Book Title: Kathani Kyari Lage Pyari
Author(s): Rajpalvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Sayan

View full book text
Previous | Next

Page 4
________________ મા૨ા મીંજા વાd | માનવી જમ્યો એ સમયે જ વાર્તાનો જન્મ થયો હશે. વેદકાળમાં રાજા પુરુરવા વિશેની વાર્તા પ્રચલિત હતી. વાર્તા સાંભળવી સૌને ગમે છે. ફકત બાળકોને જ નહિ પણ યુવાનો અને વૃદ્ધોને પણ વાર્તા વાંચવી કે સાંભળવી ગમે છે. તે બાળકો માટે તો કહી શકાય કે વાર્તા વાંચવી એ એમનો જન્મ સિદ્ધ અધિકાર છે. વાત સાંભળતાં કે વાંચતાં બાળકોના મોમાં માતાના દૂધ જેવી મિઠાશ આવે છે. | મુનિ શ્રી રાજપાલવિજયજી મહારાજ બાળ વાર્તાઓનો સંગ્રહ લઈને બાળકો સમક્ષ હાજર થયા છે. એ વાર્તા વાંચતાં બાળકોને જ્ઞાન મળજો, એમને આનંદ થશે, અને એમનામાં સદ્ગણોનો વિકાસ થશે. એ વાર્તાઓ કુટુંબના વડીલો વાંચશે તો વાર્તાને બરાબર યાદ રાખીને અનેક વ્યક્તિઓને કહેશે. જેથી એ વાત લખવા પાછળનો શુભ આશય તેઓ જાણી શકશે. - આ વાર્તાઓ મમતાળુ માના દુધ જેટલી ગુણકારી અને અમૂલ્ય છે. આ સંગ્રહમાંની ‘‘પુતળીઓ’’ વાચનારને થશે કે આપણે સંયમી અને સંસ્કારી બનવું જોઈએ. ‘‘ઠગ'' વાર્તા, ઠગ વિદ્યાનો જાણકાર દુર્ગુણી માનવીનો પરિચય કરાવે છે. એ વાર્તા વાંચીને બાળક નિર્ણય કરશે કે આ ઠગ જેવો હું કદિ બનીશ નહી. કે લોકમાન્ય તિલકના જીવનમાં બનેલ પ્રસંગ વાંચનાર કે ન્યૂયોર્કના મેયર દંડ ચૂકવે છે એ જાણીને વાચક વિચારશે કે હું પણ સત્યપ્રિય બનીશ અને જીવનમાં સત્યનું આચરણ કરીશ. | મુનિ શ્રી રાજપાલ વિજયજી મહારાજે આવી સુંદર વાર્તાઓ સમાજને આપીને સમાજ પર ઉપકાર કર્યો છે. 1 - પ્રોફેસર હસમુખ શેઠ (એમ. એ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 194