુ સાધ્વી, પાછળથી પશ્ચાત્તાપ થવા છતાં પ્રાયશ્ચિત્તની યોગ્યતા ન ધરાવતી હોય, કે સંયમયાત્રાનું કચુંબર કરી જીવવિરાધનાપૂર્વક તીર્થયાત્રા કરવા જતાં શ્રી વજ્રસૂરિના ૪૯૯ શિષ્યો વિરાધક થતાં હોય ત્યારે આપણે બધાએ કેટલા બધા સાવધ-ગીતાર્થ અને સંવિગ્ન થવાની જરૂ૨ છે ? તેનો બોધ કરી લેવાની જરૂ૨ છે.
અત્યંત ગોપનીય અને સારભૂત આ મહાનિશીથ ગ્રંથ પ્રકાશિત કરી જાહેરમાં મૂકવો એમાં જિનાજ્ઞાભંગનો દોષ તો છે જ. જીવો પણ પોતાની તેવી અયોગ્યતાના કા૨ણે ત૨વાને બદલે ડૂબી જાય તેવી પૂરી સંભાવના છે. તો બીજી બાજુ યોગ્ય-લાયકભવ્ય-સાધુ ભગવંતોને વર્તમાનમાં અને ભવિષ્યમાં સાધનાનો સરસ માર્ગ પ્રકાશતો અને ભવસમુદ્રમાં દીવાદાંડીની ગરજ સારતો આ ગ્રંથ અપ્રકાશિત રહીને વિનાશ ન પામે તે જોવું પણ જરૂરી છે. તેથી આ ગ્રંથની અલ્પ નકલો જ યોગ્યપાત્ર પાસે જ જાય, તેવી ગોઠવણ કરવાનો વિચાર કર્યો. મળતી પ્રતોમાં અનેક પાઠાંતરો-મતાંતરો જોતાં ઉચિત પાઠાંતરોને સ્થાન મળે અને ગ્રંથ શક્ય શુદ્ધ અને વધુ ઉપાદેય બને તે હેતુથી પંન્યાસ શ્રી કુલચંદ્રવિજ્યજી ગણિવરે એવાં પાઠાંતરો મેળવી ઉચિત પાઠાંતરોને આ નૂતન પ્રકાશનમાં સ્થાન આપ્યું છે. મેં એ પાઠાંતરોની ચકાસણી કરી છે. અમારા ક્ષયોપશમ મુજબ સત્ય પાઠની વધુ નજીક લાગતા પાઠોને મુખ્યરૂપતા આપી છે. અને પંન્યાસ શ્રી પદ્મસેનવિજ્ય ગણિવરે સારી મહેનત કરી સંપાદન કર્યું છે. છતાં સંકલનસંશોધન કે સંપાદન ક્ષેત્રે જે કંઈ કચાશ-અધુરાશ-અશુદ્ધિ- વીતરાગવચન વિરુદ્ધ રહી ગયું હોય તે બદલ અમે ત્રણેય ક્ષમાયાચના સાથે મિચ્છામિ દુક્કડમ્ માંગીએ છીએ.
આ. જ્યઘોષસૂરિ
་
શ્રાવણ સુદ-૧૫
પિંડવાડા
महानिशीथ सूत्रम
શાસનમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય કી વિજ્યનેમિસૂરીશ્વરજી સામ, નદાવાદ-૧