________________
શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
પારિભાષિક શબ્દકોષને વાપરવામાં સુવિધા માટે સૂચનો આ શબ્દકોષમાં મુખ્યત્વે જૈન પારિભાષિક શબ્દોનો સમાવેશ કરેલો છે. ‘શ્રી કેવળી પ્રભુનો સાથ’ વાંચતી વખતે જે શબ્દો ન સમજાય તે સમજવા અથવા તે શબ્દોને વિશે વધુ ઊંડાણથી સમજવા માટે તેની પરિભાષા મૂકી છે. મુખ્યત્વે અઘરા અને અગત્યના શબ્દોનો સમાવેશ કર્યો છે જેથી
શ્રી કેવળી પ્રભુનો સાથ' ગ્રંથનો આત્માર્થે અભ્યાસ કરવામાં સુવિધા રહે. • તે શબ્દોને કક્કો બારાક્ષરી અનુસાર ગોઠવ્યા છે (કક્કો-બારાક્ષરી ભૂલી
જનાર માટે આખી કક્કો-બારાક્ષરી પરિશિષ્ટમાં મૂકી છે). જે શબ્દોનો અર્થ (વિગતવાર સમજણ) ગ્રંથમાં તે શબ્દોનાં ઉલ્લેખની સાથે જ મોજુદ હતો, તે શબ્દોનો સમાવેશ આ શબ્દકોષમાં નથી કરવામાં આવ્યો. થોડી પરિભાષાઓ એકથી વધુ શબ્દોની બનેલી છે. ત્યારે તેને શોધવામાં વાંચનારને મુશ્કેલી પડે તેવું હોવાથી તેનો ‘ક્રોસ રેફરન્સ' (અન્યોન્ય સંબંધ) મૂકેલો છે. ૦ દા.ત. અનંતાનુબંધી ક્રોધ. આ શબ્દને બે રીતે શોધી શકાય. ‘ક’ હેઠળ
‘ક્રોધ, અનંતાનુબંધી” અથવા “અ” હેઠળ ‘અનંતાનુબંધી ક્રોધ'. આવા સંજોગોમાં પરિભાષા એક જ જગ્યાએ મૂકવામાં આવી છે અને બીજી જગ્યાએ એનો ‘ક્રોસ રેફરન્સ' (અન્યોન્ય સંબંધ) મૂકવામાં આવ્યો છે. - એટલે કે ‘અનંતાનુબંધી ક્રોધ' તરીકે વાચક શોધે તો નીચે મૂજબ લખેલું જણાશે.
અનંતાનુબંધી ક્રોધ - ક્રોધ, અનંતાનુબંધી જુઓ એટલે કે વાંચનારને આ પરિભાષા ને ‘ક્રોધ, અનંતાનુબંધી' હેઠળ શોધવા ભલામણ કરી છે.