Book Title: Limbdi Jain Gyanbhandar Hastlikhit Prati Suchipatra
Author(s): Chaturvijay
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 9
________________ પરલોક્વાસી સ્વજનના કલ્યાણમાટે, સાહિત્ય પ્રત્યેની પિતાની અભિરૂચિને કારણે અગર તેવા કેઈ પણ શુભ નિમિત્તે નવીન પુસ્તકાદર્શો લખાવીને અથવા પુરાતન જ્ઞાનભંડારો અસ્તવ્યસ્ત થવાને કારણે કોઈ વેચતું હોય તેને વેચાતાં લઈને મોટા મોટા જ્ઞાનભંડારોની સ્થાપના કરી છે અથવા પોતપોતાના શ્રય આચાર્યાદિ મુનિવર્ગને તેવા પુસ્તકસંગ્રહ અધ્યયનાદિ નિમિત્તે ભેટ આપ્યા છે. આ સ્થળે ધ્યાનમાં રહેવું જોઈએ કે સાધારણમાં સાધારણ વ્યક્તિઓએ પોતે અ૯૫સંપન્ન હોય છતાં ઉપરોક્ત શુભ નિમિતોમાંનું કોઈ પણ નિમિત્ત પ્રાપ્ત થતાં તેઓએ પણ “ટીપે ટીપે સરોવર ભરાય.” એ ન્યાયે મહાનમાં મહાન જ્ઞાનભંડાર ઉભા કરવામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપે છે. આવા વ્યક્તિ વ્યક્તિગત અલ્પ ફાળાદ્વારા જે કામો થયાં છે અથવા થાય છે તેને જે બાદ કરી લઈએ તે સમર્થ વ્યક્તિઓએ કરાવેલ કાર્યોનું માપ સૌમાંથી પણ અગર તેથી પણ વધારે બાદ કરતાં જે આવે તેટલું જ થાય. એટલે પ્રમાણમાં નાના સરખા દેખાતા આ ફાળાઓની કીમત પણ જેવી તેવી નથી. પૂજ્યપાદ શ્રીમાન દેવગિણિ ક્ષમાશ્રમણે ગ્રંથલેખન આરંભ કરાવ્યો ત્યારે અને તે પછી પણ અનેક સમયે તેમજ સાધારણ વ્યક્તિઓએ વિશાળ જ્ઞાનભંડારોની સ્થાપના કરી હશે અથવા કરી છે, તેને લગતાં ઐતિહાસિક સાધનોના અભાવમાં તેમજ મારા પિતાના તદિષયક ઉંડા અભ્યાસને અભાવે તે ચિરકાલીન ભડારોનો પરિચય ન આપતાં માત્ર તે જ્ઞાનભંડારોની વિશાળતાને ખ્યાલ આવે તેટલા ખાતર પાછલી શતાબ્દીઓમાં રાજા-મહારાજા આદિએ જે જ્ઞાનભંડાર સ્થાપ્યા છે તેને ટુંક પરિચય આ સ્થાને આપવાનો સંકલ્પ છે. રાજાઓએ સ્થાપેલ જ્ઞાનભંડારે રાજાઓમાં જ્ઞાનકેશની સ્થાપના કરનાર બે ગૂર્જરેશ્વર પ્રસિદ્ધ છે. એક વિદ્વત્રિય સાહિત્યરસિક મહારાજા શ્રીસિદ્ધરાજ અને બીજા જૈનધર્મપ્રતિપાલક મહારાજા શ્રીકુમારપાલ, સિદ્ધરાજે ત્રણસે લહિઆઓ એકઠા કરી સર્વદર્શનના ગ્રંથ લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાને તથા આચાર્ય હેમચંદ્રકૃત સાંગોપાંગ સપાદલક્ષ (સવાલાખ) વ્યાકરણ ગ્રંથની સેકડે પ્રતિ લખાવી તેના અભ્યાસીઓને આપ્યાનો તેમજ અંગ અંગ આદિ ભિન્ન ભિન્ન દેશોમાં ભેટ મોકલાવ્યાને અને તે તે વિષયના અભ્યાસીઓને તે તે ગ્રંથ પૂરા પાડ્યાનો ઉલ્લેખ “પ્રભાવકચરિત્ર તથા ___ औपपातिकसूत्र राजप्रश्रीयस्व० पु० मंत्रि छाडाकेन गृहीत्वा श्रीभुवनतुङ्गवरीणां वाच. नाय प्रदत्ता । तैः प्रपाट्टलके क्षिप्ता ॥ સાકર, જી. કેઈ કોઈ વાર મુનિઓ પણ શ્રેયાર્થે શ્રેષે લખતા– संवत् १२११ वर्षे आश्विनवदि १ बुधदिने पूर्वभाद्रपदनाम्नि मूलयोगे तृतीययामे पं० मणिभद्रशिष्येण यशोवीरेण पठनार्थ कर्मक्षयार्थ च लिखितं ॥ R. રૂ૫ સિટિજન. રમે, ४ राज्ञः पुरः पुरोगैश्च विद्वद्भिर्वाचितं ततः । चक्रे वर्षत्रयं वर्ष (यावत्) राज्ञा पुस्तकलेखने ॥१०३॥ राजादेशानियुक्तैश्च सर्वस्थानेभ्य उद्यतैः । तदा चाहूय सञ्चके लेखकानां शतत्रयम् ॥१०॥ पुस्तकाः समलेख्यन्त सर्वदनिना ततः ।। प्रत्येकमेवादीयन्ताध्येतॄणामुघमस्पृशाम् ॥१०॥ इत्यादि हेमचन्द्रसरि प्रबन्धे ॥ અમારપાલ પ્રબંધ પત્ર ૧૭ માં આને મળી જ ટુંક ઉલ્લેખ છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 268