Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ [ 6 ] : - સંપાદકના શબ્દો : પરમકૃપાળુ, શ્રુત કેવળી, ભદ્રબાહુ સ્વામી મહારાજા આવશ્યક નિર્યુક્તિ નામના ગ્રંથમાં ફરમાવે છે કે, કેવળજ્ઞાનથી સર્વ અર્થોને જાણીને તેમાં જે પ્રજ્ઞાપનીય અર્થો છે, તેને તીર્થંકર ભગવંતો કહે છે. જગતમાં પદાર્થો બે પ્રકારના છે. ૧. અનભિલાપ્ય ૨. અભિલાષ્ય. અનભિલાપ્ય એટલે ન કહી શકાય તેવા અને અભિલાપ્ય એટલે કહી શકાય તેવા. કહી શકાય તેવા પદાર્થોના પણ બે વિભાગ છે. ૧. અપ્રજ્ઞાપનીય એટલે ન જણાવી શકાય તેવા અને બીજા પ્રજ્ઞાપનીય કે જે જણાવી શકાય તેવા. અભિલાપ્ય પદાર્થોથી અનભિલાપ્ય પદાર્થો અનંત છે અને અભિલાપ્ય પદાર્થો ઓછા છે. તેનાથી પ્રજ્ઞાપનીય પદાર્થો અલ્પ છે. છતાં એ અલ્પતા પણ ખૂબ વિશાળ છે. આવા અભિલાપ્ય-પ્રજ્ઞાપનીય પદાર્થોનો સંગ્રહ એટલે આગમગ્રન્થો. આગમ-એટલે સમુદ્ર-કે-જેનું અવગાહન અતિ કઠીન છે. અને પ્રકરણ ગ્રંથ એટલે નદી કે જેનું અવગાહન સરળ છે. આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા માટે અગાધ આગમરૂપી સમુદ્રમાં પ્રવેશ કરવો કઠીન છે. ત્યારે નદી જેવા પ્રકરણ ગ્રંથો દ્વારા શક્ય છે. આ કાર્યની સિદ્ધિ કરાવનારા અનેક મહાપુરુષો થઈ ગયા છે. આ લોકપ્રકાશ ગ્રંથને હાથમાં લેતાં જ જેમનો ઉપકાર યાદ આવ્યા વિના ન રહે તેવા વિદ્વાન શિરોમણિ પરમ ગુરૂભક્ત ઉપાધ્યાયજી વિનય વિજયજી મહારાજને માટે વિશેષ શું લખવું, કારણ કે આ કૃતિ પોતે જ એ મહાપુરુષની ઓળખાણ આપી રહી છે. આખા જગતના તત્ત્વો-પદાર્થોને એક ગ્રંથમાં સમાવીને ગાગરમાં સાગરની યુક્તિ સત્ય કરી આપનારા આ મહાપુરુષે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવરૂપ ચાર ભેદ પાડીને ગ્રન્થની મહાનતાને પ્રદર્શિત કરી છે. પૂજ્ય ઉપકારીઓની સહાય અને કૃપા-આશીર્વાદથી દ્રવ્યાનુયોગને સ્પર્શતો પ્રથમ ભાગ તથા સમસ્ત ઉર્ધ્વ-અધો-તીર્ઘા લોકના સર્વ પદાર્થો આદિને સ્પર્શતા દ્વિતીય અને તૃતીય ભાગ પ્રગટ કર્યા બાદ Jain Education International કાળચક્ર દ્વારા પરાવર્તન પામતા અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના દરેક આરામાં શું નવીનતા હોય છે, તેના વિવરણ સ્વરૂપ કાળલોકનો આ પાંચમોભાગ પ્રગટ થઈ રહ્યો છે. આ ભાગના પૂર્વાર્ધમાં સર્ગ ૨૮ થી ૩૧ છે ત્યારબાદ આ પાંચમા ભાગમાં સર્ગ ૩૨ થી ૩૫ માં કાળલોકનું બાકીનું સ્વરૂપ તથા સર્ગ ૩૬ માં ભાવલોક અને સર્ગ ૩૭ માં દરેક સર્ગની પૂજ્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 418