Book Title: Lokprakash
Author(s): Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ (૬) પરિશિષ્ટ-૨માં આ ગ્રન્થમાં જે મતાંતરો રજુ કરવામાં આવ્યા છે તેનો વિષય અને તેને મતાંતરવાળા ગ્રન્થોનાં નામોની સૂચિ બનાવી છે. (૭) ગ્રન્થકારે ગ્રન્થમાં કેટલાક વિષયોનું વર્ણન કર્યું પણ બહુ વિસ્તાર ન કરતા વધુ જાણવાની જિજ્ઞાસાવાળાને જે શાસ્ત્રને જોવાની ભલામણ કરી છે તે શાસ્ત્રનાં નામોની સૂચિ વિષયનિર્દેશ સાથે પરિશિષ્ટ-૩માં મૂકી છે. ત્યાર બાદ ગ્રન્થકારશ્રીની બીજી કૃતિઓનાં નામો અને આ ગ્રન્થમાં જે જે શાસ્ત્રોનાં આધાર લેવામાં આવ્યા તે ગ્રન્થોની સૂચિ મૂકી છે. તેમજ શરૂઆતમાં જ આ ગ્રન્થનો વિષયાનુક્રમ મૂક્યો છે. આ ગ્રન્થ એક સંગ્રહગ્રન્થ છે. આગમશાસ્ત્રોમાં ચારેબાજુ વિસ્તરેલ પદાર્થોને એક જગ્યાએ સંગ્રહિત કરવાનું મુખ્ય કાર્ય આ ગ્રન્થમાં થયું છે. આમાં ફક્ત પદાર્થોનું સંકલન જ નથી, તે તે પદાર્થોને ગ્રન્થકારશ્રીએ પોતાની લાક્ષણિક શૈલીથી આલેખ્યા છે. આ એક જ ગ્રન્થનું અધ્યયન કરવાથી અન્ય - અન્ય અનેક ગ્રન્થોનો બોધ થઈ જાય છે. એક જ પદાર્થ વિશે અલગ-અલગ ગ્રન્થકારો શું ફરમાવે છે, તેનું જ્ઞાન પણ અહીં જ થઈ જાય છે. ગ્રન્થકારશ્રી અંગે વિચારીએ તો તેઓશ્રીની તીવ્ર સ્મરણશક્તિ અને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ પ્રત્યે અહોભાવ જન્મે તેમ છે. તેઓશ્રીનો બોધ કેટલો વિસ્તૃત હતો તેનો અંદાજ આ ગ્રન્થમાં આપેલા સાક્ષીપાઠો દ્વારા જ આવી જાય છે. જે સમયમાં ગ્રન્થની પ્રત મેળવવી પણ મુશ્કેલ હતી તેવા સમયમાં સેંકડો ગ્રન્થોની સાક્ષી આપીને ગ્રન્થ બનાવવો કેટલું મુશ્કેલ કાર્ય છે તે સમજી શકાય છે. આજના જેવી સગવડ, શાસ્ત્રોની સુલભતા અને જોઈએ તેવો સહયોગ જો ગ્રન્થકારશ્રીના સમયમાં હોત તો કદાચ આથી પણ ઉત્કૃષ્ટ રચનાની આપણને ભેટ મળી હોત. ગ્રન્થકારશ્રીની બીજી શાસ્ત્ર રચનાઓ જોતા તેઓશ્રીની શાસ્ત્રપારંગતતા પ્રગટ થાય છે. વ્યાકરણભાવના-કલ્પસૂત્રની સુબોધ શૈલીની ટીકા - રસાળ ગૂર્જર સાહિત્યની રચના વગેરેથી તેઓશ્રીના બોધની વિશાળતા સાથે ઊંડાઈનો પણ સારો પરિચય મળે છે. - આ ગ્રન્થના પ્રૂફ ચેકીંગમાં, દ્રવ્યલોક પ્રકાશનનું પ્રૂફ શુદ્ધ કરવામાં સાધ્વીશ્રી હેમરત્નાશ્રીજીના નિશ્રાવર્તિ સાધ્વીશ્રી જિનરક્ષિતાશ્રીજીએ કાળજીપૂર્વક કાર્ય