________________
કેવળીગમ્ય પ્રદેશ (સક્રિય) -
(અ) જીવ શુદ્ધિની અમુક અવસ્થાએ પહોંચે ત્યારે તેના કેવળીગમ્ય પ્રદેશો શરીરની બહાર નીકળી, લોકમાંથી કલ્યાણનાં પરમાણુ સ્વીકારી શકવા સમર્થ થાય છે ત્યારે તે પ્રદેશ સક્રિય થયા કહેવાય. (ભાગ - ૪) (બ) જીવના આત્મપ્રદેશો શુદ્ધિની અમુક કક્ષાએ પહોંચે છે ત્યારે તેનામાં આખા લોકમાં પ્રભુ આજ્ઞાથી ફરી વળવાની શક્તિ આવે છે, જે કેવળીગમ્ય પ્રદેશમાં આ શક્તિ ઉત્પન્ન થાય છે તે પ્રદેશ સક્રિય થયો કહેવાય. જીવનાં આઠે કેવળીગમ્ય પ્રદેશો સક્રિય થઈ શકે છે. (ભાગ - ૫) કેવળીગમ્યપણું - આત્મપ્રદેશનું કેવળીપ્રભુના પ્રદેશ સમાન શુધ્ધ રૂપ પ્રગટ થવું; એટલે કેવળીગમ્યપણું થવું.
કેવળીપર્યાય – કેવળજ્ઞાન સહિતની અવસ્થા. કેવળીપ્રભુ – જેમણે સર્વ જીવ માટે કલ્યાણના ભાવ ન કરતાં, અમુક જીવો માટે જ કલ્યાણભાવ વેદી, કેવળજ્ઞાન લીધું છે તે કેવળીપ્રભુ. કેવળીપ્રભુ છદ્મસ્થ અવસ્થામાં પંચપરમેષ્ટિની પદવી સ્પર્શતા નથી પણ સિદ્ધ થયા પછી પંચપરમેષ્ટિના બીજા પદ(સિધ્ધપદ)માં સ્થાન પામે છે.
કેવળીપ્રભુનો સાથ - સાથ, કેવળીપ્રભુનો જુઓ. કોમળતા - જીવ જ્યારે પોતાને અન્યથી ઊંચો કે નીચો માનવાને બદલે સમાન આત્મભાવે જોતાં શીખે છે, અને એ દ્વારા પોતાના માનભાવને તોડી, બીજાનાં દુ:ખને જોઈ તે દુ:ખથી છૂટે
૨૩
પરિશિષ્ટ ૧
એવો કલ્યાણભાવ સેવે છે તે કોમળતાનો ગુણ દર્શાવે છે.
ક્રોડાક્રોડી સાગરોપમ - એક કરોડ x એક કરોડ ક્રોડાક્રોડી. સાગરોપમ એટલે એક જોજન વ્યાસવાળો અને એક જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સૂક્ષ્મવાળથી ખીચોખીચ ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ કાળ કહે છે. અસંખ્ય પલ્યોપમ વીતવાથી એક સાગરોપમ થાય છે.
=
ક્રોધ (કષાય) - ક્રોધ એટલે અન્ય પદાર્થ કે જીવ પ્રતિ જે અણગમાની લાગણી થાય છે, તેનું વેદન કરવું, તે લાગણી પ્રગટ કરવી, અણગમતી વસ્તુ ન હોય તો સારું એવા ભાવમાં વર્તવું. આ લાગણીમાં આવેશ, તિરસ્કાર, અપમાન આદિ સમાવેશ પામી ક્રોધની લાગણીને તીવ્ર કરે છે.
ક્રોધ, અનંતાનુબંધી - કલ્યાણનાં સાધનો પ્રતિનો અભાવ કે અણગમો એ અનંતાનુબંધી ક્રોધ.
ક્રોધગુણ - કર્મ સામે ક્રોધ કરી આત્મગુણ વધારતા
જવા તે ક્રોધગુણ. તેની મદદથી જીવ વધારે તીક્ષ્ણ ઉપયોગથી વર્તન કરે છે, અને વર્તનમાં દોષ ચલાવી લેવાની વૃત્તિને ફગાવતો જાય છે.
ગણધરજી - ગણ એટલે શિષ્ય સમૂહ. ગણના
ધરનારને ગણધર કહે છે. ગણધર એટલે તીર્થંકર ભગવાનના મુખ્ય શિષ્ય. તેમની અવસ્થા આચાર્યોમાં ઉત્તમ ગણાય છે. તેઓ