________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
સિદ્ધ થાય, તે છેલ્લી વખતનો વિકાસકાળ ચરમાવર્ત કહેવાય છે.
છે. તે પ્રત્યેકનાં ચાર પ્રકાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન ગણતાં સોળ ભાગ થાય. તેમાં નવ નોકષાય ભળી પચીસ પ્રકાર થાય છે.
ચક્ષુદર્શન - આંખની મારફત વસ્તુનું દર્શન થવું
તેને ચક્ષુદર્શન કહેવામાં આવે છે. ચક્ષુદર્શનાવરણ - આંખની મારફત ઘતા દર્શનને આવરણ કરે તે ચક્ષુદર્શનાવરણ કર્મ કહેવાય છે.
ચેતનગુણ - જીવનું ચેતનત્વ પ્રગટ કરે છે.
ચારિત્ર -
ચૈિતન્યઘન ચેતનઘન - શુધ્ધ આત્માનું ઘન
સ્વરૂપ. સિદ્ધભૂમિમાં સર્વ શુદ્ધાત્માઓ એકબીજાની આસપાસ એવી રીતે વસે છે કે તેનો બાહ્ય આકાર ઘનસ્વરૂપ થાય છે, અને સર્વ કર્મપરમાણુઓ નીકળી જવાથી તે એવો સઘન બને છે કે એક પણ પુદ્ગલ પરમાણુ ત્યાં ટકી શકતું નથી. ચેતનગુણના પ્રભાવથી જીવની આ દશા ઉત્પન્ન થાય છે તેથી તેનું રૂપ ચેતનઘન કહેવાય છે.
(અ) આત્માનું મૂળ લક્ષણ એ સ્વરૂપમાં સ્થિર
રહેવું તે છે. પોતાના સ્વરૂપમાં સ્થિરતા કે લીનતા માણવી એ આત્મ ચારિત્ર
કહેવાય છે. (ભાગ – ૩) (બ) શ્રી પ્રભુની આજ્ઞામાં રહી, પોતાના રાગદ્વેષને
તથા કષાયને ક્રમથી ઘટાડતા જઈ નિઃશેષ કરવા. આ કાર્ય કરવા માટે જીવ સંવર તથા નિર્જરાનાં ઉત્તમ સાધનોમાં આજ્ઞાને
વણી લે છે. (ભાગ - ૫) ચારિત્ર, આંતર – કષાયરહિત સ્થિતિ પામવાનો યોગ્ય પુરુષાર્થ એટલે આંતર ચારિત્ર.
ચોથું ગુણસ્થાન, અવિરતિ સમ્યકુદૃષ્ટિ - દેહ,
ઇન્દ્રિય આદિ સર્વ પરપદાર્થોથી આત્માની સ્પષ્ટ ભિન્નતાની અનુભૂતિને શ્રી ભગવાને સમ્યક્દર્શન કર્યું છે. જીવ ચોથા ગુણસ્થાને સમ્યદર્શન પામીને આત્માનાં અનંત ગુણોમાના પ્રત્યેક ગુણનો આંશિક અનુભવ કરે છે (સર્વગુણાંશ તે સમ્યકત્વ). આ ગુણસ્થાને ત્યાગ ન હોવાથી અવિરતિ ગુણસ્થાન કહેવાય છે.
ચારિત્ર, બાહ્ય – બાહ્યથી પાંચ મહાવ્રત આદિ
સદાચારનું પાલન. ચારિત્ર, ક્ષાયિક – સર્વ પ્રકારનાં મોહના ક્ષય પછી પ્રગટતું શુદ્ધ ચારિત્ર. આ ચારિત્ર આત્માને તેરમા તથા ચૌદમા ગુણસ્થાને વર્તે છે.
ચારિત્રમોહ - આત્માને તેના સ્વરૂપાનુભવથી
શ્રુત કરાવે અથવા તો આત્મસ્વરૂપમાં સ્થિર ન થવા દે તે ચારિત્રમોહ. ચારિત્રમોહમાં મુખ્ય ચાર કષાય ક્રોધ, માન, માયા, લોભ
ચોરી, ચોરી પાપસ્થાનક – જે વસ્તુ પોતાની નથી, તે કોઇના દીધા વિના ગ્રહણ કરવી, અથવા તો પોતાને જોઇતી ચીજ તેના માલિકને પૂછયા વિના લઈ લેવી, તે ચોરી. સ્થૂળ પૌદ્ગલિક વસ્તુ, માલિકની જાણબહાર ઉઠાવી જવી તે ધૂળ ચોરી, અને સૂક્ષ્મ ચોરી તે નાના