Book Title: Kumarpalbhupal Charitra
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. स्तुमस्त्रिसंध्यं प्रभुहेमसूरे-रनन्यतुल्यामुपदेशशक्तिम् ।। अतीन्द्रियज्ञानविवर्जितोऽपि, यःक्षोणिभर्तुळधित प्रबोधम् ॥१॥ પ્રાચીન મહાન વિદ્વાન જૈનાચાર્યોએ રચેલે જૈન સાહિત્યરત્નાકર એટલે બધો વિશાલ અને ગહન છે કે, જેમ જેમ તેનું અવગાહન કરવામાં આવે છે તેમ તેમ તેમાંથી અપૂર્વ ગ્રંથરત્નો દષ્ટિગોચર થાય છે. વળી તે જેન સાહિત્યસાગરનો સુગમતાથી પાર પામવા માટે પ્રાચીન વિદ્વાનોએ (૧) દ્રવ્યાનુયોગ, (૨ ) ચરણકરણનુયોગ, (૩) ગણિતાનુગ, (૪) કથાનુયુગ એ ચાર વિભાગરૂપ તૈકાઓ તૈયાર કરેલી છે. તે ચાર પૈકીમાં જૈનકથાસાહિત્ય પ્રમાણમાં અતિવિશાલ છે. પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને ગુજરાતિ વિગેરે ભાષાઓમાં લખાએલા સેંકડો ગ્રંથ સાંપ્રતકાળમાં વિદ્યમાન છે. જેથી લેકામાં અદ્યાપિ ધર્મની જાગૃતિ અવિચ્છિન્ન રીતે પ્રવૃત્તિ રહી છે. ધર્મ અને સમાજની ઉન્નતિ માટે સાહિત્ય એ એક સત્તમ સાધન છે. સાહિત્યની વૃદ્ધિમાં સામાજીક ઉન્નતિ સમાયેલી છે. સમાજના અભ્યદય માટે પરમ પવિત્ર ધર્મ પ્રચારક પૂર્વાચાર્યો, તેમજ ધર્મ પ્રભાવક રાજા મહારાજાએ, વીરપુરૂષો, સમાજના અગ્રગણ્ય નેતાઓ, દાનવીર શ્રીમંત અને દેશના સાચા હિતચિંતકનાં સત્ય જીવનચરિત્ર ઐતિહાસિક દષ્ટિએ લખાયેલાં છે. બુદ્ધિમાન પુરૂષો પિતાની બુદ્ધિને વૈભવ લેકોપકારમાં જ સફલ માને છે. આપણને આપણા પૂજ્ય આચાર્યો સાહિત્ય સમૃદ્ધિનો મોટો ફાળો આપી ગયા છે. તેમના આપણે પણ છીએ, માત્ર બુદ્ધિમાન પુરૂષો તેમનું પઠન પાઠન કરી ચરિતાર્થ કરે છે. હાલમાં પણ તેવી જ રીતે કેટલાક વિદ્વાન આચાર્યો સાહિત્ય વૃદ્ધિ તેમજ સમાજના હિત માટે અનેક શુભકાર્યો કરે છે તે બહુ પ્રશંસનીય છે. દેશ કે, ધર્મ સમાજમાં જ્યારે અજ્ઞાનતા પ્રસરે છે ત્યારે સમાજના ઉદ્ધાર માટે પ્રભાવિક પુરૂષો ઉત્પન્ન થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 637