Book Title: Laghu Ane Bruhat Prakrit Vyakaran
Author(s): Dalichand Pitambardas
Publisher: Dalichand Pitambardas

View full book text
Previous | Next

Page 6
________________ થાય તેવા હેતુથી ફક્ત તે સાધનો પૈકીનો એક અંશ પૂરો પાડવા આ પ્રયત્ન છે. જેમ ઈતિહાસ લખે એ કંઈ દરેક માણસની શક્તિનું કામ નથી, પણ ઘણે બુદ્ધિશાળી પુરૂષ હોય તે જ ખરે ઉપયોગી ઈતિહાસ લખી શકે છે. પણ તેવા માણસને મદદરૂપ થાય તેવા સાધનો પૂરાં પાડવાનું ઘણું માણસો પ્રયત્ન કરે છે. અને આવા સાધનો પૂરાં થતાં કેટલાંક સૈકા વીતી જાય છે જે બધાને ઉપગ સદરહુ બુદ્ધિશાળી કરે છે. આવાં સાધન તૈયાર ન હેય તે તે બુદ્ધિશાળી મનુષ્યને પણ ઘણે વખત એ સાધને પૂરાં ક રવામાં ખપી જાય અને ધાર્યું કામ થાય નહિ. જ્યાં સુધી આવો ગ્રંથ છપાયે નથી ત્યાં સુધી હાલ હયાત જેટ. લાં સાધને છે તે પૈકી સારામાં સારા અને સુગમમાં સુગમ આ સાધન છે. આ ગ્રંથે ફક્ત જૈનેને જ ઊગી છે એટલુજ નહિ પરંતુ તત્વ જ્ઞાનના જીજ્ઞાસુ અને સંસ્કૃત ભાષાના જાણુ દરેક જણને ખાસ ઉપયોગી છે. દરેક નાટકોમાં પ્રાકૃત ભાષા બોલનાર પાત્ર ઘણું હોય છે તે સમજવા ભાટે પ્રાકૃત વ્યાકરણના બોધની ખાસ જરૂર છે. હૃષિકેશ કૃત પ્રાકૃત વ્યાકરણ અંગ્રેજી ટીકાવાળું મારા જેવામાં આવ્યું તેમાંને થોડેક ભાગ વાંચી જોતાં મને જણાયું કે થોડી મહેનતે પ્રાકૃતનું સાધારણ જ્ઞાન મેળવવા ઈચ્છનારને આ પુસ્તક ઘણું ઉપયોગી છે. કારણ કે મેટા વ્યાકરણમાં જ્યાં એક એક શબ્દને માટે પણ જુદાં જુદાં સુત્રો આપેલાં છે તેવાં સૂત્રે કાઢી નાખી તેને બદલે આ વ્યાકરણમાં તેવા શ નાં સંક્ત અને પ્રાકૃત રૂપ આપી ચલાવ્યું છે જેથી ભણનારને વધારે સૂત્રો ગેખવાં પડતાં નથી. તેમજ બીજી બધી રીતે પણ આ વ્યાકરણની રચના ઘણીજ સારી અને સરલ છે. વળી એ વ્યાકરણ શ્રીમાન હેમચંદ્રાચાર્ય કૃત અષ્ટમાધ્યાયના ટુંક સાર રૂપજ છે તેની ખાત્રી થવા સારૂ હષિ કેશમાં જણાવેલા સૂત્ર પછવાડે હેમચંદ્રાચાર્ય કૃત વ્યાકરણના સૂત્ર આપ્યા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 574