Book Title: Limbdi Jain Gyanbhandar Hastlikhit Prati Suchipatra
Author(s): Chaturvijay
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 13
________________ પ્રથમ વિભાગમાં મહારાજા અજયપાળની મહારાજા કુમારપાળદેવ પ્રત્યેની દૈષવૃત્તિ તથા મેગલની તેમના હુમલા સમયની સ્વધર્મધતા જેવા પ્રસંગો સમાય છે. આવા પ્રસંગમાં વિપક્ષીઓ કે વિધાર્મીઓ સામા થાય ત્યારે તેમના સામે થઈ જ્ઞાનભંડારોને સ્થાનાંતર કરવા માટે અથવા બચાવવા માટે દૂરદર્શિતા તેમજ પરાક્રમ જ કામ આવે છે. અજયપાળે કુમારપાળ પ્રત્યેના વૈરને કારણે તેમનાં કરેલ કાર્યોને નાશ કરવા માંડ્યો ત્યારે મંત્રી વાગભટે અજયપાળ સામે થઈ જૈન સંઘને ત્યાં વિદ્યમાન પુસ્તભંડાર આદિ ખસેડવા માટે ત્વરા કરાવી. જૈન સંધે પણ સમયસૂચક્તા વાપરી ત્યાં વિદ્યમાન જ્ઞાનભંડાર આદિને ગુપ્તસ્થાનમાં રવાના કરી દીધા. અને મહામાત્ય વાગભટ તથા તેના નિમકહલાલ સુભટે પિતાના દેહનું બળિદાન આપી યમરાજના અતિથિ બન્યા. જૈન સંઘે આ ભંડારે તે સમયે ક્યાં સંતાડયા ? પાછળથી તેની કેાઈએ સંભાળ લીધી કે નહિ? આદિ કશું જ કઈ જાણતું નથી, તેમજ તે હકીક્તને ઉલ્લેખ પણ ક્યાંય થયો નથી. સંભવ છે કે તેને જ્યાં રાખવામાં આવ્યા ત્યાં ને ત્યાં જ રહ્યા હોય. કેટલાકેનું કહેવું છે કે તે બધું તે સમયે જેસલમેર મેકલાયું હતું, પરંતુ ત્યાંના કિલ્લામાં અત્યારે જે પુસ્તકસંગ્રહ વિદ્યમાન છે તે જોતાં તેમ માનવાને કશું જ કારણ નથી મળતું. ત્યાંની દંતકથા પ્રમાણે કિલ્લાના અન્ય ગુપ્ત ભાગમાં તે સંગ્રહ હોય તે કાંઈ કહેવાય નહિ. પણ તે સંભવ જ નથી, તેમ ઘણી વાર આવી કિંવદન્તીઓ વજુદ વિનાની જ હોય છે. જેમ જૈન સંઘે મેગલની ચડાઈના જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે જામનગર પ્રભાસપાટણ ઉના અજાહરા ગાથા રાંતેજ ઈડર પાટણ આદિ નગરમાં મંદિરની અંદર ગુપ્ત અગમ્ય માર્ગવાળાં તેમજ અકથ્ય ઉંડાઈવાળાં ભૂમિગૃહો-ભેંયરાં બનાવ્યાં છે તેમ જ્ઞાનભંડારોની રક્ષા માટે બનાવ્યાનું ક્યાંય જાણવામાં કે સાંભળવામાં નથી. આનું કારણ એક જ જણાય છે કે જૈન મંદિર એ જાહેર તેમજ લક્ષણયુક્ત મકાન હોઈ તેને શોધતાં વાર ન લાગે અને જ્ઞાનભંડારોની જેમ પાષાણુમયી સ્થાનાંતર કરવામાં મુશ્કેલીનો પ્રશ્ન હોઈ તેનું ગોપન નજીકમાં નજીક સ્થાનમાં થાય એ જ ઈષ્ટ હેવાથી તેને માટે ગુપ્ત સ્થાને યોજવાની ફરજ પડી. જ્યારે જ્ઞાનભંડાર રાખવાના સ્થાનની ખાસ ઓળખ ન હોવાથી તેમજ પ્રસંગવશાત તેને સ્થાનાંતર કરવામાં કશેય મુશ્કેલી ભર્યો પ્રશ્ન ન હોવાથી તેને માટે તેવાં ગુપ્ત સ્થાને રચવાની આવશ્યકતા સ્વીકારાઈ નથી. આમ છતાં એમ માનવાનું નથી કે-ભંડારાને સુરક્ષિત રાખવા માટે તેવી યોજના કરવામાં નહોતી જ આવતી. આના ઉદાહરણરૂપે આપણી સમક્ષ જેસલમેરનો કિલ્લો વિદ્યમાન છે. જેમાંના મકાનમાં ત્યાંના ભંડારને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે–તેમણે ગુપ્ત સ્તંભને ઔષધીવડે ઉધાડી તેમાંથી મંત્રાસ્નાયનાં કેટલાંક ઉપયોગી પુસ્તકે બહાર કાઢયાં અને સ્તંભ અચાનક જમીનમાં ઉતરી ગયો. આવા બહુરૂપીબજાર અને મૃગલીના નવલકથામાં વર્ણવાએલ તલસ્માતી મકાને જેવા,–ગુપ્ત સ્તંભો કે મકાને, એ સદાને માટે ઈરાદાપૂર્વક અદશ્ય કરવાનાં મંત્રસંગ્રહ જેવાં પુસ્તકે માટે ભલે ઉપયોગી ગણાય. અન્ય પુસ્તકસંગ્રહના રક્ષણ માટે-જેનો અધિકારી આખો સમાજ છે–આવા સ્તંભે કે મકાને ઉપયોગી ન જ હોઈ શકે. બીજા વિભાગમાં વરસાદની જલમિશ્રિત શરદી ઉધઈ ઉંદર આદિને સમાવેશ થાય છે. ઉધઇથી જ્ઞાનભંડારનું રક્ષણ કરવા માટે પુસ્તક મૂકવાની પેટી મજૂસ કે કબાટ આદિની આસપાસ ધૂળ-કચરે ન વળવા દેવો તેમજ જમીનથી અધર રહે તેમ પેટી આદિ રાખવાં અને ઉંદરથી બચાવવા માટે જેમાં પુસ્તક રાખવામાં આવતાં હોય તેમાં ઉંદર પેસી જાય તેવી પિલાણ કે રસ્તો ન હોવો જોઈએ એ સૌ કોઈ જાણતું હેય છે. પરંતુ પુસ્તકને શરદીથી કેમ બચાવવું? ચેટી જવાનો સંભવ હોય તેવા પુસ્તકને કેમ રાખવું? ચેટી ગયેલ પુસ્તકને કેમ ઉખાડવું? ઈત્યાદિ બાબતોથી તે આજ કાલને જૈન મુનિવર્ગ પણ લગભગ અજાણ છે એટલે તેને લગતી બાબતની નેધ કરવી વધારે આવશ્યક છે. પુસ્તકનું શરદીથી રક્ષણ-હસ્તલિખિત પુસ્તકેની શાહીમાં ગુંદર પડતું હોવાથી વરસાદની જલમિશ્રિત શરદી લાગતાં તે ચોંટી જાય છે. માટે શરદીથી અથવા ચાંટવાથી બચાવવા માટે તેને મજ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 268