Book Title: Lokprakash Part 05
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ [10] અવસર્પિણીના તીર્થની આદિ કરનારા આદિનાથ પુત્ર ઉત્પન્ન થયા. એ રીતે એમના નામનો નિર્દેશન કરીને તેમના પૂર્વભવો તથા આ ભવની સંપૂર્ણ વિગતોનું વર્ણન છે. સર્વ પ્રથમ લગ્ન મહોત્સવ-રાજ્યાભિષેકવિનીતાનગરીની સ્થાપના-તેના કોટ-જગતી વગેરે તથા નગરીની અંદર મોટા અને વિશાળ-મહેલો-પ્રાસાદોની ગોઠવણ વગેરે કેવી રીતે હોય તે બતાવેલ છે. રાજ્યપાલન-ન્યાયનીતિ-વિદ્યા-કળાઓનું વર્ણન કરેલ છે. આ રીતે ૮૩ લાખ પૂર્વ સુધી સંસારમાં રહ્યા પછી સંયમ માટે તૈયાર થયેલા પ્રભુની પાસે લોકાંતિક દેવોનું આવવું; 8000 મુનિઓ સાથે દીક્ષા અંગીકાર; સુપાત્રદાનથી અનભિજ્ઞ લોકો દ્વારા ફળ-ફૂલ-અલંકાર આદિ ભટણા મૂકાય છે. પણ પરમાત્મા તેને ગ્રહણ કરતા નથી. એ રીતે અન્ય મુનિવરોનું શું થાય છે તેનું સુંદર આલેખન કર્યું છે. હસ્તિનાપુરમાં આવવું-શ્રેયાંસના હસ્તે સૌ પ્રથમ ઈક્ષરસની ભિક્ષાનું ગ્રહણ-પંચદિવ્યનું પ્રગટ થવું તે વર્ણન છે. પરમાત્માને કેવળજ્ઞાન તેમની ઋદ્ધિના દર્શને આવેલા મરૂદેવા માતા-અંતકૃત કેવલી થઈને આ અવસર્પિણીના પ્રથમ સિદ્ધ થયા તેનું વર્ણન કરીને બાકીના જિનેશ્વરોના માતા-પિતાની ગતિનું વર્ણન કરેલ છે તે અંગે મતાંતરોનો પણ ઉલ્લેખ કરેલ છે. અગ્નિ સંસ્કારની વિધિ કેવી રીતે શરૂ થઈ તેનું ટુંકથી નિર્દેશન છે. ત્યારપછી ભરત મહારાજાના પુત્રો તથા પૌત્રોએ સંયમ ગ્રહણ કર્યું તથા ભરત મહારાજાએ ૫૦૦ ગાડા ભરીને ભક્તિ કરવા ગયા ત્યારે પ્રભુએ રાજપિંડ તથા અભ્યાહતઆધાકર્મી પિંડ ન ખપે તેમ જણાવતા ભરતને ખૂબ દુઃખ થયું ત્યારે ઈન્દ્ર મહારાજાએ અવગ્રહના પ્રશ્ન દ્વારા ભારત મહારાજાને સંતોષ આપ્યો. ઈન્દ્ર મહોત્સવ કેવી રીતે શરૂ થયો તે અંગનો ખુલાસો કરેલ છે. શ્રાવકોની ભક્તિ માટે ભરત મહારાજાના પ્રયત્નો, તેમાં પડેલી મુશ્કેલી, તે મુશ્કેલીના નિવારણરૂપે રેખાઓ તથા તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. ત્યારપછી આદિનાથ ભગવાનના શિષ્ય આદિ પરિવાર-ચક્ષ-યક્ષિણીનું વર્ણન કરેલ છે. અંતે પ્રભુનું અષ્ટાપદ ઉપર પધારવું અને ત્યાં સિદ્ધિગમન થયું તેનું વર્ણન છે. અષ્ટાપદ ઉપર ભરત મહારાજાએ જે ભવ્ય જિનગૃહ-સ્તૂપ આદિ બનાવ્યા તેનું વર્ણન છે. આ વર્ણન થયા પછી પરમાત્માની સંસારી પાટપરંપરામાં અસંખ્યાત રાજાઓ સિદ્ધ થયા હોવાથી તેનું સિદ્ધદંડિકારૂપે વર્ણન છે. તેમાં સૌ પ્રથમ ૧. અનુલોમ સિદ્ધદંડિકા ૨. પ્રતિલોમ ૩. સમસંખ્યા ૪. એકોત્તર ૫. દ્વિઉત્તરા ૬. ત્રિઉત્તરા ૭. વિચિત્રા-વિષમોત્તરા સિદ્ધદડિકાનું વર્ણન કરેલ છે. એટલે એ રીતે અસંખ્ય રાજાઓ સિદ્ધ તથા સર્વાર્થસિદ્ધ અનુત્તરમાં ગયા છે તેનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કરતાં અજિતનાથ ભગવાન સુધી જણાવેલ છે. આ રીતે પ્રથમ રાજા-પ્રથમ સાધુ-પ્રથમ તીર્થંકર પરમાત્મા આદિનાથ ભગવાનનું વિસ્તારથી વર્ણન કરીને હવે બાકીના ૨૩ તીર્થંકર પરમાત્માનું વર્ણન છે. તેમાં બધાની વિગતનું વર્ણન નીચે પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 418