કર્યું છે. તેમની સ્વાધ્યાયપ્રિયા વૃત્તિ અને પ્રવૃત્તિ યાદ રહી જાય તેવી છે. તે સિવાયના સમગ્ર ગ્રન્થનું મૂફ ચેકીંગ સાધ્વીશ્રી જયધર્માશ્રીજી અને તેમની સુશિષ્યાઓ સાધ્વીશ્રી ભવ્યધર્માશ્રીજી, સાધ્વીશ્રી ભવ્યસિદ્ધિશ્રીજી, સાધ્વીશ્રી ધર્મસિદ્ધિશ્રીજી અને સાધ્વીશ્રી તત્ત્વકૃતિશ્રીજીએ ખૂબ મહેનત લઈને કર્યું છે. એમની સૌની પણ સ્વાધ્યાયસૂચિ અતિ ઉત્તમ છે. આમ છતાં પણ મુદ્રણ અશુદ્ધિ રહી જવાની સંભાવના પૂર્ણ છે. આ બધાના સ્વાધ્યાય રસની અનુમોદના સાથે તેમના સહયોગને અહીં કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું. શાસ્ત્ર અને સિદ્ધાંતો પ્રત્યે અતિ આદરભાવ ઉત્પન્ન કરવાનું દુષ્કર કાર્ય સહજતાથી કરી જનારા બહુશ્રુતગીતાર્થ સ્વ-પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ધર્મોપકારને અને પુણ્યસામ્રાજ્યને શિરસાવંધ કરીને ચાલનારો રમણલાલ છગનલાલ આરાધના ભવનનો શ્રી સંઘ આ ગ્રન્થ પ્રકાશનમાં સંપૂર્ણ આર્થિક સહ્યોગ દેનારો બન્યો છે. આ સંઘના જ્ઞાનનિધિમાંથી આ ગ્રન્થ પ્રકાશિત કરવામાં આવ્યો છે, દરેક શ્રી સંઘો જો આ રીતનો આદર્શ આંખ સામે રાખીને પોતાના જ્ઞાનનિધિને શ્રુતપ્રકાશન માટે ખુલ્લો મુકેતો અપ્રગટ કે પ્રગટકોઈપણ ગ્રન્થ દુર્લભનરહે. જ્ઞાનના કાર્ય માટે યોગ્ય રીતે જ્ઞાનનિધિ વાપરવામાં ન આવે અને મમત્વથી સંગ્રહ જ કરે તો વહીવટ કરનારાને દોષ લાગે છે આ વાત કદી ભૂલાવી ન જોઈએ. મારા પરમશ્રદ્ધેય ગુરુદેવ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરવિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ઘણીવાર કહેતા કે વર્ષમાં એકવાર શ્રી લોકપ્રકાશ અને શ્રી પ્રવચન સારોદ્ધારનો સ્વાધ્યાય કરવામાં આવે તો લગભગ આગમના પદાર્થો તાજા ને તાજા રહે, આ ગ્રન્થનું સંપાદન કરતી વખતે એના વાચનથી અનેક પ્રકારની શુભપરિણતિનો આસ્વાદ મને અનાયાસે થતો રહ્યો છે, એનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેવો નથી. આ ગ્રન્થના અધ્યયનદ્વારા આવાજ સાત્ત્વિક આનંદ અનુભવનારા સૌ બને એ જ શુભકામના. મૂક શુદ્ધ કરવામાં સાધીથી જીપૂર્વક કાર્ય કર્યું છે. તેમની ગ્રન્થનું મૂફ ચેકીગ પન્યાસ જયદર્શનવિજયગણી વિ. સં. ૨૦૬ ૧, જેઠ સુદ ૬, સોમવાર તા. ૧૩-૬-૨૦૦૫, ભારજા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 738