________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
આ ઉપરાંત “શ્રી કેવળી પ્રભુનો સાથ' માં કેટલીયે પ્રાર્થનાઓ રચાયેલી છે, તેની સૂચિ પણ વાચકની સુવિધા માટે અહીં મૂકી છે.
આ આખી સૂચિ તૈયાર કરવામાં મારી ભાણેજ અમી અનુરાગ ઠાકોર તથા અનુરાગે ઘણો પરિશ્રમ વેઠયો છે, અને તેને પુસ્તકાકારે સુંદર છપાઈ સાથે તૈયાર કરવામાં મારાં સ્વજનો શ્રી અરુણભાઈ મહેતા તથા સુધાબહેન મહેતાનો ફાળો પણ એટલો જ મહત્વનો છે. તે સાથે બીજી અનેક રીતે સાથ આપી સહકાર આપનાર સહુ સ્વજનોને કેમ ભૂલાય? તે સહુનો હૃદયથી ઉપકાર માનું છું, અને શ્રી પ્રભુને પ્રાર્થ છું કે તેઓ સહુનું આપ આત્માર્થે કલ્યાણ કરજો.
ૐ શાંતિઃ
સરયું રજની મહેતા
મુંબઈ
તા. ૨૧.૧૦.૨૦૧૨, રવિવાર.
viii