Book Title: Karmgranthonu Sampadan Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 3
________________ ક્રમ પ્રત્થાનું સ‘પાદન | ૧૪૭ <" સંશોધન માટે એકઠી કરેલી તાડપત્રીય વગેરે પ્રાચીન પ્રામાં પણ ઉપરોક્ત બંનેય ગાથા નથી. ચૂર્ણિકાર ભગવાને ચૂર્ણિમાં “ પંચ નવ” ગાથા લીધી છે ખરી, પણ તે માત્ર ઉત્તરપ્રકૃતિના વ્યાખ્યાનની સૂચના પૂરતી જ, નહિ કે સૂત્રકારની ગાથા તરીકે. “ મણુયગઇ જાઇ ” ગાથાને તા ચૂર્ણિકારે ૫૮ મી ગાથાના સ્થાનમાં નિર્દેશ સરખાય કર્યાં નથી, તેમ માકારે પણ આ ગાથાને નિર્દેશ કર્યો નથી. આ રીતે આ બંનેય ગાથા સૂત્રકારસંમત નથી. હવે રહી મારસપણસફ઼ેસયા૦” ગાથાની વાત. આ ગાથા ઉપર અવતરણ તેમ જ ટીકા હાવા છતાં, અમે એને ચૂર્ણિકારના एएति उदयविगप्पपयवंदनिरूवणत्थमन्तर्भाष्यगाथा - बारसપળસટ્રુતા” આ કથનાનુસાર બીજી અન્તર્ભાષ્યગાથાઓની માફ્ક મૂળ પ્રકરણની ગાથા તરીકે ગણતરીમાં લીધી નથી. આ રીતે પ્રસારક સભાની આવૃત્તિમાં મૂળપ્રકરણગાથા તરીકે પ્રકાશન પામેલી ત્રણે ગાથાએ સિત્તરિપ્રકરણકારની નથી. સિત્તરિપ્રકરણની તા ૭૨ ગાથાઓ જ છે. મુદ્રિત પ્રકરણમાલા તેમ જ ટબા વગેરેમાં આ પ્રકરણની ૯૨ ગાથાઓ જોવામાં આવે છે; એ બધીયે વધારાની ગાથાઓ માટે ભાગે અની પૂર્ત્તિ અને તેના સ્પષ્ટીકરણ માટે ચૂર્ણિકાર-ટીકાકારાએ ચૂર્ણિ-ટીકામાં આપેલી અન્તર્ભાષ્ય આદિની જ ગાથાઓ છે. આ વસ્તુ એના અંતમાં આવતી ગાથા ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે: गाहग्गं सयरीए, चंदमहत्तरमयाणुसारीए । टीगाइ नियमियाणं, एगुणा होइ नउई उ ॥ ભાષા અને છંદ——જનકલ્યાણના ઇચ્છુક જૈનાચાર્યાએ લાકજિાને અનુકૂળ પ્રાકૃતભાષા અને ગ્રંથરચનાને અનુકૂળ આર્યાં છંદને જ મુખ્યપણે પસંદ કરેલ હોઈ તેમની મૌલિક દરેક રચનાઓ પ્રાકૃતભાષા અને આર્યા છંદમાં જ થઈ છે. એ રીતે સિત્તરી ક્રમ ગ્રંથની રચના પણ પ્રાકૃતભાષા અને આર્યા છંદમાં જ થઈ છે. વિષય—પાંચમા-ઠ્ઠા કર્મગ્રંથના વિષયને પરિચય આ વિભાગમાં આવેલી વિસ્તૃત વિષયા નુક્રમણિકા જોવાથી વાચકોને મળી રહેશે. પ્રથકારા નવ્ય પાંચ કર્મગ્રંંધ અને તેની સ્વાપન્ન ટીકાના પ્રણેતા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિવરને વિસ્તૃત પરિચય પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજે પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં આપેલા હાઈ અહી' માત્ર સપ્તતિકા પ્રકરણ અને તેની ટીકાના પ્રણેતાઓ વિષે જ વિચાર કરવામાં આવે છે. સપ્તતિકાના પ્રણેતા સપ્તતિકા પ્રકરણકારને લગતે પ્રશ્ન વિવાદથ્યસ્ત છે. સામાન્ય પ્રચલિત માન્યતા એવી છે કે એના પ્રણેતા શ્રી ચન્દ્રષિ` મહત્તર છે, અને માત્ર આ રૂઢ માન્યતાને અનુસરવા ખાતર પૂજ્ય ગુરુવર શ્રી ચતુરવિજયજી મહારાજશ્રીએ પણ કર્મગ્રંથના પ્રથમ વિભાગતી પ્રસ્તાવનામાં અને આ વિભાગમાં સપ્તતિકાના શાકમાં “શ્રીચન્દ્રષિ મહત્તરવિરચિત' એમ જણાવ્યું છે, પરંતુ વિચાર કરતાં આ ફ માન્યતાના મૂળમાં કોઈ પણ આધાર જડતા નથી. સપ્તતિકા પ્રકરણ મૂલની પ્રાચીન તાડપત્રીય પ્રતામાં ચન્દ્રષિ મહત્તર નામ ગર્ભિત જે ; 'गाहगं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13