Book Title: Lokprakash Author(s): Jaydarshanvijay Publisher: Jinagna Prakashan View full book textPage 4
________________ લાભાર્થીની ભક્તિ.... પૂજ્યપાદ ગણિવર્યશ્રી જયદર્શનવિજયજી મ.સા. લવાછા-અંબિકા પાર્કના શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયની પ્રતિષ્ઠા માટે પધારી રહ્યા હતા ત્યારે વચમાં નવસારી અમારા શ્રીસંઘમાં પધાર્યા હતા. શાસનની અનેકવિધ વિચારણા કરતા કરતા તેઓશ્રી આગળ ગ્રન્થ પ્રકાશન સંબંધી વાત નીકળી. ઘણા પ્રાચીન ગ્રન્થો પૂર્વમાં પ્રકાશિત થયા છે તેના પુનર્મુદ્રણની આવશ્યકતા અમને જાણવા મળી. એક બાજુ ગ્રન્થો ભણનારા આજના કાળમાં ઓછા થતા જાય છે તો સામે કોઈને ગ્રન્થ ભણવાની શરૂઆત કરવી હોય તો પૂરતી સંખ્યામાં ગ્રન્થો મળતા નથી. ક્યારેક એક ભાગ મળે છે તો બીજો ભાગ ગાયબ થઈ ગયો હોય છે. માટે ગ્રન્થો પરિપૂર્ણ સ્વરૂપના છૂટથી મળી શકે તે માટે ગ્રન્થોનું વારંવાર પ્રકાશન થયા કરે તો તેની પ્રાપ્તિદુષ્કર કે દુર્લભ ન રહે. અમે પૂ. ગણિવર્યશ્રીને વિનંતી કરી કે “સાહેબ, તેવો ઉપયોગી ગ્રન્થ પ્રકાશિત કરવો હોય તો અમારા શ્રી કે સંઘમાં જ્ઞાનખાતાની આવક છે જ. એક ગ્રન્થ પ્રકાશનનો લાભ અમને આપો.” ત્યારે તેઓશ્રીએ પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ વિનયવિજયજી ગણિવર રચિત ‘શ્રી લોકપ્રકાશ’ મહાગ્રન્થના પ્રકાશનનું સૂચન કર્યું. અમોએ તેને સહર્ષ વધાવી લીધું. આમ આ ગ્રન્થ પ્રકાશનના મંડાણ થયા. આજે એ મહાગ્રન્થ આપના કરકમલમાં છે. તત્ત્વપ્રેમી આત્માઓની જ્ઞાનપ્રાપ્તિમાં નિમિત્ત અને સહાયક બનવાનું સૌભાગ્ય અમને મળ્યું છે તેનો અમને ખૂબ જ આનંદછે. જિનશાસનના મહાન જ્યોતિર્ધર-સુવિહીતશિરોમણિ-સિદ્ધાંતસંરક્ષક - સકલસંઘહિતચિંતકગીતાર્થમૂર્ધન્ય-અમર યુગપુરુષ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાદૃષ્ટિ અમારા શ્રી સંઘ ઉપર સતત વરસતી રહી હતી. તેઓશ્રીની પાટપરંપરામાં આવેલ પટ્ટધરો અને તેઓશ્રીના સામ્રાજ્યવર્તી સુવિશાલસમુદાયની પણ અમારા શ્રી સંઘ ઉપર અમી નજર છે. આ બધાના પ્રભાવે અમને શાસ્ત્રીય સત્યની પ્રાપ્તિ બહુ સહેલાઈથી થઈ જાય છે. ટ્રસ્ટીઓએ ધર્મદ્રવ્ય ઉપર માલિકીભાવ રાખવાનો નથી, ધર્મદ્રવ્યનું સંરક્ષણ, સુયોગ્ય સંવર્ધન અને સમુચિત વ્યય કરવાનો છે. આ સત્ય અમને બહુ સારી રીતે સમજાયું છે. અમારા શ્રી સંઘમાં આવતા જ્ઞાનદ્રવ્યનો આ જ રીતે સુયોગ્ય વિનિયોગ કરવાનો લાભ અમને મળતો રહે તેવી ભાવના રાખીએ છીએ. શ્રી લોકપ્રકાશ મહાગ્રન્થના અધ્યયન અને અધ્યાપન દ્વારા જિનશાસનનાં મૌલિકતત્ત્વો સૌના હૃદયમાં પરિણમે તેવી અભ્યર્થના.. રમણલાલ છગનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી રત્નત્રયી આરાધક સંઘPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 738