________________
સાગરમંથન કરી સારભૂત રત્ન શેધી અમૃત મચ્યું, એમાં તેમને હરિભદ્રજીનું કેટલી મહેનત પડી હશે તે જેમ તે વિબુધે જ જાણે, તેમ આ અપૂર્વ તત્ત્વમંથન: મહાવિબુધ લલિતવિસ્તરાકારે નિજબુદ્ધિરૂપ મંથ વડે શાસ્ત્રસમુદ્રનું પદે પદે ન્યાયમૌક્તિકની મંથન કરી સારભૂત ન્યાયરત્ન સંશોધી તત્વઅમૃત વલોવ્યું, તેમાં ગૂંથણું તેમને કેટલે પરિશ્રમ પડયો હશે, તે તે આ મહાવિબુધને
અંતરાત્મા જ જાણે. તથાપિ અત્રે સ્થળે સ્થળે પ્રતિપદે દશ્યમાન થતા પ્રજ્ઞાચમત્કારથી ભલભલા પ્રજ્ઞાવંતને પણ આશ્ચર્યમુગ્ધ કરી છક કરી દે એવા ન્યાય-મૌક્તિકે જે આ પ્રાજ્ઞશિરેમણિએ અદ્દભુત તત્વસંકલનાથી આ લલિતવિસ્તરા ગ્રંથમાં ગૂંચ્યા છે, તે પરથી આ અપૂર્વ મૌલિક તત્ત્વસંશોધન કાર્યમાં આ મહાવિભૂતિને કેટલે પરિશ્રમ પડ્યો હશે તેનું સહજ અનુમાન માત્ર જ સહુદય પ્રાજ્ઞજને કરી શકે છે, અને–“ggવારા સતi fમૂતા:”–સંત પુરુષની વિભૂતિઓ પરોપકારાર્થ હોય છે એ સૂત્રને ચરિતાર્થ કરતું આ જવલંત ઉદાહરણ પખી સાનંદાશ્ચર્ય અનુભવે છે.
ભગવદ્ અને ભગવદ્ભક્તિ બા. જગતમાં કઈ વિવાદ નથી, પણ ભગવત્ કોણ? અત્ કોણ? અને તેનું તારિવક સ્વરૂપ શું? એ બા. જગતમાં નાના પ્રકારની બ્રાંતિ
- પ્રવર્તે છે. તે બહુવિધ ભ્રાંતિતમસનું સમ્યક્ તત્વદર્શન–ભાસ્કરના તાવિક ભગવભક્તિ: પ્રકાશથી નિgષ નિરાકરણ કરી, આ લલિતવિસ્તર અહંત વક્તા શ્રોતાનું પ્રજન ભાગવતનું શુદ્ધ તાત્વિક સ્વરૂપ યુક્તિયુક્ત ન્યાયચર્ચાથી વિસ્તારથી
- પ્રદર્શાવી, જગતૂના ચોગાનમાં અત્ ભગવત્ “મહાદેવ ની મહા પ્રતિષ્ઠા કરે છે, અને રાગ-દ્વેષ–મોહ એ ત્રિદેષની સૃષ્ટિને સંહાર કરનારા આ મહાદેવની શુદ્ધ તાત્વિક નિષ્કામ ભક્તિમાં આત્માર્થી મુમુક્ષુઓને પ્રેરે છે. અને એ જ આ ગ્રંથનું પ્રજન છે. અત્રે શાસ્ત્રકર્તાનું અનંતર-તાત્કાલિક (Immediate) પ્રજન -આ ભક્તિપ્રધાન ચૈત્યવદન સૂત્રની લલિત પદેથી વ્યાખ્યા વિસ્તારતાં, પદે પદે તેના પરમ સુંદર-લલિત વિષયભૂત ભાવચિત્યવરૂપ શુદ્ધ ચિતન્યમૂર્તિ અહંત ભગવંતની તાત્વિક ભક્તિમાં પ્રવર્ધમાન ભાવે લીન થવું, અને અન્ય મુમુક્ષુજને પણ તેમાં પ્રેરવા,-એ છે. અને આમ માનપૂજા–કીર્તિ આદિ તુચ્છ કામનાથી રહિતપણે, શુદ્ધ આશયથી, કેવળ શુદ્ધ આત્માથે નિર્મળ પરમાર્થ પ્રેમથી કરવામાં આવતી આ સ્વ-પરઉપકારી ભક્તિપ્રવૃત્તિથી મોક્ષના અવધ્ય-અચૂક બીજરૂપ ગબીજ ચિત્તભૂમિમાં રેપી, અનુક્રમે અંકુરાદિ ભાવ પમાડી, અનુપમ મેક્ષફળની પ્રાપ્તિ કરવી, એ જ અંતિમ ધ્યેયરૂપ પરંપરા પ્રયજન (Remote, Ultimate) છે. શ્રોતાનું પરંપરા-પ્રયજન મેક્ષ જ છે, અને અનંતર પ્રયોજન તે આ સૂત્રનું અર્થ-તત્વ સમજી તાવિક ભક્તિભાવની વૃદ્ધિ કરવી એ છે-કે જેથી તે ભક્તિરૂપ અવધ્ય-અમોઘ ગબીજ ઉત્તરોત્તર વિકાસ પામી મેક્ષફળ આપે જ.
એહનું ફળ દેય ભેદ સુણજે, અનંતર ને પરંપર રે, આણાપાલન ચિત્ત પ્રસન્ની, મુગતિ સુમતિ સુરમંદિર છે.”–શ્રી આનંદઘનજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org