Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ [9] = = = = * કાળલોક-[ઉત્તરાર્ધ) સિર્ગ ૩૨ થી ૩૫ નું ટુંક વિવરણ]. -મુનિ હેમપ્રભ વિજયજી પરમ પૂજ્ય, પરમ કૃપાળુ, દેવાધિદેવ, ચરમ તીર્થપતિ, મહાવીર સ્વામી ભગવાને કેવળજ્ઞાન પામ્યા પછી સતત પરોપકારમાં મગ્ન રહી ધમદશનારૂપી અમૃતનું દાન જગતના જીવોને કર્યું હતું. ગણધર ભગવંતોએ તે અમૃતવાણીને ઝીલીને સૂત્રરૂપે ગુંથેલી છે અને તે સૂત્રરૂપે રચેલા પદાર્થો એટલે શ્રુતજ્ઞાન. સામાયિકથી બિંદુસાર (૧૪ મા પૂવ) સુધી શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે. ચારિત્રનો સાર મોક્ષ સુખ (મુક્તિ) છે. આવા શુદ્ધ આશયથી પ્રરૂપાયેલા પદાર્થો આપણા જેવા બાળજીવો પણ પામે-સમજે તે હેતુથી જ અનેક મહાપુરૂષોએ અનેક પ્રકરણ ગ્રંથોની રચના કરી છે. તેમાં જીવવિચાર-કર્મગ્રન્થ-સંગ્રહણી-ક્ષેત્રસમાસ આદિ દ્રવ્યાનુયોગ-ગણિતાનુયોગથી ભરપુર ગ્રંથો રચ્યા છે તેવી જ રીતે આપણા ઉપકારી ઉપાધ્યાયજી મહારાજે આ સર્વને એક લોકપ્રકાશરૂપ વિશાળ ગ્રંથમાં સમાવેશ કરીને આપણા ઉપર પરમ ઉપકાર કરેલ છે. કાળલોકના પૂર્વ ભાગમાં સર્ગ-૨૮ થી ૩૧ નું પ્રકાશન થયા પછી આ ભાગમાં સર્વે ૩૨ થી સંપૂર્ણ ગ્રંથનો સમાવેશ કરેલ છે. સર્ગ-૩૨ માં ત્રીજા આરાના અંતે પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે કુલકરોની ઉત્પત્તિ થઈ. એ રીતે વર્ણન શરૂ કર્યું છે તેમાં સાથે કુલકરો, તેમની પત્ની, શરીરમાન, આયુષ્ય, વર્ણ, સંસ્થાન, સંઘયણ આદિ સર્વનું સામાન્યથી વર્ણન કરીને પછી પ્રથમ કુલકર વિમલવાહનના પૂર્વભવનું વર્ણન કરેલ છે. તે સમયે કલ્પવૃક્ષ સાત હતા તે ક્યા ક્યા તેના નામ સ્થાનાંગ સૂત્ર પ્રમાણે બતાવેલ છે. ક્રમશઃ પડતા કાળને કારણે કલ્પવૃક્ષો ઘટતા જવાથી લોભને કારણે આપસમાં ઝઘડા થવાથી પ્રથમ કુલકરે ‘હકાર' નામની દંડનીતિ શરૂ કરી. અને તે હકકાર શબ્દમાત્રથી ત્યારે લોકોને કેવા દુઃખનો. અનુભવ થતો તેનું વર્ણન છે. આ રીતે આ નીતિ બે કુલકર સુધી ચાલી હતી. ત્યારપછી ત્રીજા-ચોથા કુલકરના સમયમાં બીજી “મકાર' નામની નીતિ શરૂ કરી. તેવા સમયે તે દંડના ભાગીદાર બનતા યુગલિકોને કેવા દુઃખની અનુભૂતિ થતી હતી તેનું વર્ણન છે. ત્યાર પછી પાંચમ-છઠ્ઠા અને સાતમા કુલકરના સમયમાં ત્રીજી ‘ધિકાર' નામની નીતિ શરૂ કરી અને તે ત્રણે નીતિનો કેવી રીતે ઉપયોગ થતો હતો તેનું વર્ણન છે. આ કુલકરોના હાથી તથા સ્ત્રીઓની ગતિનું પણ વર્ણન છે આવશ્યકના આધારે પંદર કુલકર કહ્યા છે. તે ક્યા તેનું તથા અન્ય મતોનું ટુંકથી પ્રતિપાદન કરેલ છે. છેલ્લા નાભિકુલકરના પત્ની મરૂદેવા માતાની કુક્ષીથી આપણા પરમોપકારી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 418