Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 9
________________ પ્રકાશકીય પરમ પૂજ્ય, પરમ શાસનપ્રભાવક, કલિકાલકલ્પતરૂ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશીર્વાદિથી પ્રારંભાયેલ આ જૈનદર્શનના અભૂતપૂર્વ ગ્રન્થ, લોક પ્રકાશનો પંચમ ભાગ, કાળલોક પ્રકાશ (ઉત્તરાધ)નું પ્રકાશન કરવાનો અમને લાભ મળ્યો, તે માટે અમો ખૂબ આનંદિત છીએ. પરમ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજા [પૂજ્યશ્રીનું જીવન ચરિત્ર પ્રથમ ભાગમાં આવેલ છે.] એ રચેલ આ ગ્રન્થ માટે પરમપૂજ્ય ગચ્છાધિપતિશ્રી તથા તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મળતાં, પરમ પૂજ્ય, ગચ્છાધિપતિશ્રીના શિષ્યરત્ન, પરમ પૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર, શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબના કપાપાત્ર તથા તેમનાં શિષ્યરત્ન, પરમ પૂજ્ય, આચાર્યદિવ શ્રીમદ્ વિજય સુંદકુંદ સુરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી મહારાજે સંપાદન કર્યું અને તે ગ્રન્થ પ્રકાશિત થતાં ટુંક સમયમાં આવૃત્તિ પૂર્ણ થતા નવી આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યું છે. દ્રવ્યલોક અને ક્ષેત્રલોક સર્ગ-૨૦ સુધીનું ભાષાંતર સુશ્રાવક મોતીચંદ ઓધવજી શાહે કર્યું છે જ્યારે કાળલોકનું ભાષાંતર સુશ્રાવક કુંવરજીભાઈ આણંદજી શાહે પપ વર્ષ પહેલાં કરેલ પરંતુ તે સળંગ છપાયેલું હતું તથા ભાષાંતર પણ હિન્દી ટાઈપમાં કંપોઝ થયેલું હતું જેથી વાંચનમાં તકલીફ પડતી, તેથી છૂટું–છૂટું છપાવેલ, વળી આ કાળલોક ઘણો વિશાળ ગ્રંથ હોવાથી ક્ષેત્રલોકની જેમ બે ભાગ સર્ગ ૨૮ થી ૩૧ પૂર્વાર્ધ તથા ૩૨ થી ૩૭ સર્ગ સુધી ઉત્તરાર્ધ તરીકે પ્રકાશિત કરેલ; તે રીતે જ આ બીજી આવૃત્તિ પણ કરેલ છે. અમારું ટ્રસ્ટ ઉપકારી પૂજ્યોની જ્ઞાનપિપાસાને જાગૃત રાખવા અને આવા ઉપયોગી પ્રકાશનમાં સહાયક થવા હરહંમેશ તૈયાર રહે છે. તેથી પૂજ્ય ગુરુદેવોને ફરી ફરી વિનંતિ કરીએ છીએ કે- આવા ઉપકારક ગ્રન્થો જે જીર્ણ થયેલ હોય કે અપ્રાપ્ય હોય, તેવા ભાષાંતર ગ્રન્થ કે નવા સંશોધન કરેલા ગ્રન્થો આદિનું સંપાદન કરી જ્ઞાન ભક્તિ કરે અને તેમાં અમારું ટ્રસ્ટ પૂજ્યશ્રીઓની જ્ઞાનભક્તિમાં ભાગીદાર થાય, તેવી ભાવના ભાવીએ છીએ. આ ગ્રન્થનું ટૂંક સમયમાં પ્રકાશન કરી આપવા બદલ તેજસ પ્રિન્ટર્સવાળા હસમુખ સી. શાહનો અમે આ તકે આભાર માનીએ છીએ. આ ગ્રન્થના અધ્યયન દ્વારા આપણે સર્વ શાશ્વત સુખના ભોક્તા બનીએ એ જ એકની એક શુભ ભાવના સાથે શ્રી નમસ્કાર આરાધક ટ્રસ્ટ મુંબઈ-ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 418